સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી

નવી દિલ્હી : દેશમાં સતત વધી રહેલા ઓનલાઇન બેંકિંગ અને પેમેન્ટના પગલે હવે સાયબર ઠગો પણ ફ્રોડ માટે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે. જેમાં હાલમાં જ મિસ કોલ બાદ હવે કોલ મર્જિંગ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે અંગે યુપીઆઇએ(UPI) લોકોને આ પ્રકારના સ્કેમથી બચવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે. જેમાં હાલમાં પ્રકાશના આવેલા નવા સ્કેમ મુજબ સાયબર ઠગો મોબાઇલ કોલ મર્જ કરીને ફ્રોડ કરી રહ્યા છે. જેના પગલે બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોના ખાલી થઈ જાય છે.
તેનાથી કેવી રીતે બચી શકાય
આ અંગે યુપીઆઇએ તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, સ્કેમ કરનારા લોકો ફ્રોડ માટે કોલ મર્જ કરી રહ્યા છે. તેમજ આ પોસ્ટમાં કોલ મર્જિંગ કૌભાંડ કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે પણ જણાવવામાં આવ્યું છે.
કોલ મર્જિંગ કૌભાંડ કેવી રીતે થઈ રહ્યું છે?
આ અંગે યુપીઆઇએ જણાવ્યું હતું કે, આ કોલ મર્જિંગ કૌભાંડમાં તમને કોઈ કાર્યક્રમનું આમંત્રણ અથવા નોકરી માટે ફોન આવી શકે છે. આવા કોલમાં એવો દાવો કરવામાં આવે છે કે તેમને તમારો નંબર તમારા મિત્ર પાસેથી મળ્યો છે. આ પછી તમને કહેવામાં આવશે કે તમારો મિત્ર તમને બીજા નંબર પરથી ફોન કરી રહ્યો છે તમે કોલ મર્જ કરો. આ વખતે જો તમે ઉતાવળમાં કોલ મર્જ કરશો તે પછી કોલ તમારા મિત્રનો નહીં પણ ઓટીપીનો હોય છે. તમે કોલ મર્જ કરો છો કે તરત જ સ્કેમર કોલ પરનો ઓટીપી સાંભળે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે.
બેંક વ્યવહારનો ઓટીપી બે રીતે આવે છે
બેંક વ્યવહારનો ઓટીપી બે રીતે આવે છે. જેમાં એક ફોન પર મેસેજથી અને બીજો કોલથી ફોન પર મેળવી શકાય છે. જો તમે કોલ પર ઓટીપી સાંભળવા માંગતા હો તો તમારે બીજો વિકલ્પ પસંદ કરવો પડશે. જેમાં હાલ
ઓટીપી વાયા કોલના કારણે સ્કેમર્સ માટે આ શક્ય બની રહ્યું છે. સૌ પ્રથમ, સ્કેમર્સ તમારી મૂળભૂત વિગતો લઈને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. આ લોગિન તમારા વોટ્સએપ, અન્ય કોઈપણ સોશિયલ મીડિયા અથવા તો તમારા બેંક ખાતાનું પણ હોઈ શકે છે.
આ પણ વાંચો : UPI યુઝર્સ થઈ જજો સાવધાન! પેમેન્ટ કરતા પહેલા જાણી લેજો નવા નિયમો અન્યથા….
કોલ મર્જ કરવાનું ટાળવું
તેમજ એકવાર સ્કેમરને ઓટીપી મળી જતાં મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી લોકોને સાવચેત રહેવા માટે યુપીઆઇને લોકોને સલાહ આપી છે. તેમજ કોલ મર્જ કરવાનું ટાળવું જોઇએ.