આજનું રાશિફળ (13-01-26): મંગળવારના દિવસે આ રાશિના જાતકો પર જોવા મળશે હનુમાનજીની વિશેષ કૃપા…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિના બાબતે ખૂબ જ સારો રહેશે. આ સમયે આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. કોઈ કામમાં અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલાં જાતકોની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. તમે આજે કોઈ કોઈ સામે પોતાની લાગણી ખુલ્લીને વ્યક્ત કરશો. આજે દૂર નોકરી કરતાં જાતકોને પોતાના પરિવારની યાદ સતાવી શકે છે અને તમે ફોન પર વાત કરીને મન હળવું કરવાનો પ્રયાસ કરશો. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આંખ અને કાન ખુલ્લા રાખીને કામ કરવાનો રહેશે, નહીં તો નુકસાન થશે. આજે તમે શારીરિક રીતે ચુસ્ત અને દુરસ્ત રહેશો. નોકરી કરી રહેલાં જાતકોએ આજે ઓફિસમાં ઉદ્ભવેલી વાદ-વિવાદની સ્થિતિમાં ધીરજ રાખવાનો રહેશે. વૈવાહિક જીવનમાં હસી-ખુશી અને પ્રેમ જળવાઈ રહેશે, પણ કોઈ ત્રીજાનો હસ્તક્ષેપ તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થઈ શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

મિથુન રાશિના બિઝનેસ કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં લાભ અને વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. શારીરિક અને માનસિક રીતે શાંતિ મળશે. આજે તમને કોઈને મદદ કરવાની તક મળે તો ચોક્કસ કરો, એને કારણે તમને માનસિક શાંતિ મળશે. રાજકારણ સાથે સંકળાયેલા જાતકોને આજે તેમના નામને કારણે એક અલગ નવી ઓળખ મળી રહી છે. પરિણીત લોકોના જીવનમાં આજે હસી-ખુશી રહેશે. કુંવારા લોકો આજે પોતાના પ્રિય પાત્ર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જઈ શકે છે. આજે વિદ્યાર્થીઓએ કોઈ હરીફાઈમાં ભાગ લીધો હશે તો તેના પરિણામો પણ આવી રહ્યા છે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોએ બિઝનેસમાં કોઈ પણ નવું કામ કરવાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે તમે આરામ કરશો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આજે આ રાશિના નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે થોડી મુશ્કેલી સતાવી શકે છે અને કામમાં પણ તમારું નહીં લાગે. આજે તમે જેટલું ઓછું બોલશો એટલું તમારા માટે સારું રહેશે. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી માટે આજે તમે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. આજે બિઝનેસ કરી રહેલાં જાતકોને ધનલાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ અનુકૂળ રહેશે. ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખો. નોકરી કરી રહેલાં જાતકોના વિરોધીઓ આજે તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. લગ્નના બંધનમાં બંધાવવા ઉત્સુક જાતકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થશે. આજે તમારે કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચવું પડશે, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ પણ કામ પૂરું થઈ રહ્યું છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો સાથે જોડાઈને નામ કમાવવાનો રહેશે. આજે તમને આંખો સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે, એટલે ખાવા-પીવાનું ખાસ ધ્યાન રાખો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો અને અનુકૂળ રહેશે. પરિવારની દ્રષ્ટિએ પણ આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે જરૂરિયામંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ મદદ કરો. દાન-પુણ્યના કામમાં આજે તમારો રસ વધી રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ આજે ફરવા જવાનું પ્લાનિંગ કરશો. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો સાથે હસી-ખુશી સમય પસાર કરશો. આજે પ્રેમજીવન જીવી રહેલાં જાતકો પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરશો. ભાઈ-બહેન તરફથી આજે તમને કોઈ લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોના પ્રતિસ્પર્ધીઓ આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ એકદમ અનુકૂળ રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં આજે વધારો થઈ રહ્યો છે. પરિવારમાં જોઈ મુશ્કેલી કે વાદ-વિવાદ હશે તો તમારે સાથે બેસીને એનો ઉકેલ લાવવો પડશે. ઘરની સજાવટ પર આજે તમે ધ્યાન આપશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તકો લઈને આવી રહ્યો છે. આજે તમે જે પણ યોજના બનાવશો એમાં તમને સફળતા મલી રહી છે. ખરાબ સ્વાસ્થ્યને કારણે આજે તમારે હોસ્પિટલના ચક્કર કાપવા પડી શકે છે. કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેવાનો છે. પ્રેમ જીવન જીવી રહેલાં જાતકો માટે આજનો દિવસ સંબંધોમાં થોડી ખટપટ લઈને આવી રહ્યો છે. પરિવાર સાથે આજે તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. તમારે યોગ-પ્રાણાયમ પર ધ્યાન આપવું પડશે. મોસાળ તરફથી આજે તમને લાભ થઈ રહ્યો છે. માતા-પિતાની સલાહ આજે તમારા માટે ખૂબ કામની સાબિત થશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. નોકરી કરી રહેલાં જાતકોના કામની પ્રશંસા આજે ઉપરી અધિકારી કરશે. જીવનસાથી આજે કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. આજે તમારો દિવસ બાકી દિવસ કરતાં થોડો વધારે ચઢાવ ઉતારવાળો રહેશે. સ્વાસ્થ્યને કારણે પણ તમારું મન પરેશાન રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ થોડો તાણ અને મુશ્કેલીથી ભરપૂર રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પગાર વધારો કે પ્રમોશન વગેરે થવાના યોગ બની રહ્યો છે. આજે તમારે ખૂબ જ સાવધાનીથી કોઈ પણ નિર્ણય લેશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામમાં સફળતા લઈને આવી રહ્યો છે. આજે તમારે માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમને આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને તમે એમની સાથે સારો સમય પસાર કરશો. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા તમામ કામ પૂરા થઈ રહ્યા છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભની નવી નવી તક લઈને આવી રહ્યો છે. આજે તમારી માનસિક સ્થિતિ થોડી ડામાડોળ રહેવાનો છે. કામના સ્થળે આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે. આજે ઘર-પરિવારમાં હસી-ખુશીનો સમય પસાર કરશો. વિદ્યાર્થીને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળી રહી છે. આજે તમારા જીવનમાં કોઈ સકારાત્મક પરિણામ આવી રહ્યો છે. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ ભેટ વગેરે લઈને આવી શકે છે. સંતાનની સંગત પર આજે તમારે ખાસ ધ્યાન આપવું પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ અને બિઝનેસમાં કોઈ પર પણ આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચવું પડશે. આજે તમે મનચાહી નોકરી મેળવવાના પ્રયાસ કરશો, જેને કારણે તમારું મન જે કામ મળશે એમાં તમારું મન નહીં લાગે. દરેક કામમાં આજે તમને ભાઈ-બહેનની મદદની જરૂર પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે આજે તમે હસી-ખુશી સમય પસાર કરશો. આજે કોઈ મિત્ર માટે તમારે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં મીછાળ જળવાઈ રહેશે.
આપણ વાંચો: 24 કલાક બાદ સૂર્ય અને ચંદ્રની યુતિથી બનશે અશુભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…


