વૈજ્ઞાનિકોને આકાશગંગામાં આ શું જોવા મળ્યું જાણો…
નવી દિલ્હી: યુનિવર્સિટી ઓફ લેસ્ટરના વૈજ્ઞાનિકો દ્વારા જોવા મળેલી એક ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે આકાશગંગામાં એક તારો જોયો છે, જે સૂર્યના જેવડો છે અને તે 500 મિલિયન પ્રકાશ-વર્ષ દૂર બ્લેક હોલમાં જાય છે અને બહાર આવે છે. આ નાટકીય ઘટનાએ લગભગ દર 25 દિવસે નિયમિત પ્રકાશનો વિસ્ફોટ થાય છે.
જ્યારે કોઈ તારો બ્લેક હોલમાં તૂટી પડે છે. જો કે પ્રકાશના વારંવાર ઉત્સર્જનનો અર્થ એ છે કે તારો આંશિક રીતે નાશ પામી રહ્યો છે. વિસ્ફોટ હંમેશા બે પ્રકારના હોય છે. પ્રથમ જે દર વર્ષે થાય છે અને બીજો જે દર થોડા કલાકોમાં થાય છે. યુનિવર્સિટી ઓફ લેસ્ટરના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે તારાના વારંવાર નષ્ટ થવાના આ કિસ્સામાં પ્રકાશ ઉત્સર્જનની ઘટના 25 દિવસમાં એકવાર થઈ રહી હતી.
સ્વિફ્ટ J0230 નામનો આ તારો સાતથી 10 દિવસ સુધી ચમકવા લાગ્યો અને પછી ધીરે ધીરે ચમકવાનું બંધ થવાના બદલે અચાનક બંધ થઈ ગયો. અને આ પ્રક્રિયા દર 25 દિવસે પુનરાવર્તિત થાય છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે તેમનું કાર્ય બ્લેક હોલ દ્વારા પરિભ્રમણ કરતા તારાઓ કેવી રીતે વિક્ષેપિત થાય છે તે જોવાનું છે. ડો. રોબર્ટ આઇલ્સ-ફેરિસ કે જેમણે યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં પીએચડી સબમિટ કર્યું છે, તેમણે જણાવ્યું હતું કે અમે ભૂતકાળમાં જે સિસ્ટમ્સ જોઈ છે તેમાંની મોટાભાગની સિસ્ટમોમાં તારો સંપૂર્ણપણે નાશ પામે છે. અને ફરી એ જ તારો દેખાતો નથી પરંતુ સ્વિફ્ટ J0230 આંશિક રીતે નાશ પામી રહ્યો છે.
આ એક આકર્ષક ઘટના છે. યુનિવર્સિટી ઓફ લેસ્ટરની સ્કૂલ ઓફ ફિઝિક્સ એન્ડ એસ્ટ્રોનોમીના ડો. ફિલ ઇવાન્સ અને અભ્યાસના મુખ્ય લેખકે કહ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે આપણે આપણા સૂર્ય જેવા તારાને વારંવાર ટૂકડા થતા અને બ્લેક હોલમાં નાશ પામતા જોઇએ છીએ. સ્વિફ્ટ J0230 વિસ્ફોટ બાદ એવું સૂચન કરવામાં આવ્યું હતું કે આ તારો સૂર્ય જેટલો મોટો હતો અને તે વિસ્ફોટ પહેલા બ્લેક હોલની નજીક લંબગોળ ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો હતો.