આજનું રાશિફળ (07-11-23): સિંહ, તુલા અને મકર રાશિના લોકોને થશે આજે આર્થિક ફાયદો…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ નબળો રહેશે. આજે તમારી કોઈ જૂની ડીલ ફાઈનલ થઈ શકે છે. વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવી પડશે. આજે તમે કોઈ સારા અને શુભ કાર્યમાં ભાગ લેશો અને ત્યાં લોકોની વાતને ખૂબ જ ધીરજ અને શાંતિથી સાંભળશો. જો કોઈ મિત્ર તમારી પાસેથી ઉધાર પૈસા માંગે છે તો આજે તમારે એને મદદ કરવી જોઈએ.
વૃષભઃ વૃષભ રાશિના લોકોને આજના દિવસમાં નિર્ણય લેવાની ક્ષમતાનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. આજે તમે ભવિષ્ય માટે તમે કેટલીક યોજનાઓ બનાવી શકો છો. કોઈ જૂના મિત્રને પૈસા ઉધાર આપ્યા હશે તો આજે એ પાછા મળી શકે છે. અભ્યાસ સિવાય વિદ્યાર્થીઓને આજે કોઈ બીજા કામમાં પણ રસ જાગશે. જો મિલકતનું વિભાજન કરી રહ્યા છો તો એમાં ખૂબ જ સાવચેતી રાખીને આગળ વધો.
મિથુનઃ આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને ફળદાયી સાબિત થવાનો છે. આજે ઘરમાં કોઈ સારા અને શુભ કાર્યનું આયોજન થશે, જેને કારણે પરિવારના સભ્યો ખુશ થશે. તમારી કોઈ ભૂલને કારણે આજે ઉપરી અધિકારી તમારા પર ગુસ્સે ભરાઈ શકે છે. જો કોઈ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી રહી હતી તો તે પણ આજે દૂર થઈ રહી છે. આજે તમને સંભાળીને પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.
કર્કઃ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી સાબિત થશે. નવા કામને કારણે થોડી ચિંતા સતાવી શકે છે. વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષા આપી હોય તો આજે એનું પરિણામ જાહેર થઈ શકે છે. લેવડ-દેવડની બાબતમાં આજે તમારે ખાસ સાવધાન રહેવું પડશે. લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે આજે મિત્રો અને પરિવારના લોકોની મદદ લેવી પડશે. આજે પ્રવાસ કરતી વખતે તમને કોઈ મહત્ત્વની માહિતી સામે આવી શકે છે.
સિંહઃ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિના નવા નવા રસ્તા ખોલી રહ્યો છે. આજે કોઈ વાતને લઈને ચિંતિક રહેશો. કામના સ્થળે ઉપરી અધિકારીઓ આજે તમારી પ્રશંસા કરશે અને પ્રમોશન પણ મળી શકેછે. આજે તમે તમારા જીવનનું કોઈ મોટું લક્ષ્ય હાંસિલ કરવામાં સફળતા મળતી દેખાઈ રહી છે. આજે તમારા કોઈ વિરોધીઓ એવું કંઈક કામ કરશે કે જેને કારણે તમારી ચિંતામાં વધારો થઈ શકે છે. આજે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતી લીક ના થવા દો.
કન્યાઃ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ થોડી મુશ્કેલીઓ લઈને આવી રહ્યું છે, જેને કારણે તમે થોડા ચિંતિત રહેશો. પિતાની તબિયત લથડતાં આજે તમારે ડોક્ટરની સલાહ લેવી પડશે. કોઈ મિત્ર આજે તમને દગો આપશે, જેને કારણે તને મોટું નુકસાન થઈ શકે છે. વેપાર કરતાં લોકોએ આજે આંખ અને કાન ખુલા રાખીને જ કામ કરવું પડશે. ઉચ્ચ શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓનો માર્ગ આજે મોકળો થઈ રહ્યો છે.
તુલાઃ આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ કરનારો રહેશે અને આજે તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. લાંબા સમયથી અટવાઈ પડેલું કોઈ આજે પૂરું કરવાનો પ્રયાસ કરશો. આજે કોઈ અજાણી વ્યક્તિની વાત પર વિશ્વાસ કરવાનું ટાળવું પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ હેલ્થની બાબતમાં થોડો નબળો રહેવાનો છે. આજે જો કોઈ શારીરિક સમસ્યા સતાવે તો તેની અવગણના કરશો નહીં, નહીંતક મોટી મુસીબતમાં ફસાઈ શકો છો. કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે. આજે કોઈ મહત્ત્વના કામમાં ઢીલ દેખાડવાનું ટાળો, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે. માતાને કોઈ વચન આપ્યું હશે તો એ પુરું કરશો. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
ધનઃ ધન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે, બાકીના દિવસોની સરખામણીએ. પ્રોપર્ટી ડિલિંગ સાથે સંકળાયેલા લોકો આજે કોઈ ડીલ ફાઈનલ કરી શકે છે. નવી નોકરી શોધી રહેલાં લોકોને પણ આજે સારી ઓફર આવી શકે છે. લાંબા સમયથી પરિવારના કોઈ જૂના સભ્ય સાથે મુલાકાત થશે. વિદેશમાં રહેતાં કોઈ પોતાના વ્યક્તિની સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકેછે. સંતાનની કોઈ ઈચ્છા આજે પૂરી કરશો.
મકરઃ મકર રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. કામના સ્થળે જુનિયર સાથે મળીને કોઈ કામ કરી રહ્યા છો તો આજે તમે સમય પહેલાં આ કામ પૂરું કરી શકો છો. પૈસા સંબંધિત બાબતોમાં આજે તમારે ખૂબ જ સ્પષ્ટ વલણ જાળવવું પડશે. પરિવારના કોઈ સભ્યને આજે તમારી વાત ખરાબ લાગી શકે છે. તમારી પ્રગતિના માર્ગમાં કોઈ અવરોધ બની શકે છે.
કુંભઃ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે વિરોધીઓથી ખાસ સાવધ રહેવું પડશે. ભૂતકાળની અમુક ભૂલો સામે આવી શકે છે, જેને કારણે જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમારે કેટલીક બાબતોમાં આળસ કે શિથિલતા દેખાડવાનું ટાળવું પડશે. લેવડ-દેવડની બાબતમાં પણ સાવધાની રાખો. કોઈ પાસેથી કોઈ વાત સાંભળવા મળે તો તેનાથી વિચલિત થવાને બદલે તેનો સામનો કરો. ઘરમાં મહેમાનનું આગમન થતાં આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે છે.
મીનઃ આ રાશિના જાતકો પર આજનો દિવસ સામાન્ય રહેશે. લાંબા સમયથી પછી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને જૂની ફરિયાદો અને વિવાદોનું નિરાકરણ લાવશો. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેવા માગતા હોય તો તેમના માટે અનુકૂળ સમય છે. નોકરી કરતાં લોકોને આજે ઓફર મળી શકે છે, પણ જૂની નોકરીમાં રહેવું તમારા માટે વધારે હિતાવહ રહેશે. ધાર્મિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે અને એને કારણે પરિવારના સભ્યો ખુશ થશે.