રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (11-11-2023): આ રાશિના જાતકો માટે આજનો દિવસ હશે પડકાર રુપ, જ્યારે આ રાશિનું ચમકશે ભાગ્ય

મેષ: આજે તમારા માટે તમારા કામોની યાદી બનાવી ચાલવું વધુ હિતાવહ રહેશે. લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખજો. કાર્યક્ષેત્રે સહયોગીઓ પર તમારો વિશ્વાસ રહેશે. તમારી કોઇ ઔદ્યોગિક પ્રવૃત્તિને પણ વેગ મળશે. જો તમે બિઝનેસમાં કોઇ નવા ઉપકરણો કે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા ઇચ્છોછો તો એ ઇચ્છા આજે પૂર્ણ થશે. પરિવારના કોઇ સભ્યને લાંબા સમય મળવાથી તમારી ખૂશીનો પાર નહીં રહે.

વૃષભ: આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેશે. તમે તમારી મહેનત અને લગનથી આગળ વધશો. તમે જીવનસાથી માટે કોઇ નવા કામની શરુઆત કરશો. નોકરીની શોધ કરી રહેલા લોકોને આજે કોઇ શુભ સમાચાર મળી શકશે. તમારા મનમાં સેવાની ભાવના રહેશે. તમે આજે કોઇની મદદ કરવામાં પાછળ નહીં પડો. જો આજે તમે કોઇ જોખમી કામમાં હાથ નાંખશો તો મોટી સમસ્યા ઊભી થઇ શકે છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે.


મિથુન: આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેશે. તમે પરિવારના સભ્યો સાથે કોઇ જરુરી વિષય પર ચર્ચા કરશો. તમારામાં આજે એક એક્સ્ટ્રા એનર્જી હોવાથી તમે દરેક કામ તત્પરતાથી કરશો. આજેનો દિવસ આત્મ વિશ્વાસથી ભરપૂર રહેશે. જો તમે કોઇની પણ પાસેથી પૈસા ઉછીના લીધા છે તો તે આજે પાછા કરી શકશો.


કર્ક: આજનો દિવસ તમારા માન-સન્માનમાં વધારો કરશે. વ્યક્તીગત કામોમાં તમે સારું પ્રદર્શન કરશો. ઘરના લોકો સાથે જો કોઇ વાત પરથી ખટપટ ચાલી રહી હતી તો તે આજે દૂર થશે. વડિલો પ્રત્યે આદર અને સન્માન રાખજો. બુદ્ધી અને વિવેકથી કોઇ નિર્ણય લેશો તો તે તમારા માટે હિતાવહ રહશે. વ્યક્તિગત રીતે તમે સારું પ્રદર્શન કરશો. તમે મનોરંજનના કોઇ કાર્યક્રમમાં સહભાગી થશો.


સિહં: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે, સામાજીક ક્ષેત્રમાં કાર્યરત લોકો તેમના કામથી ઓળખાશે અને તમે ઘણાં એક્ટીવ રહેશો. તમારી મહત્વની યોજનાઓ પૂર્ણ થશે. વડિલોનું સાંભળીને ચાલવું તમારા માટે હિતાવહ રહેશે. લાંબા સમયથી ફંસાયેલા નાણા પાછા મળતા તમારી ખૂશીનો પાર નહીં રહે. ભાઇ બહેનો સાથે ચાલી રહેલ ઝગડો દૂર થશે. કેટલાકં નવા સંપર્કને કારણે તમને ફાયદો થશે. ભાઇ બહેનોને મળીને આનંદ થશે.


કન્યા: આજના દિવસે તમારી આસ-પાસનું વાતાવરણ આનંદમય બનશે. તમે સંતાનોને પરંપરા અને સંસ્કારોના પાઠ ભણાવશો. ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહેશે. નવા લોકોને સાથે મળવાનું થશે. તમારા વિરોધીઓ તમને હેરાન કરવાનો મોકો નહીં છોડે. તમે સારા કામમાં આગળ વધશો. રાજકારણમાં કાર્યરત લોકોને સન્માનિત કરવામાં આવશે. તમે તોઇ એવું કામ ના કરતાં જેને કારણે તમને પરિવારજનોની ખરી ખોટી સાંભળવાનો વારો આવે.


તુલા: આજનો દિવસ વાણી અને વ્યવહારમાં મીઠાશ રાખજો. વેપારીઓને લાભ થશે. જો કોઇ ગરીબ વ્યક્તીની મદદ કરવાનો મોકો મળે તો જરુરથી કરજો. તમે તમારા સારા વિચારોથી કાર્યક્ષેત્રે લોકોને પોતાની તરફ આકર્ષિત કરશો. તમે એવું કોઇ કામ ના કરતાં જેને કારણે તમને પરિવારના લોકોની ખરી ખોટી સાંભળવી પડે. તમે તમારા મિત્ર સાથે મનની કોઇ ઇચ્છા અંગે વાત કરશો.


વૃશ્ચિક: આજના દિવસે કોઇ પણ જોખમભર્યુ કામ ન કરતાં. તમારા વધતા ખર્ચા પર નિયંત્રણ રાખજો. નહીં તો સમસ્યા આવી શકે છે. તમારી પારિવારીક જવાબદારીઓ સમયસર પૂરી કરજો. વિદેશમાં રહેતાં પરિવારના કોઇ સભ્ય પાસેથી તમને શુભ સમાચાર મળશે. તમારે વિરોધીઓની વાતોથી દૂર રહેવાની જરુર છે. નહીં તો નૂકસાન થઇ શકે છે. તમને અધિકારીઓનો સંપૂર્ણ સહકાર મળશે.


ધનુ: આજના દિવસે તમારે કોઇ મોટા લક્ષ પર ફોકસ રાખવું પડશે. મિત્રો સાથે તમે કેટલાકં યાદગાર પળ વિતાવશો. અધિકારીની વાતોમાં ના આવતા. તમે લોકોનો વિશ્વાસ જીતી શકશો. તમે તમારી બહુમુખી પ્રતિભાને વધુ નિખારી શકશો. નોકરીયાત વર્ગને કોઇ સારી તક મળી શકે છે. સંતાન પક્ષે કોઇ નિરાશાજનક સમાચાર મળી શકે છે. જરુરી કામોમાં ઢીલ ના રાખતાં નહીં તો તકલીફ થઇ શકે છે.


મકર: ધીરજ જાળવી રાખજો. કોઇ જૂના મિત્રનું આગમન થઇ શકે છે. કોઇ સંપત્તિમાંથી ધનની પ્રાપ્તી થઇ શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. સંયમ રાખજો. નોકરીમાં ખોટાં વિવાદોથી દૂર રહેજો. કપડાંની ખરીદીમાં ખર્ચ વધશે. પરિવારની સમસ્યાઓથી વ્યથીત રહેશો. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડશે. આવક વધશે. ભાઇઓનો સહકાર મળી રહેશે.


કુંભ: આજનો દિવસ ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા રહેવાનો હશે. તમે આત્મવિશ્વાથી ભરપૂર રહેશો. જો કોઇ ધાર્મિક યાત્રા પર જશો તો તમારા સામાનની કાળજી લેજો. નહીં તો તે ખોવાઇ જવાનો અથવાતો ચોરી થવાનો ડર રહેશે. પરિવારના કોઇ સભ્યની સલાહ સૂચથી આગળ વધશો. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમારા વિરોધીઓ તમને હેરાન કરવાની કોઇ કસર નહીં છોડે.


મીન: આજનો દિવસ વેપારીઓ માટે નબળો રહેશે. લેણ-દેણમાં લોકો સામે તમારી વાત જરુરથી મુકજો નહીં તો મૂશ્કેલી આવી શકે છે. જીવનસાથી માટે કોઇ નાના કામની શરુઆત કરશો. પરિવારજનોનો સાથ અને સહકાર મળી રહેશે. તમારે કેટલીક વિપરતી પરિસ્થિતીઓમાં ધીરજ રાખવી પડશે. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. અવિવાહીત લોકો માટે સારા માંગા આવશે. માતાને કરેલો વાયદો પૂરો કરજો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button