રાશિફળ

આજનું રાશિફળ (19-12-25): આ રાશિના જાતકો માટે દિવસ રહેશે સફળતાથી ભરપૂર, મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમને સવારના ભાગમાં થોડો માનસિક ભાર જણાય, પરંતુ સાંજ સુધીમાં પરિસ્થિતિ અનુકૂળ બનશે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો અનુભવીની સલાહ લેવી. જીવનસાથી સાથે ખરીદી કરવા જઈ શકો છો. અપરિણીત લોકો માટે સામાજિક પ્રસંગોમાં નવી મુલાકાત શક્ય છે. શારીરિક સ્ફૂર્તિ જળવાઈ રહેશે, પરંતુ મોડી રાત્રે જાગવાનું ટાળવું. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે તમને નિરાશાજનક માહિતી સાંભળવા મળી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે. આજે તમને તમારા આર્થિક આયોજનોમાં સફળતા મળશે. કલા અને સાહિત્યમાં રસ વધશે. રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે. પ્રોપર્ટી અથવા સોનામાં રોકાણ લાંબા ગાળે ફાયદો કરાવશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. જૂના મિત્રો સાથે મુલાકાત આનંદદાયક રહેશે. ત્વચા અથવા ગળાને લગતી નાની સમસ્યા થઈ શકે છે. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે ચોક્કસ એ પૂરી કરશે. માતા- પિતા તરફથી આજે આર્થિક લાભ થઈ રહ્યો છો.

મિથુન રાશિના જાતકો આજે પોતાની વાતચીત કરવાની કળાથી તમે લોકોના દિલ જીતી લેશો. કોઈપણ વિવાદમાં મધ્યસ્થી કરવાનું ટાળજો. લેખન, પત્રકારત્વ કે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિનો દિવસ છે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. પાર્ટનર સાથે દલીલબાજીમાં પડવું નહીં. મૌન રહીને પરિસ્થિતિ સાચવી લેવી. આંખોમાં બળતરા કે થાક અનુભવાય. પૂરતી ઊંઘ લેવી. કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ હરવા-ફરવા જઈ શકો છો.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો ઉતાર-ચઢાવ વાળો રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાથી મન શાંત થશે. કામનું ભારણ વધુ રહેશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. સરકારી કામોમાં વિલંબ થઈ શકે છે, પણ એ કામથી તમને ફાયદો થઈ રહ્યો છે. પ્રેમ સંબંધોમાં ગંભીરતા આવશે. સંતાન પક્ષે શુભ સમાચાર મળી શકે છે. છાતીમાં જકડાઈ જવું કે શરદી જેવી તકલીફ થઈ શકે છે. ગરમ પાણીનું સેવન કરવું.આજે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. સામાજિક વર્તુળમાં તમારું સન્માન વધશે. વેપારમાં મોટો ફાયદો થવાના યોગ છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળી શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે. પાર્ટનર સાથે ડિનર ડેટ પર જવાનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, છતાં બહારનું ખાવાનું ટાળવું. આજે તમારે વિના કારણ કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાંથી પડવાથી બચવાનો રહેશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજનબદ્ધ રીતે આગળ વધવું પડશે. કોઈની પાસેથી ઉધાર લેવાનું કે આપવાનું ટાળવું પડશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. વિદેશ સાથે સંકળાયેલા કામોમાં સફળતા મળશે. પ્રિયજન સાથેના સંબંધોમાં પારદર્શિતા રાખવી. ગેરસમજ દૂર કરવા વાતચીતનો સહારો લેવો. પીઠ કે કમરના દુખાવાની ફરિયાદ રહી શકે છે અને તમારે આ સમસ્યા તરફ દુર્લક્ષ ના કરવું જોઈએ, નહીં તો સમસ્યા વકરી શકે છે. જીવનસાથીને આજે તેમના કરિયરમાં સફળતા મળી રહી છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને શુકનિયાળ રહેવાનો છે. જીવનમાં સંતુલન જળવાશે અને જૂની સમસ્યાઓનો અંત આવશે. ભાગીદારીમાં વેપાર કરતા લોકો માટે મોટો નફો થશે. રચનાત્મક ક્ષેત્રના લોકોને ખ્યાતિ મળશે. રોમેન્ટિક લાઈફમાં નવી ઉર્જા આવશે. અવિવાહિતો માટે સગાઈના યોગ બની રહ્યા છે. તમે માનસિક અને શારીરિક રીતે ફિટ અનુભવશો. સંતાનના કરિયર સંબંધિત કોઈ મહત્ત્વનો નિર્ણય આજે તમે લેશો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.

વૃશ્ચિક રાશિના જાતો માટે આજનો દિવસ અંતર્મુખી રહીને કામ કરવાનું પસંદ કરશો. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધી રહી છે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટો બદલાવ આવી શકે છે. નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. પાર્ટનરની વાતોને મહત્વ આપજો. પરિવારમાં કોઈ વાતને લઈને મનદુઃખ થઈ શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પાર્ટનરશિપ માટે આજનો દિવસ એકદમ અનુકૂળ છે. ગેસ કે એસિડિટીની સમસ્યા થઈ શકે છે. સંતુલિત આહાર લેવો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેવાનો છે. આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે પ્રવાસના યોગ છે જે લાભદાયી રહેશે. આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ. નોકરીમાં ટ્રાન્સફરની ઈચ્છા રાખનારાઓને સફળતા મળશે. લવ લાઈફમાં રોમાંચ વધશે. જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. પગમાં દુખાવો કે થાક અનુભવાય. આરામ કરવો. જીવનસાથી તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે.

આજનો દિવસ મકર રાશિના જાતકોએ વધારે મહેનત કરીને ઓછું ફળ મળતાં થોડા નિરાશાજનક રહેશે. સંયમ રાખવાથી દિવસ પસાર થઈ જશે. મેનેજમેન્ટ ક્ષેત્રના લોકો માટે પ્રગતિના યોગ છે. ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી છે. ઘરમાં માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. પાર્ટનર સાથેની નિકટતા વધશે. આજે વિનાકારણ ગુસ્સો કરવાથી તમારે બચવું જોઈએ. બ્લડપ્રેશરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે હસી-ખુશી સમય પસાર કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી ઉર્જા સાથે દિવસની શરૂઆત થશે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. આઈટી અને ટેકનિકલ ફિલ્ડના લોકો માટે ઉત્તમ તક મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. મિત્રો સાથે સમય વિતાવશો. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આજે અનુકૂળ સમય છે. પાર્ટનરશિપ માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેવાનો છે. ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મીન રાશિના જાતકોમાં રહેલી પરોપકારની ભાવના આજે જાગશે. કોઈની મદદ કરવાથી આત્મસંતોષ મળશે. જૂની ઉઘરાણીના નાણાં પરત મળી શકે છે. નોકરીમાં બદલાવ માટે યોગ્ય સમય છે. કલાકારો માટે નવી તકોના દ્વાર ખુલશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો સુધરશે. મોસમી બીમારીઓથી સાવધાન રહેવું. યોગ અને પ્રાણાયામ કરવાથી તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

આપણ વાંચો: 2026ના જુલાઈ સુધી આ ચાર રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button