રાશિફળ

આજનું રાશિફળ (20-11-25): મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ આજે રાખવી પડશે ખાસ સાવધાની, નહીં તો થશે ધનહાનિ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીકઠાક રહેશે. ઓફિસમાં આજે તમારા પર કામનો બોજો વધી શકે છે અને એના માટે ઓવર ટાઈમ કરવું પડી શકે છે. આજે નજીકના કોઈ વ્યક્તિ પાસેથી એવી સલાહ મળશે, જેને કારણે તમને પારાવાર ફાયદો થશે. માતાજી આજે તમારા માટે કંઈ મીઠું ખાવાનું બનાવી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું આજે ખાસ ધ્યાન રાખવું પડશે. જીવનસાથી આજે જીવનસાથી તરફથી તમને કોઈ ભેટ-સોગાદ મળી શકે છે. લાંબા સમય બાદ જૂના મિત્ર સાથે આજે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોની કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેવાનો છે. આજે લોકો તમારા કામની પ્રશંસા કરશે. આજે તમે સફળતાની દિશામાં એક પછી એક ડગલાં ભરશો. વિદ્યાર્થીઓએ આજે પોતાના કોઈ લક્ષ્યને હાંસિલ કરવા માટે એકાગ્રતા અને ગંભીરતાથી વિચાર કરવો પડશે. બિઝનેસ કરી વેપારીઓને આજે કોઈ મોટો નફો થઈ શકે છે. પિતા પાસેથી આજે કોઈ નવી વાત શિખવાનો મોકો મળશે. આજે તમને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ પાછી મળશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. ભાઈ-બહેનના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. આજે બિઝનેસને આગળ વધારવા માટે તમે કોઈ યોજના બનાવી હશે તો તે સરળતાથી આગળ વધશે. પારિવારિક બાબતો આજે વડીલો કે મોટાઓની વાત સાંભળવી તમારા માટે સારું રહેશે. આજે મિત્રોની વાતમાં આવીને કોઈ જગ્યાએ પણ રોકાણ કરતાં પહેલાં ખૂબ જ વિચાર કરો. બેંકમાં કામ કરી રહેલાં લોકોના કામ આજે ઝડપથી પૂરા થઈ રહ્યા છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે તેને સારી રીતે પૂરી કરશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશહાલી લઈને આવી રહ્યો છે. વેપાર કરી રહેલાં વેપારીઓની યોજનાઓ સફળ થશે અને એને કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. મિત્રો સાથે આજે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. આજે કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં વડીલોની સલાહ લેવી ખૂબ જ આવશ્યર છે. કોઈ પારિવારિક વિખવાદમાં આજે માતા-પિતા કે વડીલોની સલાહ લેશો તો તમારા માટે સારું રહેશે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થશે. સાંજે ભાઈ-બહેન સાથે મસ્તી કરતાં સમય પસાર કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેવાનો છે. આજે કોઈ સાથે પણ મિત્રતા કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. ઘરમાં આજે કોઈ વસ્તુનું સમારકામ વગેરે કરાવી શકો છો. જીવનસાથી માટે આજે કોઈ સરપ્રાઈઝ પ્લાનિંગ કરશો. સંતાન આજે તમારી કહેલી દરેક વસ્તુ માનશે, પણ તમારે એની સંગત પર ખાસ ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. માતા આજે તમને કોઈ જવાબદારી સોંપશે. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને એને કારણે મહેમાનોની અવરજવર રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી ભરપૂર રહેવાનો છે. આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે સારી રહેશે. પિતાજી આજે તમારા બિઝનેસ માટે ફંડિંગ આપશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. તમારા આત્મવિશ્વાસમાં આજે વધારો થઈ રહ્યો છે. આજે તમે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે વડીલોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. શેરબજારમાં રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે સારી રીતે પૂરી કરશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આજે તમારે મોટી સફળતાના ચક્કરમાં નાની નીની સફળતાઓ તરફ દુર્લક્ષ ના કરવું જોઈએ. નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ પોતાના કામ ખૂબ જ ધ્યાનથી કરવાનો રહેશે. આજે તમે તમારી જવાબદારીઓને ખૂબ જ ધ્યાનથી પૂરી કરશો. પ્રોપર્ટી વગેરેમાં ડીલ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. કોઈ જગ્યાએ જો પૈસા અટવાયા હશે તો તે પણ પાછા મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા કામ પૂરા થશે.

આ રાશિના જાતકોને આજે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારા વડીલો દ્વારા કહેલી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળવી પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે મન ચાહ્યો નફો થતાં તેમની ખુશીનો પાર નહીં રહે. રાજકારણમાં આગળ વધવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે, કારણ કે આજે ખાસ વ્યક્તિઓ સાથે તમારી મુલાકાત થશે. ઘર માટે તમે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદી શકો છો. જીવનસાથીના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. આજે કરિયરને ઉંચાઈ પર લઈ જવાના તમારા તમામ પ્રયાસો સફળ થઈ રહ્યા છે. સંતાનની સફળતા જોઈને આજે તમે ખૂબ જ ખુશ થશો. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને આજે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. જીવનસાથી સાથે આજે તમે ક્વોલિટી ટાઈમ પસાર કરશો. મોસાળ તરફથી આજે આર્થિક લાભ થઈ રહ્યો છે.

મકર રાશિના જાતકોને આજે કામના સ્થળે મનચાહી સફળતા મળશે. આજે પારિવારિક બાબતોમાં તમારે શાંતિ અને ધીરજથી નિર્ણય લેવા પડશે. સમાજમાં આજે તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એના માટે સિનિયર્સ અને શિક્ષકની મદદ લેવી પડશે. આજે તમારા તમારા જરૂરી દસ્તાવેજોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. કામના સ્થળે તમારા પ્રયાસોની પ્રશંસા થશે.

આ રાશિના નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર સાપડશે. પગાર વધારો કે પ્રમોશન થવાના યોગ પણ બની રહ્યા છે. પિતાજી આજે તમને તમારા કામમાં સાથ આપશે. પરિવાર અને મિત્રો સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે તમે તમારી સૂઝબૂઝથી ગમે એવી મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી જશો. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગી શકે છે. તમારી આસપાસનો માહોલ આજે ખૂબ જ ખુશનુમા રહેશે.

મીન રાશિના જાતકો આજે પોતાની અંદર સકારાત્મક બદલાવ જોશે. આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાની રાખશો. બિઝનેસ કરી રહેલાં લોકો આજે મુશ્કેલીમાંથી પોતાની સૂઝબૂઝથી બહાર આવશે. નોકરી કરી રહેલાં લોકો આજે તેમની વિવેક બુદ્ધિથી દરેક કામમાં સફળતાથી આગળ વધશે. આવક વધારવાની તક આજે તમારી સામે ચાલીને આવશે અને તમે એને ઝડપી લેશો. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમે માતા-પિતાની સેવા માટે સમય કાઢશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button