રાશિફળ

આજનું રાશિફળ (23-12-25): આ છ રાશિના જાતકો પર આજે વરસશે હનુમાનની કૃપા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. મંગળ મેષ રાશિનો સ્વામી હોવાથી આજે આ રાશિના જાતકોને અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જમીન કે મકાનના સોદામાં મોટો ફાયદો થવાના યોગ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વધુ પડતા ઉત્સાહમાં ઈજા ન થાય તેનું ધ્યાન રાખવું. હનુમાન ચાલીસાનો પાઠ કરવો. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો માનસિક દબાણથી ભરપૂર રહેશે. આજે તમારે કોઈ પણ નાણાંકીય લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે. કામના સ્થળે આજે તમારે સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. આર્થિક રીતે ખર્ચમાં વધારો થઈ શકે છે. પ્રિયજન સાથેના પ્રવાસનો પ્લાન બની શકે છે. સંતાનોના ભવિષ્ય અંગે ચિંતા હળવી થશે. ગરમીને લગતી સમસ્યાઓ અથવા એસિડિટી થઈ શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી સાંભળવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની બુદ્ધિમત્તા અને સૂઝબૂઝથી પેન્ડિંગ કામ પૂરા કરવાનો રહેશે. તમારી લીડરશિપ ક્વોલિટીનો આજે તમને પરિચય થશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે દિવસ ઉત્તમ છે. રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. મિત્રોનો પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. વૈવાહિક જીવનમાં ખુશહાલીનું આગમન થશે. આકસ્મિક નાણાંલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુકનિયાળ અને સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. નોકરી કરી રહેલાં જાતકોની આજે કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં વૃદ્ધિના મજબૂત યોગ છે. પરિવારના સભ્યો સાથે મતભેદ દૂર થશે. જીવનસાથી તરફથી આર્થિક લાભ થઈ શકે છે. જૂના રોગોમાં રાહત જણાશે. માનસિક શાંતિ રહેશે. માતા-પિતાની આજે કોઈ વાત તમને ખરાબ લાગી શકે છે, પણ તમે વાદ-વિવાદમાં નહીં પડો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. ડો કોઈ સરકારી કામ પેન્ડિંગ હશે તો આજે તમને એમાં પણ સફળતા મળશે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મક્કમતા આવશે. રોમેન્ટિક ડેટ પર જવાની શક્યતા છે. આંખોમાં બળતરા કે થાક અનુભવાય. મોબાઈલનો વપરાશ ઘટાડવો. આજે ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે અને એને કારણે ઘરમાં મહેમાનની અવરજવર રહેશે.

કન્યા રાશિના જાતકોએ આજે ધીરજ અને ગંભીરતાથી આગળ વધવાનો રહેશે. આજે ઉતાવળમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે, નહીં તો નુકસાન થવાની શક્યતા છે. નાણાકીય રોકાણ માટે દિવસ અનુકૂળ નથી. લોન કે ઉધાર આપવાનું ટાળવું. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહી શકે છે. સંતાન સાથે સમય પસાર કરવો. પેટમાં દુખાવો કે પાચન સંબંધિત કોઈ સમસ્યા સતાવી શકે છે. સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેના માટે વિદ્યાર્થીએ શિક્ષક કે કોઈ વરિષ્ઠની મદદ લેવી પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. આજે લક્ઝરી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો લાભ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. લવ લાઈફમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથે કોઈ જૂના વિવાદનો અંત આવશે. તમે સ્ફૂર્તિ અનુભવશો. યોગાભ્યાસ શરૂ કરવા માટે દિવસ સારો રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાનિંગ કરી શકે છે. આજે દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી નિરાશાજનક માહિતી સાંભળવા મળશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે પૂરી કરશો.

આ રાશિના જાતકોની કુશળતા અને સૂઝબૂઝથી શત્રુઓને પરાસ્ત કરી શકશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારું સપનું સાકાર થશે. કમાણીમાં વધારો થશે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે મોટો સોદો થઈ શકે છે. સંબંધોમાં ઉષ્મા વધશે. પરિવાર સાથે માંગલિક કાર્યમાં ભાગ લેશો. ત્વચાને લગતી કોઈ નાની તકલીફ થઈ શકે છે. પાણી વધુ પીવું. માતા-પિતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થશે, પરંતુ તમારે થોડી મહેનત કરવી પડશે.

ધન રાશિના જાતકોનું મન આજે ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યમાં લાગશે. મન શાંત રહેશે અને નવી ઉર્જાનો અનુભવ થશે. શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો માટે દિવસ લાભદાયી છે. આર્થિક આયોજન સફળ થશે. પૈસા બચાવવામાં તમને સફળતા મળશે. સંતાન સુખના યોગ છે. જીવનસાથી સાથેની કેમિસ્ટ્રી સુધરશે. હાડકા કે સાંધાના દુખાવામાં રાહત મળી રહી છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. મોસાળ તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચો.

મકર રાશિના જાતકો આજે ઘરના કામકાજમાં થોડા વધારે વ્યસ્ત રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. ઓફિસમાં કામનું ભારણ વધુ રહેશે. વેપારીઓએ ઉધાર આપતી વખતે ચેતવું. માતાના આશીર્વાદથી કામ પૂરા થશે. દાંપત્ય જીવનમાં સંવાદિતા જળવાશે. શરદી-ઉધરસ જેવી સીઝનલ સમસ્યાઓથી બચવું. આજે તમારા બેંક બેલેન્સમાં વધારો થશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે આજે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી લઈને આવે છે. આજે કોઈ ટૂંકી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે આ યાત્રાથી તમને ભવિષ્યમાં ચોક્કસ લાભ થઈ રહ્યો છે. લેખન અને પત્રકારત્વ સાથે જોડાયેલા લોકો માટે દિવસ ઉત્તમ છે. નવી તકો પ્રાપ્ત થશે. નવા મિત્રો બનશે. પ્રેમિકા કે પ્રેમી સાથેની ગેરસમજ દૂર થશે. કાન કે ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. નાણાંકીય લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે લાભ થઈ રહ્યો છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પણ પાછા મળી શકે છે. જૂના રોકાણમાંથી નફો થશે. પરિવારના વ્યવસાયમાં નવા આઈડિયાઝ કામ આવશે. જીભ પર સંયમ રાખવો, નહીંતર સંબંધોમાં કડવાશ આવી શકે છે. મિષ્ટાનનો આનંદ લેશો. દાંત કે પેઢામાં દુખાવો થઈ શકે છે. આજે કુંવારા લોકોની મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. સંતાને કોઈ વચન આપ્યું હશે તો તે આજે તમારે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

આપણ વાંચો: 2026માં આ ત્રણ રાશિના જાતકોને થશે છપ્પરફાડ ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button