Daily Horoscope Astrology: 30 વર્ષ બાદ શુક્ર અને શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Goody Goody Time… | મુંબઈ સમાચાર

Astrology: 30 વર્ષ બાદ શુક્ર અને શનિની થશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે Goody Goody Time…

જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે તમામ ગ્રહ સમયાંતરે ગોચર કરીને બીજા ગ્રહો સાથે યુતિ બનાવે છે. આ ગ્રહ ગોચરના કારણે તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને માર્ચ 2024માં શુક્ર પણ કુંભ રાશિમાં ગોચર કરીને શનિ સાથે યુતિ કરશે.

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર 30 વર્ષ પછી શુક્ર અને શનિની આ યુતિ થઈ રહી છે, જેની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે પણ તેમ છતાં ત્રણ એવી રાશિઓ છે કે જેમને આ યુતિનો વિશેષ લાભ મળી રહ્યો છે. આ ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે, જીવનમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે… ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે એ ત્રણ ભાગ્યશાળી રાશિઓ…

મિથુન: (Gemini)

Gemini

મિથુન રાશિના લોકો માટે શનિ અને શુક્રની યુતિ લાભકારક સાબિત થઈ રહી છે. આ રાશિના લોકો જે પણ યોજના બનાવશે એમાં એમને સફળતા મળી રહી છે. કરિયર બાબતે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યો છે. આ સમયગાળા દરમિયાન વિદેશયાત્રાના યોગ પણ સર્જાઈ રહ્યા છે.

કુંભ: (Aquarius)

Aquarius

કુંભ રાશિના જાતકો માટે શુક્રની યુતિ શુભ પરિણામો લઈને આવી રહી છે. આ સમયગાળા દરમિયાન પર્સનાલિટીમાં પણ સુધારો થઈ રહ્યો છે. સમાજમાં માન સમ્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. જ્ઞાનમાં વધારો થશે, ભરપૂર આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. કુંભ રાશિના જાતકોની કુંડળીમાં શનિદેવે શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ કર્યું છે. સંપત્તિ, વાહન અને નવા ઘર સહિત અન્ય ભૌતિક સુખ સુવિધા મળી શકે છે. લગ્ન કરવા ઇચ્છુક લોકો માટે લગ્નના સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.

તુલા: (Libra)

Libra

તુલા રાશિના લોકો માટે પણ શુક્ર અને શનિની યુતિ શુભ સાબિત થવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સંતાન માટે નોકરી અને કે વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પણ આ બંનેની યુતિને કારણે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સંબંધિત લેખો

Back to top button