આજનું રાશિફળ (25-09-25): બે રાશિના જાતકોએ આજે રહેવું પડશે ખાસ સાવધ, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે. કામના સ્થળે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આજે તમારી અંદર એક્સ્ટ્રા એનર્જી રહેશે અને તમારે આજે એ એનર્જીને અહીંયા ત્યાં ના વેડફવી જોઈએ. આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમમાં સહભાગી થવાનો મોકો મળશે. આજે પરિવારનો કોઈ સદસ્ય નોકરીને કારણે પરેશાન રહેશે. હરવા-ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાની તક મળશે.

વૃષભ રાશિના જાતકોએ આજે કોઈ પણ કામ કરતી વખતે નિયમો પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. રાજકારણમાં થોડું સમજી વિચારીને આગળ વધવું હિતાવહ રહેશે. આજે કામના સ્થળે બોસની કહેલી કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે. માતાજી આજે તમારી કોઈ વાતનો વિરોધ કરશે, એટલે તમારે તમારી બુદ્ધિનો પ્રયોગ કરીને કામ કરવા પડશે. આજે કોઈની વાતમાં આવીને બિઝનેસમાં મોટું જોખમ લેવાનું ટાળો. તમારી અંદર ભાઈચારાની ભાવના જોવા મળશે. પ્રગતિના માર્ગ પર આગળ વધશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારે કોઈના કામમાં વિનાકારણ બોલવાથી બચવું પડશે. ઘરના રિનોવેશન વગેરેનું કામ હાથ ધરશો. જીવનસાથીને કોઈ જગ્યાએ લોન્ગ ડ્રાઈવ પર લઈ જવાની યોજના બનાવશો. આજે તમારા ખર્ચા તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે, પણ તેમ છતાં તમારે એ કરવા પડશે. પરિવાર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરશો. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુ માંગી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ લીડરશિપ ક્વોલિટીને નિખારવાનો રહેશે. આજે તમે બહારની સાથે સાથે ઘરના કામ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો. પરિવારના સભ્યો કોઈ મહેમાનનું આગમન થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કોઈ પાસેથી વાહન માંગીને ચલાવવાથી બચવું પડશે. કોઈ વાતને લઈને બિલકુલ અહંકારમાં ના રહેવું જોઈએ. આજે કોઈ પાસેથી કર્જ લીધું હશે તો તે ઉતારવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. આજે તમે તમારા કામને લઈને કોઈ ફેરફાર કરશો તો તે તમારા માટે સારો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકો આજે કોઈ પાસેથી કોઈ મહત્ત્વની માહિતી મેળવવાનો પ્રયાસ કરશો. વાહનના સમારકામ પાછળ ખૂબ જ ખર્ચ થશો. આજે કોઈ જગ્યાએ યાત્રા પર જવું હશે તો તમારે ખાસ સાવધાની રાખવી પડશે. આજે તમારે તમારી લાભની ભાવના પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. તમારું મન અહીંયા ત્યાંના કામમાં લાગશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક-ઠાક રહેવાનો છે. આજે પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે. તમારે તમારા ખર્ચાનો હિસાબ-કિતાબ રાખવો પડશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થતાં આજે તમારી ખુશીનો પાર નહીં રહે. તમારે તમારા મનમાં આજે કોઈ માટે ઈર્ષાનો ભાવ ના રાખવો જોઈએ. કામના સ્થળે તમારે તમારા આંખ કાન ખુલ્લા રાખવા પડશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વિવિધ ક્ષેત્રે સારું પ્રદર્શન કરવાનો રહેશે. આજે તમારે તમારી ખાનગી બાબતોમાં સલાહ લેવાથી બચવાનો રહેશે. આજે તમારી જૂની ભૂલ પરથી પડદો ઉઠી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોએ ખૂબ જ સાવધાની રાખવાનો રહેશે. વિદ્યાર્થીઓને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. આજે તમે તમારી આસપાસના લોકોનો ભરોસો કરવાથી બચવાનો રહેશે. પરિવારનો કોઈ સદસ્ય આજે નોકરી માટે બહાર જઈ શકો છો.

આજે તમારી ઉપર કામનો દબાણ વધતાં તમારું મન પરેશાન રહેશે. પારંપારિક કાર્યથી આજે જોડાવવાનો મોકો મળશે. પ્રતિસ્પર્ધાનો ભાવ આજે તમારા મનમાં રહેશે. આજે કોઈ કામ માટે તમારે થોડી મુશ્કેલી પડી શકે છે. સંતાન સાથે કોઈ મુદ્દે આજે વિના કારણ બોલાચાલી થઈ શકે છે. આજે તમે તમારે સૂઝબૂઝથી તમારા કામ પૂરા કરવા પડશે. આજે વિરોધીઓ તમારી સામે કોઈ ષડયંત્ર રચી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-શાંતિથી ભરપૂર રહેવાનો છે. આજે તમારો આત્મવિશ્વાસ વધારે મજબૂત બનશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તમારે શાંત રહેવાની જરૂરી છે. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે, જેને કારણે તમારી પરેશાનીમાં વધારો થશે. કોઈ નવા કામની શરૂઆત માટે આ સમય અનુકૂળ છે. નવા મિત્રો બનાવશે. આજે બોસ તમારા કામથી ખૂબ જ ખાશ રહેશે. પ્રમોશન અને પગાર વધારો મળશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બીજાનો સંપૂર્ણ સાથ-સહકાર મેળવવાનો રહેશે. મનની કોઈ ઈચ્છા પૂરી થશે. આજે તમારી સાખ અને સન્માનમાં વૃદ્ધિ થશે. પૈતૃક સંપત્તિમાં વૃદ્ધિ થશે. તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. આજે તમારે તમારી આસપાસના લોકોને ઓળખવાની જરૂરી છે. ઘરમાં કોઈ ફેરફાર કરવાની યોજના બનાવશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમને મનચાહ્યો લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે કંઈક નવું કરવાનો પ્રયાસ થશે. આજે તમને સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. વિવિધ ક્ષેત્રમાં તમને જોડાવવાનો મોકો મળશે. કોઈની પણ બાબતમાં આજે તમારે બોલતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. માતાજી સાથે કોઈ વાતે વિવાદ કે બોલાચાલી થઈ શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરી કામ પર ધ્યાન આપવાનો રહેશે. આજે કામના સ્થળે કોઈ પડકારનો સામનો કરવો પડશે, કારણ કે કોઈ એવું કામ તમને મળી શકે છે જેને કારણે તમારે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવશે. કોઈ અજાણ્યા લોકો સાથે સલાહ લેતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને તેના પર અમલ કરશો. આર્થિક બાબતો પર આજે તમારે સ્પષ્ટતા રાખવી પડશે, નહીં તો તમારી પૈસા અટવાઈ શકે છે.
આ પણ વાંચો…ત્રણ દિવસ બાદ શુક્ર અને બુધ બનાવશે ખાસ યોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…