Microsoft outage: માઈક્રોસોફ્ટમાં ફરી આઉટેજ, કંપનીનીઆ સર્વિસ ખોરવાઈ

થોડા દિવસો આગાઉ માઈક્રોસોફ્ટની ક્રાઉડ સ્ટ્રાઈક સર્વિસમાં ખામી સર્જાતા(Microsoft outage) દુનિયાભરમાં વિવિધ સર્વિસને માઠી અસર થઇ હતી. એવામાં આજે માઈક્રોસોફ્ટમાં ફરી આઉટેજ નોંધાયું હતું. માઈક્રોસોફ્ટની ઈમેલ સર્વિસ આઉટલુક (Outlook) અને વિડિયો ગેમ માઈનક્રાફ્ટ(Minecraft) સહિતની પ્રોડક્ટ્સ આઉટેજને કારણે પ્રભાવિત થઈ હતી. કંપનીએ એક અપડેટમાં જણાવ્યું હતું કે આઉટેજનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને પ્રારંભિક તપાસ મુજબ આઉટેજ સાયબર-અટેકને કારણે થયું હતું.
અહેવાલ મુજબ આ આઉટેજ લગભગ 10 કલાક ચાલ્યું અને હજારો માઇક્રોસોફ્ટ યુઝર્સે સર્વિસમાં સમસ્યાઓની જાણ કરી હતી. બે અઠવાડિયા પહેલા થયેલા આઉટેજને કારણે માઇક્રોસોફ્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરતા લગભગ 8.5 મિલિયન કમ્પ્યુટર્સને અસર કરી હતી. આઉટેજને કારણે હેલ્થકેર અને ટ્રાવેલિંગ સેક્ટરને મોટી અસર કરી હતી. સાયબર સિક્યુરિટી ફર્મ CrowdStrike દ્વારા ખામીયુક્ત સોફ્ટવેર અપડેટ કરાતા આ આઉટેજ થયું હતું.
X પર માઇક્રોસોફ્ટના 365 સ્ટેટસ એકાઉન્ટે સમસ્યાઓનો સ્વીકાર કરતા કહ્યું કે, “અમે હાલમાં Microsoft 365 સેવાઓ અને સુવિધાઓ સાથે એક્સેસ સમસ્યાઓ અને ખોરવાયેલી કામગીરીની તપાસ કરી રહ્યા છીએ. એડમિન સેન્ટરમાં MO842351 હેઠળ વધુ માહિતી મળી શકે છે.”
માઈક્રોસોફ્ટ એઝ્યુર ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મની વેબસાઈટ પર અપડેટમાં જણાવાયું છે કે, ” પ્રારંભિક ટ્રિગર ઇવેન્ટ એ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS) અટેક હતો….”
માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે કંપનીએ સમસ્યા માટે ફિક્સ અમલમાં મુક્યા છે, સ્થિતિ સુધારી છે. કંપનીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમે અસુવિધા બદલ દિલગીર છીએ.”
Also Read –