આજનું રાશિફળ (16-07-25): વૃષભ, કર્ક અને મકર રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…
રાશિફળ

આજનું રાશિફળ (16-07-25): વૃષભ, કર્ક અને મકર રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મોજમસ્તીથી ભરપૂર રહેશે. આજે તમારે તમારા બજેટ પર ધ્યાન રાખીને ખર્ચ કરવો પડશે. મોજ-શોખની વસ્તુ પર સારો એવો ખર્ચ કરશો. નોકરીમાં કોઈ નવા લોકો સાથે મુલાકાત થશે. આજે કોઈ સાથે પણ કોઈ જરૂરી માહિતી શેર કરવાથી બચો. ઘર માટે થોડો સામાન ખરીદશો. આજે કોઈ વિરોધીની વાતમાં આવવાથી બચો. સાસરિયામાંથી કોઈ સાથે આજે તમારે ખટપટ થઈ શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓ આજે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો એક પણ મોકો છોડશે નહીં. આજે તમે તમારા અનુભવથી વધારે ફાયદો મેળવશો. પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પણ પૂરું થશે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. સંતાનને આજે મનગમતી નોકરી મળી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના કામમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. મહેનત કરવાથી આજે બિલકુલ પાછળ ના હઠશો, આળસને દૂર કરીને કામ કરવું પડશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ આવશે. આજે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં તમને સફળતા જ મળશે. આજે તમને કોઈની વાતનું ખરાબ લાગી શકે છે. લાંબા સમય બાદ જૂના મિત્રોને મળીને આનંદ થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આજે તમારી આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. જીવનસાથીનો સાથ-સહકાર મળશે. મિત્રો અને સગા સંબંધીઓ સાથે તાલમેલ બનાવીને ચાલશો તો તમારા માટે સારું રહેશે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. પરિવારમાં કોઈ સભ્યના લગ્નમાં જો અવરોધ આવી રહ્યો હશે તો એ ઉકેલાશે. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. આજે તમારે વિના કારણ તાણ લેવાથી બચવું પડશે. કોઈ અજાણ્યા લોકો પર આજે ભરોસો ના કરશો. આજે તમારે તમારા કામને લઈને યોજના બનાવીને આગળ વધવું પડશે. તમારે તમારા જરૂરી કામ પર આજે ખાસ ધ્યાન આપવું પડશે. આજે સહયોગી સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી પડશે. પ્રગતિના માર્ગમાં આગળ વધવા માટે દિવસ સારો રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પરોપરકારી કામમાં આગળ વધવાનો રહેશે. આજે તમે તમારી મહેનતથી દરેક કામ પૂરા કરશો. કોઈ પાસેથી વિના કારણ સલાહ લેવાથી બચો. આજે તમારે તમારી આવકના સ્રોત પર ખાસ ધ્યાન આપવું પડશે. આજનો દિવસ આનંદમાં રહેવાનો પસંદ છે. સંતાનના કરિયરને લઈને આજે કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થશે. રાજકારણમાં કામ કરી રહેલાં લોકોને આજે તેમના કામમાં સફળતા મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આજે સરકારી ક્ષેત્રમાં આગળ વધી રહેલાં લોકો માટે સમય સારો રહેશે. નોકરીની શોધી રહેલાં લોકોને પણ આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પૈસા સંબંધિત બાબતોમાં પણ આજનો દિવસ સારો રહેશે, પણ થોડી સાવધાની રાખવી પડશે. લાંબા સમયથી કોઈ કાયદાકીય મામલો સતાવી રહ્યો હશે તો તેમાં પણ રાહત મળશે. પ્રોપર્ટી વગેરે ખરીદી શકો છો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રભાવ અને સાહસ બંનેમાં વૃદ્ધિ લઈને આવશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોને આજે પોતાના કામને કારણે સન્માન મળશે. આજે કોઈની વાતમાં આવ્યા વિના કોઈ પણ નિર્ણય લેવાથી બચો. કામના સ્થળે આજે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. કોઈ કામ માટે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે સમય પસાર કરશે. બોસ સાથે આજે બોલાચાલી થઈ શકે છે, પણ તમારે ચૂપ રહેવું પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાતૂર રહેશે. વિરોધીઓ આજે તમને પરેશાન કરી શકે છે. તમારે તમારા કામમાં બિલકુલ કામચોરી ના કરવી જોઈએ. આર્થિક સ્થિતિ પર પૂરું ધ્યાન આપવું પડશે. કામના સ્થળે તમારે તમારા કામને લઈને સંયમ જાળવી રાખવું પડશે. આજે હરવા ફરવા દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. માતા તરફથી આજે તમને કોઈ જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેનાથી તમારે બિલકુલ ગભરાવવાની જરૂર નથી.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવન ખુશનુમા રહેશે. કામના સ્થળે તમે તમારા સહયોગીઓ સાથે વાત કરશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્ય પર પૂરું ધ્યાન આપવું પડશે. જો તમે કોઈ વિરોધીઓની વાતમાં આવશો તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આજે કોઈ મિત્ર સાથે લાંબા સમય બાદ મુલાકાત થઈ શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. દાન-ધર્મના કામમાં આજે તમારું મન લાગશે. આજે તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો. સરકારી કર્મચારીઓને આજે કોઈ ખુશ ખબરી સાંભળવા મળી શકે છે. આજે તમે કોઈ ધાર્મિક કાર્યમાં સામેલ થશો. સંતાનના કરિયરને લઈને જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તે પણ ઉકેલાઈ જશ. આજે તમે તમારા ખર્ચને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરશો. વિદ્યાર્થીઓને બૌદ્ધિ અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. આજે તમે તમારા વ્યવહારથી લોકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ રહેશો, જેને કારણે તમારું મિત્ર વર્તુળ મોટું થશે. કામના સ્થળે આજે તમારી બોલબાલા રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને પણ આજે સફળતા મળશે. જીવનસાથીનો સાથ-સહકાર મળશે. ઘરે કોઈ મહેમાનનું આગમન થશે. આજે તમારા પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધ દૂર થશે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button