વિજ્ઞાન અને ટેકનોલોજી

સાયબર ક્રાઇમ મામલે સરકારે આટલા લાખ મોબાઇલ કનેક્શન બ્લોક કર્યા

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્ય સભાના સાંસદ સુશીલ કુમાર મોદી દ્વારા સાયબર ક્રાઈમ અંગેના ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અનેગ શુક્રવારે કેન્દ્ર સરકારે માહિતી આપી હતી. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ભારત સરકારે સાયબર ક્રાઈમનાલો પાસેથી 400,000 નાગરિકોના રૂ. 1,000 કરોડ સીઝ કર્યા છે અને રિકવર કર્યા છે.

કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 1,32,000 મોબાઈલ કનેક્શન બ્લોક કરવામાં આવ્યા છે. સાઈબર ફ્રોડ સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલના ભાગરૂપે બનાવટી દસ્તાવેજો પર મેળવેવવામાં આવેલા 55 લાખથી વધુ ગેરકાયદે મોબાઇલ કનેક્શન્સને પણ બ્લોક કરવામાં આવ્યા છે.


તેમણે જવાબ આપ્યો કે સરકારે ફ્રોડ કરનારા મોબાઈલ કનેક્શનને શોધવા માટે એક સિસ્ટમ વિકસાવી છે. એકવાર શોધી કાઢ્યા પછી, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) ને આવા મોબાઇલ કનેક્શન્સની ફરીથી ચકાસણી હાથ ધરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે. પુનઃ-ચકાસણીમાં નિષ્ફળ થવા પર, આવા મોબાઇલ કનેક્શન્સને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે.


તેમણે જણાવ્યું કે સરકારે એક પોર્ટલ પણ વિકસાવ્યું છે સંચાર સાથી જે યુઝર્સને તેમના નામે જારી કરાયેલા મોબાઇલ કનેક્શનની તપાસ કરવાની અને ગેરકાયદેસર કનેક્શનની જાણ કરવાની સુવિધા આપે છે. તે યુઝર્સને તેમના ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનની જાણ કરવાની પણ સુવિધા આપે છે, ત્યારબાદ તમામ TSPs પર નંબરો બ્લોક થઈ જાય છે.


તેમણે કહ્યું કે નાગરિકો મોબાઈલ અથવા લેન્ડલાઈન નંબર પર મળેલા આંતરરાષ્ટ્રીય કોલની જાણ પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે ટેક્સ્ટ-આધારિત સાયબર ફ્રોડ અટકાવવા માટે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા વિશ્લેષણના પરિણામે ફેબ્રુઆરી 2023 અને નવેમ્બર 2023 વચ્ચે ટેક્સ્ટ-આધારિત સાયબર ક્રાઇમમાં 36% ઘટાડો થયો છે.

સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, ગેરકાયદે મોબાઇલ કનેક્શન સાથે જોડાયેલા 220,000 WhatsApp એકાઉન્ટ્સને ડિસેએન્ગેજ કરવામાં આવ્યા છે, અને 2021 થી 162 ગેરકાયદેસર ટેલિકોમ સેટ-અપ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.


અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 365 થી વધુ કેસો પોઈન્ટ્સ ઓફ સેલ સામે નોંધવામાં આવ્યા હતા અને 70,313 ને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં9,83,000 ખાતાઓ ‘બેંક્સ અને પેમેન્ટ્સ’ વોલેટ્સ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે જે ડિસ્કનેક્ટ થયેલા મોબાઈલ ફોન સાથે જોડાયેલા છે.


તમને કહ્યું કે સરકાર દરેકને શંકાસ્પદ કોલની જાણ 1963/1800110420 કરવાની સલાહ આપે છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button