આજનું રાશિફળ (21-09-25): આજે સર્વપિતૃ અમાસનો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની લાગણી પર કન્ટ્રોલ રાખવાનો રહેશે. આ સમયે તમારું મન વધી રહેલાં ખર્ચને કારણે વધારે પરેશાન રહી શકે છે. આર્થિક સ્થિતિ પણ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. મિત્રો સાથે તમે આનંદમાં સમય પસાર કરશો. કરિયરની દ્રષ્ટિએ આ સમયગાળામાં ખૂબ જ સારી એવી પ્રગતિ થઈ રહી છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે લાભ કરાવનારો રહેશે. આજે તમે તમારી જૂની નોકરી બદલી શકો છો. નવા કામની શરૂઆત માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે અને એને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ શોપિંગ વગેરે પર જવાનો પ્લાન બની શકે છે. આજે તમને દૂર રહેતાં કોઈ સંબંધીઓ પાસેથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ-ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે કામને કારણે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે. તમારું કોઈ કામ પૂરું નહીં થતાં આજે તમારી ચિંતમાં વધારો થશે. વાહન ચલાવતી વખતે આજે ખાસ સાવધાની રાખવી પડશે. વાણી અને વર્તન પર નિયંત્રણ રાખશો તો તમારા માટે સારું રહેશે. પરિવારમાં કોઈ વાતને કારણે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પારાવાર પરિશ્રમ કરવાનો રહેશે. આજે વધારે પડતી ભાગદોડ કરવી પડી શકે છે. સ્વાસ્થ્યમાં આજે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં આજે તમને કોઈ દુઃખદ સમાચાર સાંભળવા મળશે. વેપારમાં કોઈ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે આ સમય એકદમ અનુકૂળ છે. માતા-પિતાના આશિર્વાદ લઈને આજે કોઈ કામ કરશો તો તમારા માટે સારું રહેશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સંતાનની સ્વાસ્થ્યને લઈને ચિંતા કરાવનારો રહેશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટેના પ્રયાસો વધારે ઝડપી બનાવવા પડશે. પારિવારિક તાણને કારણે આજે તમારી પરેશાનીઓમાં વધારો થઈ રહ્યો છે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારી એનર્જીમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થતાં આજે તમે ખૂબ જ સારી રીતે કામ કરી શકશો.

કન્યા રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે, તેમના કારોબારમાં વૃદ્ધિ થઈ રહી છે. તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે આજે તમને પરિવારના સભ્યનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારું કોઈ કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથી આજે તમને ખુશ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે અને એના પ્રયાસોમાં તેમને સફળતા મળશે. બિઝનેસ એક્સ્પાન્શનના યોગ પણ બની રહ્યા છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. મિત્રો સાથે સુંદર સાંજ પસાર કરશો. આજે તમને પૈસાનું મહત્ત્વ સમજાશે અને એના આધારે જ તમે પૈસાનું રોકાણ વગેરેનું પ્લાનિંગ કરશો. આજે પાર્ટનરનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કોઈ મહત્ત્વના કામમાં આજે જીવનસાથીની સંપૂર્ણ મદદ વગેરે મળી રહી છે. પૈસા બચાવવામાં પણ આજે તમને સફળતા મળશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પોતાના દ્રષ્ટિકોણથી પોતાની આસપાસના લોકોને પ્રભાવિત કરશે. આજે બીજાની વાતમાં આવીને રોકાણ કરવાથી બચો, નહીંતર નુકસાન થઈ શકે છે. આજે મહત્ત્વના કામને ટાઈમ નહીં આપવો અને અહીંયા ત્યાંની વાતોમાં સમય પસાર કરશો તમને એના પરિણામો ભોગવવા પડશે. જીવનમાં સકારાત્મ ઊર્જાનો સંચાર થશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે.

ધન રાશિના જાતકો માચે આજનો દિવસ વિના કારણ તાણ લેવાથી બચવાનો રહેશે. આ સમયગાળામાં આ રાશિના જાતકો માટે આર્થિક લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. વૈવાહિક જીવનમાં ખુશહાલીઓ આવશે અને પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો. આજે પરિવારના સભ્યો તરફથી તમને કોઈ સરપ્રાઈઝ વગેરે મળી શકે છે. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. સંતાન પાસેથી સારા સમાચાર સાંભળવા મળશે.

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે એનર્જીમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે અને તમે આ એનર્જીનો ઉપયોગ સારા કામમાં લગાવવી પડશે. આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર ણળી રહ્યો છે. જીવનસાથીની કેટલીક વાતોને કારણે આજે તમને માનસિક તાણનો સામનો કરવો પડશે. વેપારીઓ આજે કોઈ નવી પાર્ટનરશિપની દિશામાં આગળ વધશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે પૈસાને કારણે તમારું મન થોડું ચિંતિત રહેશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. આજે પ્રગતિના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે તેને સારી રીતે પૂરી કરશે.

મીન રાશિના જાતકોનું મન આજે પરેશાન રહેશે. આજે તમારે ખૂબ જ ધીરજથી કામ લેવું પડશે. વિના કારણ ગુસ્સો કરવાથી આજે બચવું પડશે. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. શૈક્ષિણક કાર્યમાં આજે તમને સફળતા મળી રહી છે. રોકાણના નવા નવા સ્રોત ખૂલી રહ્યા છે. વેપારીઓને આજે પૈસા ભેગા કરવામાં સફળતા મળી રહી છે. સંતાન તરફથી કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે. મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.
આ પણ વાંચો: વર્ષનું બીજું અને છેલ્લુ સૂર્ય ગ્રહણ, ત્રણ રાશિના જાતકોની વધશે મુશ્કેલીઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?