રાશિફળ

આજનું રાશિફળ (05-07-25): મકર સહિત આ રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સ્પેશિયલ, જોઈ લો તમારી રાશિના શું છે હાલ?

મેષ રાશિના જાતકો માટે આ સમય સમસ્યાઓથી ભરપૂર રહેશે. બિઝનેસમાં જો પાર્ટનરશિપમાં કોઈ ડીલ ફાઈનલ કરશો તો આવનારા સમયમાં તમને એના કારણે ચોક્કસ સમસ્યાનો સામનો કરવો પડશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી સકે છે. આજે તમે કોઈ પરિવારના સભ્યને મળવા માટે જઈ શકો છો. ઘરના રિનોવેશનનું કામ હાથમાં લેશો. વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થશે.

આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રમોશન મળતા તમારી ખુશીનો પાર નહીં રહે. આજે એક સાથે અનેક કામ હાથમાં આવતા તમારી વ્યસ્તતા વધશે, પણ તમે એક સાથે તમામ કામ પૂરા કરવાનો પ્રયાસ કરશે. કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમમાં હિસ્સો લેવાનો મોકો મળશે. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધરશે. કામના સ્થળે આજે તમને કોઈ પુરસ્કાર મળશે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. હરવા ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્ત્વની માહિતી મળશે. આજે તમારે કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે. કરિયર સંબંધિત કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. આજે વિના કારણ ક્રોધ કરવાની તમારી આદતને કારણે પરેશાનીનો સામનો કરવો પડશે. ડાયેટ પર પૂરું ધ્યાન આપવું પડશે. આજે કોઈ કામને લઈને ચિંતા સતાવતી હતી તો દૂર થશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ઉતારચઢાવથી ભરપૂર રહેશે. બિઝનેસમાં આવી રહેલી કોઈ સમસ્યાઓ આજે તમને પરેશાન કરશે, આજે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડી શકે છે. શેરબજારમાં આજે થોડું સમજી વિચારીને રોકાણ કરો. તમારા અટવાઈ પડેલાં પૈસા આજે તમને પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી મુક્તિ મળશે. આજે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ ફળદાયી રહેવાનો છે. આજે તમારે કોઈ કામને લઈને ઉતાવળ ના કરવી જોઈએ. લાંબા સમયથી અટવાઈ પડેલાં કામ આજે તમારે સમયપર પૂરા કરવા પડશે. આજે તમે ઘરના કામકાજમાં પણ બદલાવ કરવાનું વિચારશો. પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. સરકારી યોજનાઓમાં પૈસા રોકવાથી સારો એવો લાભ થઈ રહ્યો છે. કોઈ સદસ્યના સ્વાસ્થ્યમાં સમસ્યા હશે તો તે પણ દૂર થશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમે કામને લઈને યોજના બનાવશો, પણ તમારી યોજનાઓ પર પૂર્ણવિરામ લાગી જશે. પરંતુ તમારે એનાથી જરાય ડરવાની જરૂર નથી. તમે મહેનત કરવાનું નહીં છોડો. સંતાનની ફરમાઈશ પર આજે તમે એમને કોઈ જગ્યાએ ફરવા લઈ જઈ શકો છો. આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે. આજે ઘર-પરિવારમાં જો કોઈ સભ્યના સ્વાસ્થ્યમાં સમસ્યા સતાવી રહી હશે તો કે દૂર થશે. ઘરમાં કોઈ પૂજા-પાઠ વગેરેનું આયોજન કરશો. ભગવાનની ભક્તિમાં તમારું મન લાગશે. આજે તમે કોઈ બીજાની મદદ માટે આગળ આવશો. દાન-પુણ્યના કામમાં પણ આગળ આવીને હિસ્સો લેશો, કામના સ્થળે વિના કારણ કોઈ અજાણ્યા લોકો સાથે વિવાદમાં પડવાનું ટાળો.

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે નવી પ્રોપર્ટચી ખરીદવા માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતમાં વડીલની સલાહ લેવી પડશે, તો જ નિર્ણય તમારી તરફેણમાં આવશે. જીવનસાથી માટે કોઈ નવા બિઝનેસની શરૂઆત કરશો. પ્રેમજીવન જીવી રહેલાં લોકો સાથીને કોઈ જગ્યાએ ફરવા લઈ જઈ શકે છે. માતા તમને કોઈ જવાબદારી સોંપશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ-મસ્તીથી ભરપૂર રહેશે. આજે તમને તમારા કામને લઈને યોજનાઓ બનાવવી પડશે અને ત્યાર બાદ જ કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. મિત્રો સાથે તમે કોઈ રોકાણની યોજના બનાવશો, પણ તમારે એમાં સમજી વિચારીને આગળ વધવું પડશે. આજે કોઈ કાયદાકીય બાબતમાં નિરાશા હાથ લાગશે. બિઝનેસમાં કોઈ અટકી પડેલી ડીસ ફાઈનલ થઈ શકે છે. તમારી આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યસ્ત રહેવાનો છે. આજે તમે અહીંયા ત્યાંના કામમાં વ્યસ્ત રહેશો. કોઈની વાતમાં વિના કારણ બોલવાનું ટાળો. આજે તમે દિલથી ખૂબ જ ખુશ રહેશો, એટલે સારું વિચારશો. વાણીની સૌમ્યતા આજે તમને માન-સન્માન અપાવશે. સાસરિયામાંથી આજે કોઈ વ્યક્તિ સાથે જો ખટપટ ચાલી રહી હશે તો તેને દૂર કરવાનો પ્રયાસ કરશો. પરિવારમાં કોઈ સદસ્ય સાથે કામકાજને લઈને વાત-ચીત કરશો.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને ઈમાનદારીથી કામ કરવાનો રહેશે. આજે તમે ખોટી રીતે પૈસા કમાવવાથી બચો. સંતાનના કરિયર પર આજે તમારે પૂરું ધ્યાન આપવું પડશે અને તમને એમને નવી રાહ દેખાડવી પડશે. દૂર રહેતા કોઈ સંબંધી આજે તમને મળવા આવી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં આજે કોઈ સમસ્યા આવી શકે છે અને તમારે એના તરફ દુર્લક્ષ ના સેવવું જોઈએ. આજે દૂર રહેતા કોઈ પરિજન તમારી મુલાકાત લેવા માટે આવી શકે છે. બિઝનેસમાં સફળતા મળશે અને તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે.

આજનો દિવસ આ રાશિના જાતકો માટે ઊર્જાવાન રહેશે. કામના સ્થળે તમે આપેલી આઈડિયા બોસને પસંદ આવશે અને તેઓ તમારાથી ખુશ થશે. પ્રમોશનની વાત પણ આગળ વધી શકે છે. જીવનસાથી તમને તમારા કામમાં સંપૂર્ણ સાથ-સહકાર આપશે. પરિવારના સભ્યો સાથે બેસીને આજે જૂની યાદો તાજી કરશો. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે, જે તમારી ધન સંબંધિત સમસ્યા દૂર કરવામાં તમારી મદદ કરશે.

આપણ વાંચો: સૂર્ય ગુરુના નક્ષત્રમાં કરશે ગોચર, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, કરિયરમાં મળશે સફળતા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button