રાશિફળ

આજનું રાશિફળ (21-12-25): આજે રવિવારનો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…

મેષ રાશિના જાતકો આજે રવિવાર હોવાને કારણે આરામના મૂડમાં રહેશે. મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે. વેપારી વર્ગ માટે આજે ઉઘરાણીના નાણાં પરત મળવાની શક્યતા છે. નવી યોજનાઓ પર વિચાર કરી શકો છો. પરિવાર સાથે પિકનિક કે બહાર જમવા જવાનો પ્લાન બની શકે છે. બાળકો તરફથી ખુશી મળશે. તબિયત સારી રહેશે, પરંતુ વધુ પડતા તળેલા ખોરાકથી દૂર રહેવું. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો. સંતાનને આજે તમે કોઈ વચન આપ્યું હશે તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

વૃષભ રાશિના જાતકો આજે ઘરની સજાવટ અથવા લાંબા સમયથી અટકેલા ઘરના કામોમાં વ્યસ્ત રહેશો. માનસિક સુખ મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. ખર્ચ પર થોડો કાપ મૂકવો જરૂરી છે. જીવનસાથી સાથે ગહન ચર્ચા થઈ શકે છે જે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. ભાઈ-બહેનોનો સાથ મળશે. ગળામાં થોડી ખરાશ અનુભવી શકો છો. ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે ચોક્કસ સમય કાઢવો પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. વાણીમાં મધુરતા રાખવી, નહીંતર નજીકના મિત્રો સાથે ખટપટ થઈ શકે છે. નોકરી કરતા લોકોએ આવતીકાલના કામનું આયોજન આજે જ કરી લેવું જોઈએ. આર્થિક રીતે દિવસ સામાન્ય છે. પ્રેમ સંબંધોમાં નાની નાની વાતોને મહત્વ ન આપવું. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. માનસિક થાક વર્તાશે, પૂરતો આરામ લેવો. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં પણ આજે મજબૂતી આવી રહી છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડું ભાવનાત્મક સંતુલન બગાડશે. આજે તમે લાગણીમાં વહી જઈને કોઈ મોટો નિર્ણય ન લેવો. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવું. બચત પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરના વડીલો સાથે સમય પસાર કરવાથી નવી શીખ મળશે. છાતીમાં જકડાઈ જવાની સમસ્યા થઈ શકે છે, ઠંડીથી બચવું. દૂર રહેતાં કોઈ સંબંધીના યાદ સતાવશે, અને તમે એને મળવા માટે જશો. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓનું સપનું સાકાર થઈ રહ્યું છે.

સિંહ રાશિના જાતકો પર આજે રવિવારના દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવની વિશેષ કૃપા રહેશે. તમારો પ્રભાવ વધશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે. રાજકારણ અને પ્રશાસન સાથે જોડાયેલા લોકો માટે સફળતાનો દિવસ છે. આર્થિક લાભના મજબૂત યોગ છે. જીવનસાથીના નામે કરેલું રોકાણ ફળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો. રોજબરોજના જીવનમાં તમારે કસરતનો સમાવેશ કરવો જોઈએ. કુંવારા લોકોના જીવનમાં ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની સૂઝબૂઝથી આસપાસની પરિસ્થિતિમાંથી બહાર આવવું પડશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થશે અને એને કારણે તમારા ખર્ચમાં વધારો થશે. આજે તમે ખૂબ જ વ્યવહારુ રહેશો. કોઈ અજાણી વ્યક્તિની મદદ કરવાથી આત્મસંતોષ મળશે. ઓનલાઈન બિઝનેસ કરતા લોકો માટે સારો નફો થવાની સંભાવના છે. ખર્ચનું સંતુલન જળવાશે. લગ્નજીવનમાં રોમાંચ વધશે. જૂના સંબંધીઓ સાથે ફોન પર વાતચીત થશે. પાચનશક્તિ નબળી પડી શકે છે, હળવો ખોરાક લેવો. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને ગંભીરતાથી કોઈ પણ કામમાં આગળ વધવાનો રહેશે. કલા અને સંગીત ક્ષેત્રના લોકો માટે આજનો દિવસ સર્જનાત્મક રહેશે. નવી ઓળખાણ ભવિષ્યમાં કામ આવશે. મોજ-શોખ પાછળ ખર્ચ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા આવવાની રાહ જોવી પડશે. લવ લાઈફમાં નવો વળાંક આવશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. આંખોમાં બળતરા કે થાક અનુભવાય. મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો. લાંબા સમય બાદ આજે કોઈ મિત્ર સાથે તમારી મુલાકાત થશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજે તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું પડશે, નહીં તો તેઓ તમને નુકસાન પહોંચાડશે. તમારી યોજનાઓ કોઈને કહેવી નહીં. ધૈર્યથી કામ લેવું. જમીન-મકાનના સોદામાં લાભ થઈ શકે છે. નોકરીમાં ટાર્ગેટ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે છે. સંતાનોની કારકિર્દીને લઈને કોઈ મહત્વનો નિર્ણય લઈ શકો છો. જીવનસાથીનો પૂરો સાથ મળશે. ત્વચાને લગતી કોઈ એલર્જી થઈ શકે છે અને એ માટે તમારે ડોક્ટરની મુલાકાત લેવી પડી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ જાગશે. વિદેશથી કોઈ ઓફર અથવા લાભ મળવાના યોગ છે. આર્થિક રોકાણ માટે દિવસ અનુકૂળ છે. પિતા સાથેના સંબંધો સુધરશે. કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લેવાનો અવસર મળશે. ઘૂંટણ કે સાંધાના દુખાવામાં રાહત મળશે. વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. માતા-પિતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો.

મકર રાશિના જાતકોએ આજે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવી રાખવું પડશે. આજે તમારે કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવાની જરૂર છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવું. વ્યવસાયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ ફાયદો કરાવશે. બેંકિંગ કામકાજમાં સાવધાની રાખવી. ઘરના વાતાવરણમાં થોડી ગંભીરતા રહી શકે છે. મૌન રહીને વિવાદ ટાળવો શ્રેષ્ઠ છે. આજે પૂરતી ઊંઘ ન લેવાને કારણે ચીડિયાપણું અનુભવાશે. પરંતુ તમારે તમારું મગજ શાંત રાખીને કોઈ પણ કામમાં આગળ વધવું પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાના કામ કરીને નામ કમાવવાનો રહેશે. આજે તમારા મિત્ર વર્તુળમાં વધારો થશે. જરૂરિયાતમંદોને મદદ કરવાથી માન-સન્માનમાં વધારો થશે. જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે. અચાનક મુસાફરીના યોગ બની રહ્યા છે. પાર્ટનર સાથે મતભેદ દૂર થશે. સાંજે મિત્રો સાથે પાર્ટી કે મનોરંજનના યોગ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પણ તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને તમે એમાં હસી-ખુશી ભાગ લેશો.

મીન રાશિના જાતકો માટે રવિવારનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમારી કલ્પનાશક્તિમાં વૃદ્ધિ થશે. લેખકો અને કલાકારો માટે આજનો દિવસ સર્વોત્તમ છે. અટકેલા કામો ગતિ પકડશે. સરકારી કામોમાં સફળતા મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. ઘરમાં કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. લગ્નજીવનમાં મધુરતા અને રોમાંચ રહેશે. શરદી-ઉધરસથી સાવધ રહેવું. દેશી ઉકાળાઓનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આજે તમે પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button