તુલસી વિવાહ પર શુક્ર બદલશે ચાલ, આ રાશિના જાતકો થશે માલામાલ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

દિવાળી પૂરી થઈ અને તૈયારીઓ શરૂ થઈ દેવ દિવાળીની. દેવ દિવાળી કે જેને આપણે તુલસી વિવાહ તરીકે પણ ઓળખીએ છીએ. આ વખતે દેવ દિવાળી બીજી નવેમ્બરના સેલિબ્રેટ કરવામાં આવશે.
હિંદુ પંચાગ અનુસાર કારતક મહિનાની શુક્લ પક્ષની દ્વાદશી પર તુલસી વિવાહ થાય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ તુલસી વિવાહ ખુબ જ ખાસ રહેશે, કારણ કે આ દિવસે ગ્રહોને સેનાપતિ ગણાતા શુક્ર ગોચર કરી રહ્યા છે.
જ્યોતિષાચાર્યની વાત પર વિશ્વાસ કરીએ તો આ વખતના તુલસી વિવાહ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આ જ દિવસે ગ્રહોના સેનાપતિ શુક્રનું ગોચર થવા જઈ રહ્યું છે.
શુક્ર તુલા રાશિમાં ગોચર કરશે, જેને કારણે માલવ્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તુલસી વિવાહના દિવસથી અમુક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે. ભાગ્યના દરવાજા ખુલી જશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ…
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થવાનું છે. કુંવારા લોકો માટે આ સમયે કોઈ સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. કામના સ્થળે નવા કોન્ટ્રાક્ટ કે પ્રોજેક્ટ હાથમાં આવી શકે છે. પાર્ટનરશિપમાં કામ કરી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. આ સમયે જે પણ પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. સંતાન પાસેથી આ સમયે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો ગેરસમજોને દૂર કરવાનો રહેશે. નવી નવી વસ્તુઓ શીખશો. ઘરમાં સકારાત્મકતાનો અનુભવ કરશો. વિવાહયોગ્ય લોકો માટે આ સમયે સારા સારા પ્રસ્તાવ આવી રહ્યા છે. કામના સ્થળે તમારી વાણી અને વ્યવહાર બંનેથી લોકો પ્રભાવિત થશે. આ સમયે કરિયર અને પારિવારિક જીવનમાં સ્થિરતા આવશે.
મીનઃ

મીન રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યો છે. આ સમયે તમને યાત્રાથી લાભ થઈ રહ્યો છે. વિદેશથી કામ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. પ્રેમજીવનમાં પણ ખુશહાલી રહેશે. આ સમયે જે પણ કામ કરશો એમાં સફળતા મળશે. અટકી પડેલાં કામ પૂરા થશે. દાંપત્ય જીવનમાં શાંતિ અને ખુશીઓનું આગમન થશે.


