રાશિફળ

આજનું રાશિફળ (10-03-25): અઠવાડિયાનો પહેલો દિવસ કેવો રહેશે તમારા માટે? જાણી લો અહીં એક ક્લિક પર…

મેષ રાશિના જાતકોનું મન આજે થોડું પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે. નોકરી બદલનારાઓ માટે આ સમય સારો રહેશે. પ્રગતિના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. આજે ઉત્સાહમાં આવીને રોકાણ કરવાનું ટાળો. રિલેશનશિપમાં તાણ વધી શકે છે. આજે લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય લેશો તો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે શાંત રહેવાનો પ્રયાસ કરો, તમારા માટે સારું રહેશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્વિશ્વાસથી ભરપૂર રહેશે, પણ સામે સામે ચઢાવ ઉતાર પણ જોવા મળશે. વેપારમાં આજે ખાસ સાવધાની રાખવી પડશે. આજે તમને થોડું આર્થિક નુકસાન થઈ શકે છે. રિલેશનશિપમાં આજે એકબીજાને સમજવાનો પ્રયાસ કરો. કામના સ્થળે આજે ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળી શકે છે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

મિથુન રાશિના જાતકોનું મન આજે વિચલિત રહેશે. વેપારમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. આજે તમારે થોડી વધારે ભાગદોડ કરવી પડી શકે છે. ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો એના માટે આ સમય સારો રહેશે. પર્સનલ લાઈફમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. મિત્રો સાથે મુલાકાત થશે, પણ તમારે ખાસ સાવધાની રાખવી પડશે.

કર્ક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, પણ મનમાં નકારાત્મક વિચારો કરવાથી બચવું પડશે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. નોકરી વગેરેમાં પ્રમોશન મળવાની શક્યતા છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. રિલેશનશિપમાં ફેરફાર થશે. કુંવારા લોકો માટે કોઈ સારા માંગા આવી શકે છે. આજે તમારે તમારી ઊર્જાનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકે છે. આજે જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પરેશાનીથી ભરપૂર રહેશે. આત્મવિશ્વાસમાં ઉણપ આવશે. શૈક્ષણિક અને બૌદ્ધિક બાબતોમાં વિદ્યાર્થીઓને આજે થોડી રાહત રહેશે. આજે પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરશો. આવકમાં વૃદ્ધિ થશે, પણ તમારે પૈસા બચાવવા પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. આજે ઘરના વડીલોની વાતને અવગણવાનું ટાળો. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુ માંગણી કરી શકશો.

કન્યા રાશિના જાતકોની માનસિક શાંતિ ડહોળાશે. તમારે તમારી વાણી અને વર્તન પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર પડશે. આજે બિઝનેસમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કોઈ મિત્ર સાથે વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. પારિવારિક બાબતોનો સાથે મળીને ઉકેલ લાવવો પડશે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. આજે તમને જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મનમાં સતત ઈર્ષ્યાની ભાવના જોવા મળી શકે છે. આજે તમારે તમારી સાથે સાથે પરિવારના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. પાર્ટનરની સામે તમારે તમારી ઈચ્છા રજૂ કરવી પડશે. આજે તમે તમારી નિર્ણયક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરશો. આજે તમે તમારી જાતને સારી રીતે સમજવાનો પ્રયાસ કરશો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમારું મન થોડું પરેશાન રહેશે. પરિવારનો સાથ સહકાર મળશે. આજે તમને નોકરીમાં નવી નવી તક મળશે. આવકમાં વૃદ્ધિ થશે, તમારે આજે બચત પર પણ ખાસ ધ્યાન રાખવું પડશે. જીવનસાથીનો સાથ સહકાર મળશે. આજે તમે પાર્ટનર સાથે શોપિંગ વગેરે જવાનો પ્લાન બનાવશો. સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માગણી કરી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મન પર કાબૂ રાખવાનો રહેશે. આજે તમારે તમારી વાણી અને વર્તન પર ખૂબ જ નિયંત્રણ રાખવાનો રહેશે. સંબંધોમાં સુધારો જોવા મળશે. આજે તમે પાર્ટનર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવશો. ઘર-પરિવાર માટે આજે તમારે સમય કાઢવો પડશે. કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એ માટે ઘરના વડીલો સાથે વાત કરવી પડશે. તમારે આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વિવિધ કામમાં વ્યસ્ત રહેવાનો રહેશે. આજે વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. આજે તમને નાના મોટા લાભ થશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પાર્ટનર સાથેનો સંબંધ વધારે મજબૂત બની રહ્યો છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસમાં કમી લઈને આવશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજે બિઝનેસના કામમાં વ્યસ્ત રહેશો. આજે તમારે કોઈ મિત્ર માટે ભાગદોડ કરવી પડી શકે છે. તમારા સંબંધો આજે મજબૂત બની રહ્યા છે. આજે તમે પાર્ટનર સાથેના સંબંધો વધારે મજબૂત કરશો. સંતાન તરફથી આજે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિના જાતકો માટે દિવસ આજે મધ્યમ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ નબળો રહેશે. આજે કળા અને સંગીતમાં તમારો રસ વધી રહ્યો છે. લેખનાદિ બૌદ્ધિક કાર્યોમાં તમારો રસ વધી રહ્યો છે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ હસી-ખુશીથી ભરપૂર રહેશે. આજે કોઈને કોઈ પણ વચન આપતા પહેલાં ખૂબ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે.

આપણ વાંચો: બની રહ્યો છે પંચગ્રહી યોગ, આ ત્રણ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button