આજનું રાશિફળ (10-10-25): આ રાશિના જાતકો માટે આજનો દિવસ લઈને આવશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?


મેષ રાશિના જાતકો માટચે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારે કોઈ જરૂરી કામ માટે બહાર જવું પડી શકે છે. કામના સ્થળે આજે તમને કોઈ નવું કામ સોંપવામાં આવશે. વેપાર કરી રહેલાં લોકોને આજે વેપારમાં લાભ થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત બની રહી છે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દિવલ ઠીકઠાક જ રહેશે. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુની માગણી કરી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. વેપારમાં પણ પાર્ટનરશિપ કરશો તો તમારી તરફેણમાં રહેશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આજે કોઈ ખાસ કામ માટે તમને બહાર જવું પડી શકે છે. પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્વાથ્યને લઈને ચિંતા સતાવી શકે છે. ઘરે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. નોકરીના સ્થળે તમારા સૂચનોને આવકારવામાં આવશે.

મિથુન રાશિના જાતકો આજે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આજે તમારે વિનાકારણ કોઈ પણ વાદ-વિવાદમાં પડવાથી બચવું પડશે. જીવનસાથીની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. તમારે તમારી વાણી પર ખાસ સંયમ રાખવો પડશે. કોઈ પણ મોટું આર્થિક જોખમ ઉઠાવવાનું ટાળો. પરિવારના લોકો સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાનો રહેશે. આજે તમારે તમારી ખાણી-પીણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે. કોઈ પણ નવું કામ શરૂ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધો. આજે કોઈ પર આંખ બંધ કરીને કરેલો વિશ્વાસ તમને નુકસાન પહોંચાડશે. આજે કોઈ પાસેથી વાહન માંગીને ના ચલાવો. સંતાનની કારકિર્દીને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મન પ્રસન્ન કરનારો રહેશે. આજે લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. સરકારી નોકરી કરી રહેલાં લોકોને આજે પ્રમોશન વગેરે મળી શકે છે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોએ આજે પાર્ટનરશિપ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની જરૂર છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક દ્રષ્ટિએ પણ દિવસ તમારા તરફેણમાં રહે છે. વેપાર કરી રહેલાં લોકોની આજે કોઈ મોટી ડિલ ફાઈનલ થઈ શકે છે. ઘર-ગાડી વગેરે ખરીદવાનું સપનું પણ સાકાર થઈ રહ્યું છે. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. ઘર-પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાની યોજના બનાવશો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનો રહેશે. આજે તમારે ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે બહાર જાવ તો ખાસ કાળજી રાખો. વિના કારણ કોઈ પર પણ ગુસ્સો કરવાનું ટાળો. સંતાન તમારી પાસેથી આજે કોઈ વસ્તુની માગણી કરી શકે છે. આજે વાદ-વિવાદથી દૂર રહેવું પડશે. કોઈને પણ આજે મોટી રકમ ઉધાર આપવાથી બચો. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં આજે ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે. આજે તમને કામ વધારે હોવાને કારણે માનસિક અને શારીરિક થાકનો અનુભવ થશે. કોઈ કામ માટે થઈને આજે તમારે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે. આજે તમારો કોઈ પોતાના સભ્ય સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પારિવારિક મતભેદ ઊભા થશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટવાઈ પડેલું કામ પૂરું થશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું રહેશે. મન-પ્રસન્ન રહેશે. આજે ઘરે માંગલિક કાર્યનું આયોજન થશે, જેને કારણે ઘરે મહેમાનોની અવરજવર રહેશે. આજે તમારું મન અધ્યાત્મની દિશામાં આગળ વધશો. સ્વાસ્થ્યમાં ચઢાવ ઉતાર જોવા મળશે. વેપારમાં આજે નવા કામની શરૂઆત કરી શકો છો. કોઈ નવું વાહન કે મકાન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ રહી છે.

મકર રાશિના જાતકોને આજે કોઈ જગ્યાએ બહાર ફરવા જઈ શકે છે અને એ સમયે મહત્ત્વની માહિતી મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી થોડી રાહત મળી રહી છે. પરિવાર સાથે મળીને આજે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાનું અને તેમને ઉધાર પૈસા આપવાનું ટાળો. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો આજે એ કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે.

આજે આ રાશિના જાતકો સ્વાસ્થ્યને લઈને થોડા પરેશાન રહેશે. આજે કોઈ કારણસર તમારું મન થોડું ચિંતિત રહેશે. પરિવારમાં કોઈ સભ્ય સાથે આજે બોલાચાલી થઈ શકે છે. આસપાસમાં કોઈ વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થાય તો તેનાથી દૂર જ રહો. બિઝનેસમાં આવેલા ચઢાવ ઉતારથી આજે તમારું મન પરેશાન રહેશે. કામમાં અવરોધો આવશે. નોકરી કરી રહેલાં લોકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળશે.

મીન રાશિના જાતકો માટે ખૂબ જ સંભાળીને રહેવાનો રહેશે. વાહન વગેરેનો ખૂબ જ સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો પડશે. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. પરિવાર કે કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે તમારી બોલાચાલી થઈ શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનો રહેશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. ઘરે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.
આ પણ વાંચો: કારતક માસ 2025: મા લક્ષ્મી અને વિષ્ણુજીની કૃપા માટે તુલસીના આ સવાર-સાંજ ઉપાયો અવશ્ય કરો…