( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં જબરી અફડાતફડી, જોવા મળી હતી અને સત્ર દરમિયાન સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુની ઊથલપાથલ નોંધાઇ હતી. સેન્સેક્સ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી વધુ નીચી સપાટીએ ખાબક્યા બાદ ફરી ગ્રીન જોનમાં પાછો ફર્યો હતો અને ત્યારબાદ ફરી ૪૦૦ પોઇન્ટ નીચે અથડાયા બાદ નેગેટીવ ઝોનમાં ૧૨૫થી ૧૭૫ પોઇન્ટની રેન્જમાં અથડાતો રહ્યો અને અંતે ૧૨૫.૨૫ પોઇન્ટના ઘટાડા સાથે ૬૬,૨૮૨.૭૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
યુનાઈટેડ સ્ટેટ્સમાં ફુગાવાની ચિંતાએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક પ્રભાવ પાડ્યો હતો. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા અર્થશાસ્ત્રીઓના અંદાજ કરતા ઊંચા આવ્યા બાદ યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડમાં વધારો જોવા મળ્યો હતો અને ફેડરલ રિઝર્વ ફરી વ્યાજદરમાં વધારો કરવાની દિશામાં આગળ વધશે એવી અટકળો વચ્ચે ડાઉજોન્સ અને નેસ્ડેક ઇન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યાં હતાં.
એશિયામાં પણ મોટભાગના શેરબજારોમાં પીછેહઠ જોવા મળી હતી. જાપાન, ઓસ્ટ્રેલિયા, તાઇવાનના બેન્ચમાર્ક ગબડ્યાં હતાં. વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોની નજર સિટી ગ્રુપ, જેપી મોર્ગન ચેઝ, વેલ્સ ફાર્ગો અને યુનાઇટેડ હેલ્થ ગ્રુપ સહિતની કંપનીઓના પરિણામો પર રહેશે.
સ્થાનિક ધોરણે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને બેન્ક શેરોમાં ઘટાડાને કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. એક્સચેન્જના ૧૩ મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી આઠમાં ઘટાડો થયો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઊંચું વેઇટેજ ધરાવતો આઇટી ઇન્ડેક્સ ૦.૭૫ ટકા ગબડ્યો હતો. ઈન્ફોસિસ અને એચસીએલ ટેકનોએ ગુરૂવારે નબળા ક્લાયન્ટ ખર્ચને હાઈલાઈટ કર્યો હતો અને તેને આધારે તેમની આવકની આગાહીના અંદાજમાં ઘટાડો કર્યો હતો.
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી…
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી...