રાશિફળ

આજનું રાશિફળ (29-06-25): મકર અને મીન સહિત આ ચાર રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સંયમથી કામ લેવાનો દિવસ રહેશે. આજે તમારે તમારા ખર્ચને લઈને યોજના બનાવવી પડશે. આજે કોઈ પણ કામ થોડી સમજદારી દેખાડશો તો જ પૂરા થશે. આજે કોઈ કામ પૂરું કરવામાં સમસ્યા આવી રહી હતી તો એ પણ દૂર થશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. કોઈ કામ માટે આજે તમને પુરસ્કાર વગેરે મળી શકે છે. માતા-પિતાનો સ્નેહ મળશે. કોઈ જૂની ભૂલથી આજે તમારે બોધપાઠ લેવી પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. આજે તમારી આવક વધવાથી તમારી ખુશીનો પાર નહીં રહે. જો કોઈ સમસ્યાને લઈને પરેશાન હતા તો આજે એ સમસ્યા પણ દૂર થશે. આજે તમારું કોઈ જૂનું દેવું ચુકતે થશે. ઘરની કેટલીક જરૂરી વસ્તુ ખરીદવા પર આજે ધ્યાન આપશો. પરિવારમાં ચાલી રહેલો કલહ આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. આજે વિના કારણ ગુસ્સો કરવાનું ટાળો. માતા-પિતાના આશિર્વાદથી આજે અટકી પડેલું કામ પૂરું થશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. કામના સ્થળે તમારા પર તાણ વધતાં તમે થોડા પરેશાન રહેશો. આજે કોઈ પણ વાતને લઈને લાપરવાહી ના દેખાડો. આજે બોસ તમને કોઈ કામ માટે પુરસ્કાર આપી શકે છે. નોકરીને લઈને પરેશાન હશો તો એ સમસ્યા પણ દૂર થશે. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. જો કોઈ જગ્યાએ પ્રવાસ પર જાવ તો કિંમતી સામાનનું ધ્યાન રાખો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી શકે છે. ખર્ચને લઈને યોજના બનાવો, નહીં તો આર્થિક સ્થિતિ ડામાડોળ થશે. આજે કોઈ કામ માટે કોઈ પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા હતા તો તે સરળતાથી મળી જશે. આજે કોઈ મિત્રની મદદ લેવી પડશે અધૂરા કામ પૂરા કરવા પડશે. કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું ટાળો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ કરાવનારો રહેશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આજે તમે તમારા ઉર્જાને સાચા કામમાં લગાવશો તો તમારા માટે સારું રહેશે. કોઈ મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેશો. સંતાનને કોઈ નવા કાર્યક્રમમાં એડમિશન અપાવશો. આજે કોઈ જૂની ભૂલમાંથી બોધપાઠ લેવો પડશે. બિઝનેસ માટે આજે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. પરિવારમાં માહોલ ખુશનુમા રહેશે. કામના સ્થળે આજે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આજે તમે અટકી પડેલાં કામને લઈને અનુભવી કે ઉપરી અધિકારી સાથે વાત કરશો. મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો. શારીરિક સમસ્યાઓને લઈને આજે બિલકુલ દુર્લક્ષ ના કરશો. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવું પડશે. પરિવાર સાથે સમય પસાર કરશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો રહેશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. જીવનસાથી સાથે આજે સંબંધોમાં કડવાશ આવી હશે તો તે પણ દૂર થશે. સંતાન પાસેથી આજે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. આજે વિના કારણ કોઈના પણ મામલામાં બોલવાનું ટાળો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મનચાહ્યા પરિણામો મળશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે કોઈ નવું કામ શરૂ કરવા અનુકૂળ રહેશે. આજે તમને મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે તમારું કોઈ પણ કામ બીજાના ભરોસા પર ના છોડો. પાર્ટનરશિપમાં કામ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. વાણી પર સંયમ રાખો. રાજકારણમાં આજે તમને સફળતા મળશે. આજે તમને લોકોની ભાવનાઓનું સન્માન કરવું પડશે. આજે તમારામાં પરસ્પર સહયોગની ભાવના જોવા મળશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતા અપાવનારો રહેશે. આજે કોઈ નવા પદની પ્રાપ્તિ થતાં માહોલ ખુશનુમા રહેશે. આજે કોઈ જૂના મિત્ર સાથે લાંબા સમય બાદ મુલાકાત થશે. દાંપત્યજીવનમાં આજે મિઠાશ જળવાઈ રહેશે. સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. આજે કોઈ વિરોધી તમને પરેશાન કરશો. મનની ઈચ્છા પૂરી થશે. સંતાન પાસેથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. આજે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકશો તો તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં બિલકુલ ઢીલ ના આપવી જોઈએ. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે ઉપરી અધિકારીઓની કૃપા રહેશે. આજે તમે પોતાના કામની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ પૂરેપૂરું ધ્યાન આપવું પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સૂઝબૂઝથી આગળ વધવાનું રહેશે. આજે કોઈ કામને પૂરું કરવામાં તમને સમસ્યા આવી રહેશે તો એના માટે ભાઈ-બહેનનની મદદ લેશો. આજે તમે તમારી જવાબદારીઓ પર ખરા ઉતરશો. પરિવારમાં આજે કોઈ મહેમાનનું આગમન થશે, જેને કારણે તમારી મન ખુશ થશે. આંખો સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના તરફ દુર્લક્ષ ના કરો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. કરિયરમાં નવી નવી ઊંચાઈઓ હાંસિલ કરશો. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા મળશે. આજે તમારે પોતાના કામથી સમય કાઢીને અહીંયા ત્યાં સમય પસાર કરવાનું ટાળવું જોઈએ. જીવનસાથી માટે નવા કપડાં કે ઘરેણાં ખરીદશો. આજે તમારા અટકી પડેલાં પૈસા પાછા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ બીજાના મામલમાં વિના કારણ બોલવાનું ટાળો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button