આજનું રાશિફળ (20-11-24): મેષ, વૃષભ અને કર્ક સહિત આ ચાર રાશિના જાતકોના અટકી પડેલાં કામ થશે પૂરા…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે. લાંબા સમયથી જો તમારું કોઈ કામ પેન્ડિંગ હતું તો આજે એ પણ પૂરું થશે. પારિવારિક સમસ્યાઓથી પણ ઘણી હદ સુધી રાહત મળશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જેના કારણે તમારી પ્રતિષ્ઠા બધે ફેલાઈ જશે. વ્યાપાર સાથે જોડાયેલા લોકોએ ભાગીદારીમાં કોઈ કામ કરવાનું ટાળવું પડશે, અન્યથા તેમના જીવનસાથી સાથે બિનજરૂરી દલીલબાજી થઈ શકે છે જે તમને પરેશાન કરશે. તમને તમારા કોઈ મિત્રની યાદ આવશે, જેને કારણે મન થોડું બેચેન રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમારા કામમાં કોઈ રાહત મળી રહી હશે તો તેમાં પણ રાહત મળશે. કામના સ્થળે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. તમે તમારા ઘરે કોઈ શુભ કાર્યક્રમનું આયોજન કરી શકો છો, જેમાં મહેમાનો આવતા રહેશે. તમારે કોઈપણ કામમાં ઉતાવળ કરવાથી બચવું પડશે, નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે. તમે જે પણ સાંભળો છો તેના પર વિશ્વાસ ન કરો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ધનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમારા પડોશમાં વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે અને તમારે આ પરિસ્થિતિમાં મૌન રહેવું પડશે. રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. કામને લઈને વધારે ચિંતા ન કરો. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચાર્યું છે, તો તે તમારા માટે સારું રહેશે. તમે સફળતાની સીડી ચઢી જશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે અને શિષ્યવૃત્તિ પણ મળી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ લઈને આવવાનો છે. તમારું વ્યક્તિત્વ સુધરશે. તમારે ઉતાવળમાં અને ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે જેઓ તેમની કારકિર્દી વિશે ચિંતિત છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. અવિવાહિત લોકોના જીવનમાં સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. તમારા માતા-પિતાના આશીર્વાદથી તમારું કોઈપણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે સરકારી બાબતોમાં તમને પરેશાની આવી રહી હતી તો તેમાંથી પણ રાહત મળી રહી છે. જો તમને નોકરી મળશે તો તમે અત્યંત ખુશ થશો. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. કેટલાક નવા સંપર્કોથી તમને ફાયદો થશે. નોકરી બદલવાની યોજના ધરાવતા લોકો અન્યત્ર અરજી કરી શકે છે. જો તમારા સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી, તો તે પણ દૂર થઈ જશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવશે. જો પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હશે તો તે શોધવા માટે તમારે પારાવાર સંઘર્ષ કરવો પડશે. આજે કોઈની બાબતમાં વધારે વધારે પડતું ન બોલો. જો નોકરીમાં કામ કરતા લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. એવોર્ડ મળશે તો વાતાવરણ ખુશનુમા બની જશે. તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો, પરંતુ તમારા મનમાં થોડી મૂંઝવણ રહેશે.

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. વેપારમાં કોઈ નવી સમસ્યા આવી શકે છે. લેવડ-દેવડના મામલામાં તમારે સાવધાન રહેવું પડશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. તમારે તમારા બાળકની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન રહો નહીંતર તમારી સમસ્યાઓ વધી શકે છે. તમારા કેટલાક નવા વિરોધીઓ ઉભા થશે. પરિવારમાં નાના મહેમાનનું આગમન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થશે. આજે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળી શકે છે. કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે. સંતાન આજે તમારી પાસેથી કંઈક માંગી શકે છે. તમારા કાર્યસ્થળ પર તમારા બોસ શું કહે છે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમે તમારા ભવિષ્યને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક કરી દેખાડવાનો રહેશે. આજે તમારા બિનજરૂરી ખર્ચામાં વૃદ્ધિ થશે, જેને કાબુમાં લાવવા માટે તમારે પૂરતો પ્રયાસ કરવો પડશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. બિઝનેસમાં આજે તમને તમારા પાર્ટનરની કોઈ કર્મચારી વિશેની કોઈ વાતને લઈને ખરાબ લાગશે. તમને તમારા સહકર્મીઓ સાથે તમારા મનની વાત કરવાની તક મળશે. તમારા કેટલાક નવા વિરોધીઓ ઉભા થઈ શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે પ્રગતિ કરવાનો દિવસ રહેશે. તમારે તમારા ડેઈલી રૂટિનને જાળવી રાખવું પડશે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને વિજય મળશે. તમે બીજાની મદદ માટે આગળ આવશો. તમારી કાર્યક્ષમતામાં પણ વધારો થશે. કાર્યસ્થળમાં તમારા કામ માટે તમારે બીજા કોઈ પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારી વ્યવસાયિક યોજનાઓને વેગ મળશે. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તમારે એનો પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામો આપનારો રહેશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. તમારું વ્યક્તિવ સુધરી રહ્યું છે. સ્વભાવમાં થોડું ચિડચિડીયું રહેશે. તમારી સંપત્તિમાં વધારો થતાં તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. કાર્યસ્થળ પર તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. સરકારી નોકરીમાં કામ કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂર છે. જો આજે કોઈ વાતને લઈને તાણ અનુભવી રહ્યા હશો તો તેને તમારા પર હાવી ના થવા દો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમને નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આજે તમે પરિવારના સભ્યો સાથે થોડો સમય આનંદમાં પસાર કરશો. જો આજે કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોએ આજે પોતાના કામમાં ઢીલ ના દેખાડવી જોઈએ. પ્રોપર્ટી ખરીદવા માંગતા હોવ કો ડોક્યુમેન્ટેશન પર પૂરું ધ્યાન આપો.
આ પણ વાંચો: 8 કલાક બાદ બનશે પાવરફૂલ યોગ, ત્રણ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભવિષ્ય…