આજનું રાશિફળ (17-07-25): આ પાંચ રાશિના જાતકોને આજે નોકરી અને બિઝનેસમાં મળશે મોટી સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ… | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (17-07-25): આ પાંચ રાશિના જાતકોને આજે નોકરી અને બિઝનેસમાં મળશે મોટી સફળતા, જાણો શું છે બાકીની રાશિના હાલ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમારે તમારા ખર્ચ પર ખાસ ધ્યાન આપવું પડશે. જો કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે તમારી પાસેથી પૈસા પાછા માંગી શકે છે. બોસ આજે તમને કોઈ જવાબદારી સોંપે તો તમારે એના પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. આજે તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે, નહીં તો નાના મોટા ઝઘડા થઈ શકે છે. પિતાની કોઈ સલાહ આજે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે તમારે કોઈ પણ ઉંચાઈવાળી જગ્યાએ જવાથી બચવું પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે મોજમસ્તીથી ભરપૂર રહેશે. આજે મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. કામના સ્થળે આજે વાદ-વિવાદમાં પડવાથી બચો, એ જ તમારા માટે સારું રહેશે. દાન-ધર્મના કામમાં આજે તમે આગળ આવીને હિસ્સો લેશો. જીવનસાથી આજે તમારા ખભેખભા મિલાવીને ચાલવાનો પ્રયાસ કરશો. વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણનો માર્ગ આજે મોકળો થઈ રહ્યો છે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સરકારી કામમાં આજે તમને સફળતા મળી રહી છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોની આજે પોતાના પાર્ટનર સાથે સારી એવી જામશે. પરિવારના સભ્ય તરફથી પણ આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે ભવિષ્ય માટે કોઈ મોટું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. આજે પ્રોપર્ટી ડીલ કરી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. માતા સાથે કોઈ પણ વાત સમજી વિચારીને બોલશો તો તમારા માટે સારું રહેશે.

આજનો દિવસે કર્ક રાશિના જાતકો માટે માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. આજે કોઈ કામને લઈને તમારે વધારે ઉત્સાહમાં આવવાનું ટાળો. આજે તમારો કોઈ મિત્ર તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડશે, જેને કારણે તમારું મન પરેશાન રહેશે. આજે તમારે તમારા કામમાં બિલકુલ બદલાવ ના કરવો જોઈએ, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવી શકે છે. પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્થ્યમાં આજે સમસ્યા થઈ શકે છે અને એને કારણે સારા એવા પૈસા ખર્ચાઈ જશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવાની જરૂર છે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે પાર્ટનરશિપમાં આગળ ના વધવું જોઈએ. આજે તમારે તમારા કામ આવતીકાલ પર ટાળવાથી બચવું પડશે, નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે. આજે વિચાર્યા-સમજ્યા વિના કોઈ પણ કામમાં હાથ ના નાખો. પ્રવાસ પર જવાનું પ્લાનિંગ કરી રહેલાં લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ થોડો નબળો રહેશે. આજે તમારે કોઈ પણ યોજનામાં સમજ્યા વિચાર્યા વિના પૈસા ના રોકવા જોઈએ. જો લાંબા સમયથી કોઈ કામ પેન્ડિંગ છે તો તમારે એ પૂરું કરવા પડ ધ્યાન આપવું પડશે. આજે જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિ તમને મળવા માટે આવી શકે છે. રાજકારણમાં કામ કરી રહેલાં લોકોના માન-સન્માનમાં આજે વૃદ્ધિ થઈ શકે છે. ઘરનું રિનોવેશન વગેરેનું પ્લાનિંગ કરશો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે થોડી મૂંઝવણોથી ભરપૂર રહેશે, કારણ કે તમારા શત્રુઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે સાથી સાથે સારો સમય પસાર કરશે. ભવિષ્યને લઈને તમે મિત્રો સાથે વાત કરી શકશો. આજે મિત્રો માટે થોડા પૈસાની જોગવાઈ કરવી પડી શકે છે. કામના સ્થળે આજે તમને તમારી કોઈ ભૂલ માટે બોસ તરફથી ઠપકો સાંભળવો પડી શકે છે. આજે તમે મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સમસ્યાઓ લઈને આવશે. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા ઊભી થતાં તમારે ભાગદોડ કરવી પડી શકે છે. આજે તમારા મનમાં તમે કોઈ કામને લઈને આત્મવિશ્વાસ જાળવીને રાખશો તો તમારું કામ પૂરું થશે. પૈતૃક સંપત્તિના મામલમાં આજે કોર્ટ-કચેરીને ચક્કર લગાવવા પડી શકે છે. જીવનસાથી સાથે આજે કોઈ વાતને લઈને નોંકઝોક કરવાથી બચો. આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચવું પડશે.

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે પ્રોપર્ટી, વાહન અને મકાનની ખરીદી માટે સારો રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ પૂરું ધ્યાન આપવું પડશે. કોઈ દૂર રહેતાં સંબંધી તરફથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. આજે બિઝનેસને લઈને કોઈ ટૂર પર જવું પડી શકે છે. સિંગલ લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આજે તમારે તમારા કામને લઈને યોજના બનાવીને આગળ વધવું પડશે. આજે કોઈ અજાણ્યા લોકોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ ખૂબ જ નબળો રહેશે. બિઝનેસમાં આજે તમને મનચાહ્યો લાભ ન થતાં ચિંતા વધશે. પારિવારિક સમસ્યા પણ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. નોકરીને કારણે પરેશાન રહેતા લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે કોઈ નવા કામમાં તમારો રસ જાગૃત થઈ શરે છે. તમારા વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. આજે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાની રાખવું પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસા સંબંધિત બાબતમાં સાવધાની રાખવાનો રહેશે. આજે તમારે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી બચવું જોઈએ. સટ્ટાબાજી કે શેરબજારમાં રોકાણ કરતાં હોવ તો આજે તમારા માટે દિવસ સારો રહેશે, પણ નિષ્ણાતની સલાહ લેવાનું રાખો. સંતાનનું મનમાન્યુ વર્તન આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ કામ માટે આજે તમે જો લોન વગેરે માટે એપ્લાય કરતાં હશો તો તમને એ લોન સરળતાથી મળી જશે. માતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેતાં આજે તમારું મન થોડું પરેશાન રહી શકે છે. આજે તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો ના રાખવા જોઈએ. જીવનસાથી સાથે તાલમેલ જાળવીને ચાલો. આજે તમારા મનમાં સ્પર્ધાનો ભાવ જોવા મળશે. ધાર્મિક કાર્યમાં તમારું મન લાગશે. ધીરજ અને સંયમથી કામ લેશો તો તમારા તમામ કામ પૂરા થઈ રહ્યા છે. આજે તમને તમારા કોઈ નિર્ણયને કારણે પરેશાનીનો સામનો કરવો પડશે.

આપણ વાંચો: 48 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ ચાલશે ઉલટી ચાલ, આ રાશિના જાતકો બનશે માલામાલ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button