16 વર્ષની કિશોરીએ AIના સ્ટાર્ટ અપ માટે 3 કરોડનું ફંડ ઉભું કર્યું, પિતા પાસેથી મેળવી પ્રેરણા

ફક્ત 16 વર્ષની પ્રાંજલિ અવસ્થી નામની કિશોરીએ પોતાનું AI સ્ટાર્ટ અપ શરૂ કર્યું જેનું નામ Delv.AI છે. Miami Tech Week ઇવેન્ટ દરમિયાન પ્રાંજલિએ પોતાની સ્ટાર્ટ અપની યાત્રા વર્ણવી સૌને અચંભિત કરી દીધા હતા.
પ્રાંજલિએ જણાવ્યું કે તેણે વર્ષ 2022માં આ સ્ટાર્ટ અપની શરૂઆત કરી હતી. Delv.AI કંપની શરૂ કરવાનો હેતુ રિસર્ચરને ઉત્તમ એફિશિયન્સી મળે તે માટે સહાય કરવાનો છે. જેથી યુઝર પોતાના ઓનલાઇન કન્ટેન્ટની ગુણવત્તા સુધારી શકે. પ્રાંજલિએ આ સ્ટાર્ટ અપ માટે અત્યાર સુધીમાં 3.7 કરોડનું ફંડ એકત્ર કરી ચુકી છે.
પ્રાંજલિ નાનપણથી જ ‘ટેક સાવી’ ટેકનોલોજી પ્રત્યે રૂચિ ધરાવે છે અને આ સ્ટાર્ટ અપ માટેની પ્રેરણા તેણે તેના પિતા પાસેથી મેળવી હતી.
પ્રાંજલિ અવસ્થીના પિતા પોતે એન્જીનીયર છે અને તેમણે જ તેને શાળામાં કોમ્પ્યુટર સાયન્સ તરફ ધ્યાન વધુ આપવા માટે પ્રેરી હતી. પરિણામે પ્રાંજલિ 7 વર્ષની ઉંમરથી જ કોડિંગ કરવા લાગી હતી. આ કોડિંગને કારણે તે કોમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજીના વિવિધ પાસાઓને સમજી અને તેને પોતાની કંપની શરૂ કરવાના વિચારનો પાયો અહીંથી જ નંખાયો હતો. પ્રાંજલિ જ્યારે 11 વર્ષની હતી ત્યારે પરિવાર ફ્લોરિડા શિફ્ટ થઇ ગયો હતો.
ત્યાંની શાળાઓમાં તેને કોડિંગ શીખવાની ઘણી તક મળી. તે કોમ્પિટીટીવ મેથ્ય પ્રોગ્રામનું પણ એક્સેસ કરવા લાગી હતી. પ્રાંજલિ 13 વર્ષની હતી ત્યારે તેણે ફ્લોરિડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી રિસર્ચ લેબમાં ઇન્ટર્નશીપ કરી હતી. આ દરમિયાન તે મશીન લર્નિંગ પ્રોજેક્ટ્સ વિશે ઘણું શીખી. કોરોના મહામારી દરમિયાન તે ખુદ નાના બાળકોને કોડિંગ શીખવાડતી હતી અને હાઇસ્કૂલના બાળકોને પણ ભણાવતી હતી.