આજનું રાશિફળ (29-12-25): મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ આજે રાખવી પડશે સાવધાની, નાનકડી ભૂલ પણ આજે…


મેષ રાશિના જાતકો માટે અઠવાડિયાનો પહેલો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે. બિઝનેસ અને નોકરી કરી રહેલાં જાતકોને પણ આજે લાભ થઈ રહ્યો છે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમને કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આજે તમારે તમારી આસપાસમાં રહેવાં વિરોધીઓ ખાસ સાવધ રહેવું પડશે. આજે તમને તમારા પોતાના લોકોને સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કોઈ મોટું અને લાંબા સમયથી અટકી પડેલું મહત્ત્વનું કામ આજે પૂરું થઈ શકે છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

આજનો દિવસ એકદમ અનુકૂળ રહેશે. આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે દિવસ એસદમ અનુકૂળ રહેશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે લાભ થઈ રહ્યો છે. કોઈ મહત્ત્વના કામમાં મિત્રો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પરિવાર સાથે આજે કોઈ જગ્યાએ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. કુંવારા લોકોની મુલાકાત કેટલાક ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આજે એક પછી લાભની નવી નવી તક સામે ચાલીને આવી શકે છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી વગેરે પ્લાન કરી શકે છે. સંતાનના કરિયરને લઈને આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેવાનો છે. આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. જીવનમાં સ્થિરતા આવશે. આજે તમે તમારી વાણીના પ્રભાવથી લોકોનું દિલ સરળતાથી જિતી શકશો. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. નવો વેપાર કરવાનું વિચારી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો મુશ્કેલી થવાની શક્યતા છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો તેમ જ લાભદાયી રહેવાનો છે. આજે તમે તમારા કામના સ્થળે કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો અને એની અસર તમારા જીવન પર જોવા મળશે. આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ થોડી નબળી રહેશે, પણ કામના સ્થળે સહકર્મચારી અને મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ઘર-પરિવારમાં કોઈ ખાસ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઘરે મહેમાનોની અવરજવર રહેશે અને પરિવારના સભ્યો આજે એમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે તકમારા કામના સ્થળે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો, જેની અસર તમારી લવલાઈફ પર જોવા મળશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે સંપૂર્ણ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે કોઈ જગ્યાએ આજે બહાર ફરવા જવાની યોજના બનાવશો. નવું મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે.

કન્યા રાશિના જાતકાનો માટે આજનો દિવસ થોડો કપરો રહેશે. આજે તમારું મન કોઈ વાતને લઈને અશાંત રહેશે. પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને પણ આ સમયે થોડું નુકસાન કે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે પરિવારના કોઈ સભ્યના વ્યવહારથી તમને નુકસાન થવાની શક્યતા છે. આજે પરિસ્થિતિ તમારાથી એકદમ વિપરીત રહેશે. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગશે અને તમે એની એ માગણી પૂરી કરવામાં અસમર્થ રહેશો. જીવનસાથી સાથે પણ કોઈ મુદ્દે આજે ખટપટ થઈ શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે અને તમે પરેશાન રહેશો. આજે કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આજે કોઈ ખાસ કામ માટે તમારે વિરોધીઓ સામે નમતું ઝોખવું પડી શકે છે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે મન ચાહ્યો લાભ થવાની શક્યતા છે. આજે કોઈ નવું કામ શરૂ કરવા માટે દિવસ એકદમ અનુકૂળ રહેશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી શકો છો. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા સતાવી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો આજે પોતાના સ્વાસ્થ્યને કારણે થોડા પરેશાન રહી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા તમારા માનસિક તાણનું કારણ બનશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે તેમના કામમાં પાર્ટનરનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે કોઈ મોટું કામકાજ તમે શરૂ કરી શકો છો. કામમાં આજે અવરોધ ચોક્કસ આવશે, પણ તમારે ધીરજથી કામ લેવું પડશે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત થઈ શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે.

આજનો દિવસ તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી રહેશે. મન પ્રસન્ન રહેવાથી આસપાસનું વાતાવરણ પણ હળવું લાગશે. લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂર્ણ થવાની પ્રબળ શક્યતા છે. જો તમે કોઈ નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આજનો દિવસ ઉત્તમ છે. આજે કોઈ જૂના મિત્ર કે સાથીદાર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન કે સગાઈ નક્કી થવાના યોગ છે. જીવનસાથીનો પૂરો પ્રેમ અને સહયોગ મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ તમારી તરફેણમાં રહેશે. કોઈને કોઈ વચન આપ્યું હશે તો તે તમારે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

મકર રાશિના જાતકોએ આજે શારીરિક અને માનસિક રીતે ઘણી દોડધામ કરવી પડી શકે છે. દિવસ વ્યસ્ત રહેશે, પરંતુ અંતે પરિણામ સંતોષકારક મળશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે તમારે સખત પરિશ્રમ કરવો પડશે. વ્યાપારમાં ભાગીદારો અને સહકર્મીઓનું વર્તન સહયોગી રહેશે. જો આર્થિક મુશ્કેલી હશે, તો મિત્રોની મદદથી તેનો ઉકેલ આવશે. ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનથી ખુશીઓ આવશે. સંતાન પક્ષે પણ સારા સમાચાર મળી શકે છે. આજે કોર્ટ-કચેરીના કેસમાં ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે.

સામાન્ય સ્થિતિ: તમારો આજનો દિવસ ખૂબ જ પ્રગતિકારક રહેશે. તમે જે પણ કાર્ય કરવાનું વિચાર્યું હશે, તેમાં સફળતા મળશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. વેપારમાં મોટી સફળતા મળવાના યોગ છે. જૂના અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી અને ફાયદાકારક ભાગીદારી થઈ શકે છે. બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્ય થોડું નરમ-ગરમ રહી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી, અકસ્માતનો ભય છે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. મોસાળ પક્ષ તરફથી આજે તમને સારો એવો લાભ થઈ રહ્યો છે.

મીન રાશિના જાતકોએ આજે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. તમે જે કામ માટે મહેનત કરી રહ્યા છો, તેમાં છેલ્લી ઘડીએ વિઘ્ન આવી શકે છે. વિરોધી પક્ષ આજે સક્રિય રહેશે અને તમારા કાર્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. સહકર્મીઓ સાથે નાની બાબતે વાદ-વિવાદ થવાની શક્યતા છે. વેપારમાં મંદી અનુભવાય. સંપત્તિને લઈને પરિવારમાં મતભેદ કે તણાવ પેદા થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ માનસિક તણાવને કારણે થાક અનુભવાશે. કામની વ્યસ્તતા વચ્ચે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.


