રાશિફળ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૮-૯-૨૦૨૪ થી તા. ૧૪-૯-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહમાં માર્ગીભ્રમણ કરે છે. સપ્તાહના પ્રારંભથી, સપ્તાહના અંત સુધી બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તુલા રાશિમાં રહે છે. તા. ૯મીએ વૃશ્ર્ચિક રાશિમાં રહે છે. તા. ૧૧મીએ ધનુ રાશિમાં રહે છે. તા. ૧૪મીએ મકર રાશિમાં આવી સપ્તાહના અંત સુધી અહીં રહે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં તેજીનો વેપાર શક્ય બની રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૮, ૧૩, ૧૪ નોકરીના કામકાજમાં સફળતાસૂચક છે. પ્રવાસ સફળ રહેશે. કાર્યક્ષેત્રે અથાગ પરિશ્રમ જણાય છે. અકારણ નાણાં ખર્ચ ઉપર નજર રાખવી જરૂરી છે. નાણાં આવક જળવાઈ રહેશે. પ્રવાસમાં નવી ઓળખાણો જણાશે. મહિલાઓને કુટુંબના સભ્યનો સહયોગ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસ માટેની તકો પ્રાપ્ત થશે.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરીમાં પરિવર્તનો શક્ય જણાય છે. નોકરીના જૂનાં અધૂરાં કાર્યો પણ પૂર્ણ કરી શકશો. તા. ૯, ૧૦, ૧૧ એકંદરે શુભ પુરવાર થશે. પ્રવાસ દ્વારા નાણાં ઉઘરાણીના કામકાજ સફળ થશે. વ્યક્તિગત પ્રતિષ્ઠામાં ઉમેરો થાય. વેપારની નાણાં આવક વધશે. મહિલાઓને નોકરીના ક્ષેત્રે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ સફળ થતો જણાશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થાય. નોકરી માટે તા. ૯, ૧૧, ૧૨ શુભ જણાય છે. કુટુંબ જીવનના વિશિષ્ટ અનુભવો થાય.. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. વ્યક્તિગત સ્વભાવ કાર્યક્ષેત્રે શક્ય જણાય છે. કુટુંબીજનોમાં મહિલાઓને ગેરસમજણો દૂર કરવાની તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં સફળતા અનુભવશે. નવા અભ્યાસનો પ્રારંભ થાય.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વેપાર લાભદાયી થશે. નોકરી માટે તા. ૧૨, ૧૩, ૧૪ નિર્ણયાત્મક જણાય છે. વેપારની આવક વધશે. મિલકતના નિર્ણયો લઈ શકશો. નાણાં વ્યવસ્થા માટે કુટુંબના સભ્યો સાથેની ગેરસમજણો દૂર થશે. ભાગીદાર સાથેનો મતભેદ દૂર થશે. મહિલાઓના તીર્થપ્રવાસ સફળ રહેશે. અનારોગ્યમાં ઝડપી સુધારો થશે. વિદ્યાર્થીઓને કુટુંબમાં યશસ્વી અનુભવ થાય. કુટુંબીજનોનું પ્રોત્સાહન મેળવશો.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના કામકાજથી નાણાં લાભ મેળવશો. નોકરી ક્ષેત્રે અત્યંત પરિશ્રમ જણાય છે. તા. ૮, ૯, ૧૩, ૧૪ના કામકાજ લાભદાયી પુરવાર થશે. સ્થાવર મિલકતના નિર્ણયો સુખદ બની રહેશે. નવા આવકનાં સાધનો મેળવશો. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ સરળતા જણાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા જણાશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવીન કાર્યપદ્ધતિ દ્વારા વેપાર શક્ય જણાય છે. તા. ૧૦, ૧૧, ૧૨ના નોકરીના કામકાજથી યશ મેળવશો. નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ મેળવશો. વેપારની નાણાં આવક વધશે. બેંક લોન મેળવશો. મહિલાઓને પતિ સાથેના મતભેદોમાં રાહત જણાશે. વિદ્યાર્થીઓના અધ્યયનના કામકાજ નિયમિત બની રહેશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની તક મેળવશો. નોકરીમાં છૂપા હરીફોથી સંભાળવું જરૂરી છે. નોકરીના સ્થળની બદલી શક્ય જણાય છે. તા. ૮, ૧૨, ૧૩ શુભ ફળદાયી જણાય છે. મિલકતના નિર્ણયો સફળ બની રહેશે. વાહન, જગ્યા ઈત્યાદિની ખરીદી શક્ય જણાય છે. મહિલાઓના કુટુંબીજનો સાથેના વિવાદોનો ઉકેલ આવશે. મોસાળપક્ષે સંભાળવું જરૂરી છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં અનુકૂળતા જણાશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં વાયદાના વેપારમાં ગોચરગ્રહો શુભ ફળદાયી જણાય છે. નોકરી માટે તા. ૧૦, ૧૧, ૧૪ શુભ પુરવાર થશે. મિલકતના નિર્ણયોમાં વિલંબ શક્ય હોય સાવધાનીપૂર્વક નિર્ણયો લેવા જરૂરી. વિજાતીય વ્યક્તિ સાથેનો વિવાદ દૂર થશે. કાર્યક્ષેત્રે નાણાં આવકની વૃદ્ધિ થશે. કુટુંબમાં મહિલાઓને નવા પ્રસંગના આયોજનમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓ અધ્યયનની ચીજ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત કરી શકશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણ માટે સફળ તક મેળવશો. નોકરી માટે અપેક્ષિત તકો મેળવશો. નોકરીના ઉપરી અધિકારી તથા સહકાર્યકરોની મદદ મેળવશો. પ્રવાસના આયોજનો સફળ નીવડશે. સગવડતાના આવશ્યક સાધનો મેળવી શકશો. મહિલાઓ કિંમતી ચીજોની ખરીદી કરી શકશે. સ્વાસ્થ્ય જળવાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અધ્યયનના પ્રારંભ માટે અનુકૂળ તકો પ્રાપ્ત થતી જણાશે.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાં રોકાણની તક મેળવશો. તા. ૮, ૯, ૧૦, ૧૧મીએ નોકરીક્ષેત્રે સફળ તકો મેળવશો. સહોદરો સાથેના નાણાં વ્યવહારમાં સંભાળવું જરૂરી છે. મિત્રો સાથેના કામકાજ સફળ પુરવાર થશે. વેપારનો વિકાસ થશે. મુસાફરી લાભદાયી પુરવાર થશે. મહિલાઓના સંતાનના મૂંઝવતા પ્રશ્ર્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને નવા અભ્યાસ માટે સફળ તકો પ્રાપ્ત થતી જણાશે. વિભાગીય પરીક્ષામાં, ઉચ્ચ પરીક્ષામાં સફળતા મેળવશો.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર તથા નવું રોકાણ અનુકૂળ પુરવાર થશે. નોકરી માટે તા. ૧૦, ૧૧, ૧૨ શુભ પુરવાર થશે. નોકરીના સહકાર્યકરો ઉપયોગી પુરવાર થશે. અકારણ નાણાં ખર્ચ શક્ય હોય સાવધાની દાખવવી જરૂરી છે. મિલકત-વાહનની ખરીદી શક્ય જણાય છે. ભાગીદારનો નાણાંનો સહયોગ મેળવશો. મહિલાઓનો ધાર્મિક યાત્રા-પ્રવાસ સફળ થાય. વિદ્યાર્થીઓના આ સપ્તાહના અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના રોકાણના નિર્ણયો અને વેપાર એકંદરે શુભ પુરવાર થશે. મુસાફરી દ્વારા નોકરીના કામકાજ પૂર્ણ કરી શકશો. તા. ૧૨, ૧૩, ૧૪ નોકરી માટે શુભ પુરવાર થશે. નોકરીના અધિકારીનો સહયોગ મેળવશો. મહિલાઓને આ સપ્તાહમાં નબળા સ્વાસ્થ્યની સારવારની સફળ તકો પ્રાપ્ત થતી જણાશે. આરોગ્ય જળવાશે. તીર્થપ્રવાસ સફળ રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના પ્રારંભ માટે અનુકૂળતા જણાશે.

સાપ્તાહિક દૈનંદિની

તા. ૮-૯-૨૦૨૪ થી તા. ૧૪-૯-૨૦૨૪

રવિવાર, ભાદ્રપદ સુદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૮મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૫-૩૦ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. ૠષિ પાંચમ, સામા પાંચમ, સંવત્સરી પર્વ, પંચમી પક્ષ. સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.

સોમવાર, ભાદ્રપદ સુદ-૬, તા. ૯મી, નક્ષત્ર વિશાખા સાંજે ક. ૧૮-૦૩ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં રાત્રે ક. ૧૧-૨૮ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. સૂર્ય છઠ્ઠ, ચંપા છઠ્ઠ, બલરામ જયંતી,લલિતા છઠ્ઠ, કાર્તિક સ્વામી દર્શન, મેલાપાટ (કાશ્મીર), સોમનાથ વ્રત (ઓરિસ્સા), મંથન છઠ્ઠ (બંગાળ), વિંછુડો પ્રારંભ ક. ૧૧-૨૮. શુભ કાર્ય વર્જ્ય છે.

મંગળવાર, ભાદ્રપદ સુદ-૭, તા. ૧૦મી, નક્ષત્ર અનુરાધા રાત્રે ક. ૨૦-૦૩ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. જયેષ્ઠા ગૌરી આહવાન, વિષ્ટિ ક. ૨૩-૧૧ સુધી. શુભ દિવસ.

બુધવાર, ભાદ્રપદ સુદ-૮, તા. ૧૧મી, નક્ષત્ર જયેષ્ઠા રાત્રે ક. ૨૧-૨૧ સુધી, પછી મૂળ. ચંદ્ર વૃશ્ર્ચિકમાં રાત્રે ક. ૨૧-૨૧ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, રાધાષ્ટમી, દુર્વાષ્ટમી, ધરોઆઠમ, મહાલક્ષ્મી વ્રત પ્રારંભ, જયેષ્ઠા ગૌરી પૂજન, વિંછુડો સમાપ્તિ ક. ૨૧-૨૧, વિષ્ટિ ક. ૧૧-૩૩ સુધી. (સવારે ક. ૧૧-૩૩ પછી શુભ દિવસ.)

ગુરુવાર, ભાદ્રપદ સુદ-૯, તા. ૧૨મી નક્ષત્ર મૂળ રાત્રે ક. ૨૧-૫૨ સુધી, પછી પૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. ભાગવત સપ્તાહ પ્રારંભ, અદુ:ખ નવમી, રામદેવપીર નવરાત્રિ સમાપ્તિ, જયેષ્ઠા ગૌરી વિસર્જન, હરિ જયંતી, તલ નવમી (ઓરિસ્સા), ચંદન નવમી (ઉદાસીન સંપ્રદાય), શુભ કાર્ય વર્જ્ય છે.

શુક્રવાર, ભાદ્રપદ સુદ-૧૦, તા. ૧૩મી નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૨૧-૩૫ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૩ સુધી (તા. ૧૪મી), પછી મકર રાશિ પર જન્માક્ષર. શ્રી દયાનંદગિરિ ગુરુ બ્રહ્માનંદગિરિ યાને શ્રી મુંડિયાસ્વામી જન્મજયંતી (સૌરાષ્ટ-ગુજરાત-કચ્છ) સૂર્ય મહાનક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની ક. ૦૯-૩૭. વાહન હાથી (સંયોગીયું છે.) શુભ દિવસ.

શનિવાર, ભાદ્રપદ સુદ-૧૧, તા. ૧૪મી, નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૨૦-૩૨ સુધી, પછી શ્રવણ. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. પરિવર્તિની એકાદશી (કમળકાકડી), પારસી ૨જો અર્દીબહેશ્ત માસારંભ, વિષ્ટિ ક. ૦૯-૪૦ થી ૨૦-૪૧. શુભ દિવસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button