આજનું રાશિફળ (07-10-25): ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે અઢળક ધનલાભ, જાણી લો બાકીની રાશિના હાલ?
રાશિફળ

આજનું રાશિફળ (07-10-25): ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે અઢળક ધનલાભ, જાણી લો બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. આજે તમને સામાજિક કામને કારણે સારા માન-સન્માનની પ્રાપ્તિ થઈ રહી છે. તમને લોકો તમારા સારા કામ માટે ઓળખશે. સ્વાસ્થ્યને લઈને તમારે આજે થોડાક ટેસ્ટ વગેરે કરાવવા પડી શકે છે. માતા આજે તમને કોઈ મોટી જવાબદારી સોંપશે, પણ તમને એ પૂરી કરવામાં સમસ્યા આવી શકે છે. પરિવાર માટે થોડો સમય કાઢવો પડી શકે છે. કામને લઈને આજે તમારે મહેનત કરવી પડશે. તમારી ઈચ્છા પૂરી થતાં ખુશીનો પાર નહીં રહે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. આજે તમે ઉતાવળમાં ગડબડ કરી શકો છો. તમારી મહેનત રંગ લાવશે. આજે તમારે કોઈ કામ માટે બીજા પર આધાર ના રાખવો જોઈએ. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. માતાની કોઈ જૂની સમસ્યા પાછી સામે આવી શકે છે. સંતાનને નોકરી માટે કોઈ જગ્યાએ બહાર જવા પડી શકે છે. કોઈ કાયદાકીય બાબતમાં આજે પિતા પાસેથી સલાહ લેવી પડશે. ભાઈ-બહેન સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરો.

મિથુન રાશિના જાતકોને આજે લાંબા સમય બાદ મિત્રોને મળીને આનંદ થશે. આજે તમારે તમારી જરૂરિયાતની વસ્તુ પર ધ્યાન આપવું પડશે. પોતાના ખર્ચને એટલા ના વધારો કે તમે એને ઉઠાવી ના શકો. આજે કોઈ પાસેથી પૈસા ઉધાર લેતાં પહેલાં બચો. કોઈ શારીરિક સમસ્યાને કારણે આજે તમારે કોઈ ડોક્ટરની સલાહ લેવી પડશે. નોકરી કરી રહેલાં લોકોને આજે સહકર્મચારીની કોઈ વાત ખરાબ લાગી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે ટેક્નિકલ સમસ્યાઓને કારણે ચિંતા સતાવી શકે છે.

કર્ક રાશિના જાતકો માટે આજે આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે. આજે તમે દિલથી લોકોનું ભલું વિચારશો પણ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે આજે તમારે પૈસાની જોગવાઈ કરવી પડશે. પરિવાર સભ્યની તબિયત બગડતાં તમારે ભાગદોડ કરવી પડશે. પૈસા પણ વધારે ખર્ચાશે. આજે અજાણ્યા લોકોથી સાવધ રહેવાની જરૂર છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવાનો રહેશે. કાયદાકીય બાબતમાં આજે તમારી જિત થશે. સાસરિયામાંથી કોઈ વ્યક્તિને આજે ધનલાભ થઈ રહ્યો છે. કોઈ સરકારી બાબત આજે તમારી પરેશાનીનું કારણ બનશે. સંતાનની પ્રગતિ જોઈને આજે તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન વગેરે મળી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એક નવી સિદ્ધિ લઈને આવશે. આજે તમારે પોતાના કામ માટે બીજા પર આધાર ના રાખવું પડશે. તમારા સાથી તમારાથી આજે નારાજ થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને કોઈ ખુશ ખબરી સાંભળવા મળી શકે છે. આજે કોઈની કહેલી વાત પર ભરોસો કરવાથી બચવું પડશે. વિદ્યાર્થીઓનું અભ્યાસામાં મન લાગશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરિયાત પૂરી કરવાનો રહેશે. ભાઈ-બહેનની વાત તરફ દુર્લક્ષ ના કરશો, કારણ કે તેમની સલાહ તમારા માટે કામની સાબિત થશે. જીવનસાથી તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે, જેને કારણે તમારા કામ સરળતાથી પૂરા થશે. માતાજીના સ્વાસ્થ્યને લઈને તમારે બેદરકારી ના દેખાડવી જોઈએ. આજે કોઈ કામ પૂરું ના થતાં તમારું મન પરેશાન રહેશે. કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળી શકે છે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે. કોઈની વાતમાં આવીને તમે આજે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે પરિવારમાં તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવશે. કોઈ સદસ્યના વિવાહમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો તે દૂર થશે. કુંવારા લોકો આજે તેમના સાથીને મળશે. સામાજિક બાબતમાં આજે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેશો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના માર્ગ પર આગળ વધશો. આજે તમે લોકોની અપેક્ષા પર ખરા ઉતરશો, પણ કોઈ વાતને લઈને તમારા મનમાં આજે શંકા રહેશે. જો એવું હોય તો એવા કોઈ કામમાં આગળ ના વધશો. કોઈ જૂની લેવડદેવડ આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ કામ પૂરું થશે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળશે.

મકર રાશિના જાતકો આજે પાર્ટનરશિપમાં કોઈ નવા કામની શરૂઆત કરવા માટે અનુકૂળ રહેશે. કોઈ પ્રોપર્ટીની ડીલ દરમિયાન આંખ અને કામ ખુલ્લા રાખો, નહીં તો એને કારણે તમારી મુશ્કેલી વધી શકે છે. આજે તમે મોજ-મસ્તીના મૂડમાં રહેશો. કોઈ સરકારી કામ પૂરું થશે. તમારે મહેનતથી બિલકુલ પાછળ નહીં હઠશો. પૈસાનો સદુપયોગ કરશો. આજે તમે દેખાડાના ચક્કરમાં પડશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેશે. આજે તમે કોઈ પણ કરવા માટે એકદમ ઉત્સુક રહેશો. આજે કોઈ બીજાની બાબતમાં બોલવાનું ટાળો. લોકો તમારો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. રાજકારણમાં કાર્યરત લોકો આજે કોઈ બીજાના ષડયંત્રનો ભાગ બનશે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવશે અને ઓર્ડર પૂરો કરવામાં સમસ્યા આવશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓ લઈને આવશે. તમે આજે તમારા મનમૌજ સ્વભાવને કારણે થોડી ગડબડ થઈ શકે છે. આળસને કારણે આજે તમારા કામ લાંબા સમય સુધી પેન્ડિંગ રહેશે. આજે તમારે દ્રઢ નિશ્ચય કરીને જ આગળ વધવું પડશે. તમે આજે તમારી રહેણીકરણીમાં પણ સુધારો લાવશો. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. પરિવાર સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button