રાશિફળ

આજનું રાશિફળ (11-07-25): વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં મળશે સફળતા, જાણો બાકીની 12 રાશિના હાલ…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓથી છુટકારો અપાવનારો રહેશે. આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને એને કારણે તમે તમારા કામ જલદી નિપટાવવાનો પ્રયાસ કરશો. વાણીની સૌમ્યતા આજે તમને માન-સન્માન અપાવશે. આજે કોઈ બીજાની બાબતમાં તમારે થોડું બોલવાનું ટાળવું જોઈએ. આજે તમે પોતાના કામથી કામ રાખશો તો તમારા માટે સારું રહેશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

આજે તમે પરિવારના સભ્યો સાથે હસી-મજાકમાં સમય પસાર કરશો, જેને કારણે સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે. આજે ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. કોઈ પણ અજાણી વ્યક્તિની વાતમાં આવીને પૈસા રોકવાથી બચો. શેરબજારમાં રોકાણ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે પિતાની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તમને પરેશાન કરી શકે છે. ધરના રિનોવેશનને લઈને પણ તમે યોજનાઓ બનાવશો.

મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે. ધર્મ-કર્મની બાબતમાં આજે તમારો રસ વધશે. કામના સ્થળે તમે તમારી જવાબદારીઓને સારી રીતે સમજશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં ઢીલ આપવાથી બચવાનો રહેશે. આજે કોઈ વાતને કારણે ભાઈ-બહેન વચ્ચે વાદ-વિવાદ થઈ શકે છે. આજે તમે સારા ભોજનનો સ્વાદ માણશો, પરંતુ તમારે આજે વિના કારણ ગુસ્સો કરવાથી બચવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો રહેશે. આકસ્મિક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમને પરિવારના કોઈ સભ્ય પાસેથી ગુડ ન્યુઝ સાંભળવા મળી શકે છે. આજે તમારું કોઈ જૂનું લેણુ-દેણુ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. બિઝનેસમાં આજે તમને કેટલીક સમસ્યાઓ સતાવશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો આજે પૂરેપૂરો લાભ ઉઠાવશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. પાર્ટનરશિપમાં કામ કરવાનું તમારા માટે ફાયદાકારક રહેશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ ચાલી રહ્યા હશે તો આજે એ પણ દૂર થશે. સરકારી કામકાજને લઈને આજે થોડી ભાગદોડ કરવી પડી શકે છે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન નક્કી થઈ શકે છે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધ દૂર થઈ રહ્યા છે. આર્થિક બાબતોમાં લાપરવાહી દેખાડવાનું ટાળો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની રાખવાનો રહેશે. આજે બિઝનેસમાં પણ બિલકુલ ઉતાવળ ના દેખાડો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આજે તમારે તમારી વાણી પર સંયમ રાખવો પડશે. આવકમાં વૃદ્ધિ થશે, પણ ખર્ચમાં પણ એ જ રીતે વધારો થશે, જેને કારણે તમે થોડા પરેશાન રહેશો. મિત્રો સાથે નિકટતા વધશે. મનની કોઈ ઈચ્છા પૂરી થશે. સંતાનના મનમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. નોકરીમાં પ્રમોશન મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આવકની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારું અટકી પડેલું કામ પૂરું થશે. સ્વાસ્થ્યમાં થોડો ચઢાવ ઉતાર જોવા મળી શકે છે. વિરોધીઓને આજે કોઈ પણ વાત ખૂબ જ સમજી વિચારીને બોલો. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમે તમારા સારા વિચારોનો લાભ કામના સ્થળે પણ લેશો. સરકારી કામકાજમાં ધ્યાન આપવું પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે આનંદમય રહેશે. આજે તમે નવી પ્રોપર્ટી વગેરે ખરીદી શકો છો, જે તમારા માટે સારું રહેશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આપસી સહયોગથી આગળ વધશે. બેંકિંગ સેક્ટર સાથે સંકળાયેલા લોકોને આજે તેમના કામને કારણે નવી ઓળખ મળશે. આજે તમે સારા ભોજનનો સ્વાદ માણશો. આજે તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. આજના કામ આવતીકાલ પર ટાળવાનું ટાળો. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા હતી તો તે દૂર થશે.

આજનો દિવસ ધન રાશિના જાતકો માટે માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. રાજકારણ કામ કરી રહેલાં લોકોને આજે તેમના કામને કારણે ઓળખ મળશે. આજે તમે કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરશો. કામના સ્થળે આજે કોઈ જરૂરી માહિતી બીજા સાથે શેર ના કરો. શેરબજારમાં જોખમી કામ કરવાનું ટાળો. બોસ સાથેના સંબંધોમાં આજે ખટાશ જોવા મળી શકે છે. આજે તમે લોકોનું દિલથી ભલું વિચારશો, પણ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટીની મામલામાં સારો રહેશે. આજે કોઈ અટકી પડેલું કામ પૂરું થઈ શકે છે. અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ કામનું સાબિત થશે. બિઝનેસમાં કોઈ અટકી પડેલી ડીલ ફાઈનલ થઈ શકે છે, પણ અજાણ્યા લોકો પર ભરોસો કરવાનું ટાળો. આજે તમે તમારી ઈચ્છા પૂરી કરવા માટે સારી એવી રકમ ખર્ચ કરશો. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. જો કોઈ વડીલ આજે તમને સલાહ આપે તો તેને અનુસરો.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખાસ રહેશે. નોકરીમાં પણ સારી એવી સફળતા મળી રહી છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે રોમેન્ટિક મૂડમાં સમય પસાર કરશે. કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થશે. અજાણ્યા લોકોથી આજે અંતર રાખો. પારિવારિક બાબતો આજે તમને પરેશાન કરશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આજે પ્રગતિના માર્ગમાં આવી રહેલા અવરોધ દૂર થશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. આજે તમારા મનમાં કામને લઈને ચિંતા રહેશે, પણ તમારી આવકમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં પણ આજે સારો એવો લાભ થશે. પરિવારમાં કોઈ સદસ્ય સાથે આજે વિવાદ થયો હશે તો તે પણ સરળતાથી ઉકેલાઈ જશે. કોઈ પ્રવાસ પર જવાની તૈયારી કરશો, જે તમારા માટે લાભદાયી રહેશે. માતા સાથે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવશે. પરિવારમાં કોઈને કોઈ વચન આપ્યું હશે તો સરળતાથી એ વચન પૂરું કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button