આજનું રાશિફળ (22-10-25): જાણી લો મેષથી મીન રાશિના જાતકો કેવો રહેશે નવા વર્ષનો પહેલો દિવસ?


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર અને સફળતા લઈને આવશે. આજે તમે સાહલી કામમાં હાથ નાખશો. કાર્યસ્થળે તમારા વિચારોની પ્રશંસા કરવામાં આવશે અને પ્રમોશન અથવા નવું પ્રોજેક્ટ મળી શકે છે. વિદેશ સંબંધિત કાર્યોમાં લાભ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. પ્રેમજીવનમાં ઉર્જા અને આનંદ રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

આજે આ રાશિના જાતકો માટે દિવસ સરખામણીએ થોડો વધારે ખર્ચાળ રહેવાનો છે. પરંતુ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આજે લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થવાથી તમને રાહત થશે. ધન સંબંધિત બાબતોમાં સાવધાની રાખો અને આજે બિનજરૂર ખર્ચને શક્ય હોય ત્યાં સુધી ટાળો. આજે તમને તમારા કામકાજમાં નવી દિશા મળશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં નવી ઊર્જા આવશે અને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે બિઝનેસમાં નફો થઈ રહ્યો છે અને નવા નવા ગ્રાહકો તમારી સાથે જોડાઈ રહ્યા છે. કોઈ કામ અધૂરું હશે તો તે પૂરું થવાના યોગ બની રહ્યા છે. જૂની મિત્ર સાથે આજે મુલાકાત થશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસમંજસથી ભરપૂર રહેશે. આજે તમારા મનમાં કોઈ વાતને લઈને થોડી ઉથલપાથલ જોવા મળશે. ખર્ચો વધે તેવી શક્યતા છે, પણ દિવસની અંતે કોઈ સારા સમાચાર મળી શકે છે. કામના સ્થળે આજે તમારે કામમાં લાપરવાહી કરવાથી બચવું પડશે. આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાની જરૂર છે. દરેક કામમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે.

સિંહ રાશિના જાતકોને આજે નવા વર્ષે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે આવકના નવા નવા સ્ત્રોતો ઊભા થશે અને જૂના રોકાયેલા પૈસા પાછા મળવાના યોગ બની રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોને આજે નવી નવી ઓપર્ચ્યુનિટી મળશે. પાર્ટનરશિપમાં ચાલી રહેલાં બિઝનેસમાં આજે સફળતા મળશે. પ્રેમ જીવન જીવી રહેલાં લોકોના જીવનમાં આજે સ્થિરતા આવી રહી છે.

આજે કન્યા રાશિના જાતકો માટે દિવસ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામમાં રહેશે, તમારા માટે સારું રહેશે. કાર્યસ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે દિવસ એકદમ અનુકૂળ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહેશે. મનમાં ઉત્સાહ અને એનર્જી રહેશે. પરિવારના સભ્યો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

તુલા રાશિના જાતકોને આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. લાંબા સમયથી જો કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પૂરું થશે. બિઝનેસ કરી રહેલાં લોકોની આજે કોઈ નવી ડિલ ફાઈનલ થઈ શકે છે. નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન કે પર્મનન્ટ થવાના યોગ પણ બની રહ્યા છે. પ્રેમજીવન આનંદદાયક રહેશે અને વૈવાહિક જીવનમાં સમજૂતી આવશે. સંતાન તમારી પાસે આજે કોઈ વસ્તુની માગણી કરી શકે છે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે થોડો સાવધાની રાખવાનો રહેશે. આજે કોઈ પણ જોખમી કામમાં હાથ નાખતા પહેલાં તમારે ખૂબ જ વિચારવું પડશે. કોઈ પણ કામમાં આજે ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે આનાથી તમારું બની રહેલું કામ પણ બગડી શકે છે. પ્રવાસ દરમિયાન ખાસ સાવધાની રાખો, નહીં તો અકસ્માત થવાના યોગ છે. પરિવારના સાથ-સહકારથી આજે માનસિક શાંતિનો અહેસાસ થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. નોકરી કરી રહેલાં લોકોના આજે કામના સ્થળે વખાણ કે પ્રગતિ થઈ શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોની આજે કોઈ મોટી ડીલ કે કરાર ફાઈનલ થઈ શકે છે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવાર સાથે હસી-ખુશી સમય પસાર કરશો. આજે કોઈને કોઈ વચન આપો તો ખૂબ જ સાવધાનીપૂર્વક આપો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રફળદાયી રહેશે. આજે તમારી આસપાસના શત્રુઓ તમારા પર હાવી થવાનો પ્રયાસ કરશે, પણ તમે સૂઝબૂઝથી તેમને ટક્કર આપશો. આજે તમારી અંદર હરિફાઈનો ભાવ રહેશે. કામમાં થોડો વિલંબ થશે, પણ તમારા માટે એ સારું રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાઓમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે. આજે સંતાનના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે. તમારે તમારા સંબંધોમાં સંતુલન જાળવીને આગળ વધવું પડશે. આજે કરિયરમાં કોઈ સારી સારી તક મળી શકે છે. આત્મવિશ્વાસથી આજે કોઈ પણ કામ કરશો તેમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે. તમારો દિવસ સારો રહેશે. જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઈઝ ભેટ લાવશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સારો રહેશે. આજે જો તમે જમીન, ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો એના માટે દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. ખાવા-પીવામાં ખાસ સાવધાની રાખો. વૈવાહિક જીવન આનંદમય રહેશે. આસપાસમાં હસી -ખુશીનો માહોલ રહેશે. નાણાંકીય લાભ થશે. માતા-પિતાની સેવા માટે આજે સમય કાઢવો પડશે.
આપણ વાંચો: 48 કલાક બાદ મીન સહિત ચાર રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?