રાશિફળ

આજનું રાશિફળ (21-11-25): મેષ, કર્ક, તુલા અને ધન રાશિના જાતકોનું ચમકી ઉઠશે આજે ભાગ્ય, કરિયરમાં થશે પ્રગતિ…

મેષ રાશિમના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ફાયદાકારક રહેશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારા પરિણામો લઈને આવશે. વૈવાહિક જીવન જીવી રહેલાં લોકો આજે જીવનસાથી સાથે મળીને ફ્યુચર પ્લાનિંગ કરશે. પ્રેમ જીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે. સંતાનની ખુશી માટે આજે તમે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશો. આજે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ રોમેન્ટિક ડિનર પર જશો. તમારા ખર્ચમાં વધારો થશે. નવા નવા લોકો સાથે આજે તમારી ઓળખ થશે અને એને કારણે ભવિષ્યમાં તમને લાભ થશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે વધારે મહેનત કરવી પડશે, પણ એના ફળ તમને ચોક્કસ મળશે. આજે તમારે તમારી આસપાસના શત્રુઓથી ખાસ સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં આજે સફળતા તમને મળશે. સમાજમાં આજે તમારા માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે તેમના ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનસાથીના સ્વાસ્થ્યને આજે થોડી ચિંતા સતાવી શકે છે, એટલે તમારે ડોક્ટરની મુલાકાત લેવી પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમને દરેક કામમાં સફળતા મળશે અને માનસિત શાંતિની પ્રાપ્તિ પણ થશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ કહેવાનો છે. સંતાનને પરીક્ષા કે કોઈ સ્પર્ધામાં સફળતા મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકો માટે આ સમયે સારા સારા માંગા આવી શકે છે. દૂર રહેતાં કોઈ સંબંધી પાસેથી આજે નિરાશાજનક માહિતી મળશે. સંતાનને કોઈ પણ વચન ખૂબ જ સમજી વિચારીને આપો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કામના સ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આજે તમારા પ્રભાવ અને માન-સન્માનમાં વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ સફળતા મળશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કામ કાજ માટે કોઈ યાત્રા પર જવું પડી શકે છે. આજે સાંજ બાદ તમે જીવનસાથી માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશો. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. મિત્રો અને પરિવાર સાથે આજે તમે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારી આવકમાં વધારો થશે. તમારા મિત્રો અને શત્રુ વચ્ચેનો અંતર તમારે ઓળખવો પડશે. સંતાનના શિક્ષણ અને કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. સમાજસેવા સાથે સંકળાઈને આજે નામ કમાવવાનો દિવસ રહેશે. લાંબા સમયથી જો કોઈ કામ અટકી પડ્યું હશે તો તે પણ આજે પૂરું થઈ શકે છે. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેશે. આંખો સંબંધિત સમસ્યા સતાવશે. શરીરના થાકને આજે બિલકુલ અવગણશો નહીં. લાંબા સમય બાદ આજે જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્ય અને પરિશ્રમ બંનેનો સાથ મળી રહેશે. આજે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાનિંગ કરશો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટી ડિલ મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે ચૂકાદો તમારી તરફેણમાં આવી જશે. ધાર્મિક કાર્ય અને દાન-પુણ્યના કામમાં આજે તમારો રસ વધી રહ્યો છે. પિતાના માર્ગદર્શનના કારણે આજે બિઝનેસમાં કોઈ મોટો ફાયદો થશે. પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હશે તો તેનો તમારી સૂઝબૂઝથી ઉકેલ લાવવો પડશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમને લાભ થવાના પૂરેપૂરા યોગ બની રહ્યા છે. બિઝનેસ કરી રહેલાં લોકોને જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. કોઈ યાત્રા પર જવાનું પ્લાનિંગ હોય તો તમારે એને શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. સંતાનના ભવિષ્યને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો. આજે તમે પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. રાજકારણમાં આગળ વધવા માગતા હોય એવા લોકો માટે આજનો દિવસ ખૂબ સારો રહેશે. જો કોઈ સરકારી કામ અટકી પડ્યું હશે તો તે પણ આજે પૂરું થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. પ્રોપર્ટી ડિલિંગનો વ્યવસાય કરી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. વૈવાહિક જીવન ખૂબ જ સુખદ રહેશે. માતા-પિતા તરફથી આજે લાભ થઈ રહ્યો છે. જીવનસાથીને શોપિંગ પર લઈ જશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેશે. આજે તમારે આવક-જાવક વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કોઈ મોટો ફાયદો થશે. વૈવાહિક જીવનમાં તમારે તાલમેલ જાળવીને આગળ વધવું પડશે. જીવનસાથી આજે તમારા માટે ભેટ સોગાદ લઈને આવશે. સાસરિયાઓ સાથે આજે તમારે ખૂબ જ સાચવી વાતચીત કરવી પડશે. પ્રોપર્ટીને લઈને આજે કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ તમારે ઉકેલ લાવવો પડશે. નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળશે.

મકર રાશિના નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ નવીનવી તક લઈને આવશે. આજે આસપાસના કોઈ પણ વિવાદમાં પડવાથી બચો. ઘરે કોઈ મહેમાનની અવરજવર થઈ શકે છે. પિતાજીના સ્વાસ્થ્યને આજે તમારે થોડી ભાગદોડ કરવી પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. નોકરી બદલવાનો વિચાર કરી રહેલાં લોકો માટે પણ આ સમય અનુકૂળ છે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવધાની રાખવી પડશે, નહીં તો સમસ્યા ગંભીર થઈ શકે છે. આજે તમે તમારી બુદ્ધિમત્તા અને સૂઝબૂઝથી કામ લઈને ગમે એમી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. આજે કોઈ પણ જોખમી કામમાં હાથ નાખવાથી બચો, નહીં તો તમારા માટે મુશ્કેલી પેદા થઈ શકે છે. આજે કોઈ જગ્યાએ રોકાણ કરવાથી પણ બચો, નહીં તો નુકસાન થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ધાર્મિક યાત્રા અને દાન-પુણ્યના કામમાં આજે તમારો રસ વધશે. સગા-સંબંધીઓ સાથે આજે ખૂબ જ સમજી વિચારીને વાતચીત કરો, નહીં તો તણાવ વધી શકે છે. આજે તમારી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જવાની શક્યતા છે, એટલે ખૂબ જ સાવધાનીથી આગળ વધો. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. સંતાનની સંગત પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે. જીવનસાથી સાથે આજે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો.

આપણ વાંચો: 72 કલાક બાદ ગ્રહોના રાજકુમાર બુધ કરશે ગોચર, આ રાશિના જાતકોને થશે લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button