રાશિફળ

ધનના દાતા શુક્રનો થશે ઉદય, આ રાશિના જાતકો થશે માલામાલ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દાનવોના સ્વામી શુક્રનો સંબંધ ધન, સમૃદ્ધિ, સુખ, સૌંદર્ય, પ્રેમ અને આકર્ષણ સાથે જોડવામાં આવ્યો છે. પરિણામે શુક્રની હિલચાલની અસર 12-12 રાશિ પર જોવા મળે છે. 48 કલાક બાદ એટલે કે 17મી માર્ચના શુક્ર ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (15-03-2025): આ ત્રણ રાશિના જાતકોનો શનિવાર રહેશે શુભ, લક્ષ્મી વરસશે

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં શુક્ર મીન રાશિમાં સ્થિત છે અને 17મી માર્ચના શુક્ર આ રાશિમાં ગોચર કરશે. 23મી માર્ચના શુક્ર સવારે 5.49 કલાકે ઉદય થશે. ચાર દિવસ સુધી અસ્ત રહ્યા બાદ ચૈત્ર નવરાત્રિ પહેલાં શુક્રના ઉદય વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને કરિયર, બિઝનેસમાં પ્રગતિ થઈ રહી છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બની રહી છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

Today's Horoscope (15-03-2025)
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું ઉદય થવું ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. આ સમયે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમયે સરળતાથી લોન મળશે. લીડરશિપ ક્વોલિટીમાં સુધારો થશે. આ સમયે તમને કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. લવલાઈફ સારી રહેશે.


મકર રાશિના જાતકોને પણ આ સમયગાળામાં લાભ થઈ રહ્યો છે. બૌદ્ધિક આત્મવિશ્વાસમાંથી મુક્તિ મળી રહી છે. વેપારીઓને નવી તક મળી રહી છે. કોઈ મોટો ફાયદો થઈ રહ્યો છે. જીવનસાથી સાથેના સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે. વૈવાહિક જીવનમાં સુખ-સુવિધાઓ લઈને આવી રહ્યો છે.

Today's Horoscope (15-03-2025)
કુંભ રાશિના જાતકો માટે શુક્રનું ઉદય થવું આર્થિક લાભ લઈને આવી રહ્યું છે. નાણાકીય સ્થિતિ સુધરી રહી છે. આ સમયે તમને પૈસા બચાવવામાં પણ સફળતા મળી રહી છે. કરિયરમાં ઉન્નતિ થઈ રહી છે. બિઝનેસમાં પણ મનચાહ્યો લાભ થઈ રહ્યો છે. પરિવાર સાથે સારો એવો સમય પસાક કરશો. જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button