આજનું રાશિફળ (04-10-25): આજે આ રાશિના જાતકોને મળશે કોઈ Good News, પૈસાનો થશે વરસાદ…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના બોસ સાથેના સંબંધો સુધારવાનો રહેસે. આ સમયે તમે કોઈ જગ્યાએ હરવા ફરવાની યોજના બનાવશો. આજે જીવનસાથી તમારી સાથે ખભે ખભા મિલાવીને ચાલશે. શેર બજારમાં પૈસા રોકવાનું સારું રહેશે. આજે તમે પૈસા કમાવવાના બીજા રસ્તાઓ વિશે પણ વિચારશો. પોતાના ખર્ચનેલઈને તમે આજે ચિંતામાં રહેશો, એટલે તમારે એમને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરવો પડશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજસેવાના કામ સાથે જોડાઈને નામ કમાવવાનો રહેશે. આજે કોઈ વાતને લઈને પરિવારમાં બોલાચાલી થશે. પ્રોપર્ટીની કોઈ પણ બાબતમાં તમારે આજે બિલકુલ ઉતાવળ ના દેખાડવી જોઈએ અને તમારે એના માટે સલાહ સૂચન લેવા પડશે. આજે તમે કોઈ નવું ઘર કે પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવશો. તમારા સહકર્મચારી સાથે આજે કોઈ પણ જરૂરી માહિતી ના શેર કરવી જોઈએ.

આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે સુખદ રહેશે. વૈવાહિક જીવન પણ ખુશનુમા રહેશે. નોકરીની શોધમાં અહીંયા ત્યાં ભટકી રહેલાં લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારી આવક પર ખાસ ધ્યાન આપવું પડશે. સહકર્મચારીઓની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. ખર્ચાઓનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારી રહેણી કરણીમાં ફરક આવશે. આજે તમે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. પાર્ટનરશિપમાં કોઈ કામ ચાલી રહ્યું હશે તો આજે એ પણ સારું ચાલશે. આજે તમને એક પછી એક યોજનામાં પૈસા રોકવાનો મોકો મળશે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને કારણે તમારે ભાગદોડ કરવી પડશે. વિના કારણની ભાગદોડને કારણે આજે માથાનો દુઃખાવો, થાક વગેરેનો અનુભવ થશે. આજે તમે ઘરની સાફ-સફાઈ અને રિનોવેનશ વગેરે માટે સમય કાઢશો.

આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે. આજે તમારી પ્રગતિના માર્ગમાં આવી રહેલાં અવરોધો દૂર થશે. તમારા કામમાં થોડા ચઢાવ ઉતાર જોવા મળશે. પરિવારનો કોઈ સદસ્ય આજે તમારીથી નારાજ રહેશે. આજે તમારે નાની નાની વાતમાં ગુસ્સો કરવાથી બચવું પડશે. સંતાનનામાં ચાલી રહેલી મૂંઝવણને આજે તમારે સમજવાનો પ્રયાસ કરવો પડશે. પરિવાર સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાની અને સતર્કતા દેખાડવાનો રહેશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે, પણ તમારા પ્રમોશનમાં કોઈ અવરોધ આવી શકે છે, જેના માટે તમારી મિત્ર સાથે બોલાચાલી થઈ શકે છે. આજે પારિવારિક બાબતોમાં તમારે વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવી પડશે, તો જ સરળતાથી તેનો ઉકેલ આવશે. આજે તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તે પણ પાછા મળવાની શક્યતા છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વિપરીત પરિસ્થિતિમાં પણ ધીરજ જાળવી રાખવાનો રહેશે. આજે તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. વિદેશ જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા પૂરી થઈ રહી છે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. તમારે તમારી આસપાસના લોકોથી આજે ખાસ સાવધ રહેવું પડશે. તેમની સાથે વાત કરતાં તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આજે કામના સ્થળે તમારા નવા વિરોધી ઉભા થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ આવક અને જાવક બંને વચ્ચે ખૂબ જ સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કોઈ મહત્ત્વના પગલાં લેશો. આજે કેટલાક ખાસ લોકો સાથે તમારી મુલાકાત થશે. પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના સફળ થશે. તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખીને આજે આગળ વધવું પડશે. સંતાનને કોઈ એવી વાત કહેશો, જે તેમને ખરાબ લાગી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મનની કોઈ ઈચ્છા પૂરી થશે. ઘરે કોઈ પૂજા-પાઠ વગેરેનું આયોજન થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આજે ભાઈ-બહેનો સાથે કામને લઈને કોઈ ચર્ચા વિચારણા કરશો. રાજકારણમાં તમે તમારી આસપાસના લોકોથી ખાસ સાવધાની રાખવાની જરૂર છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે તમારી સૂઝબૂઝથી તમારા બધા કામ પૂરા કરશો. આજે પ્રતિસ્પર્ધાનો ભાવ તમારા મનમાં જોવા મળશે. આજે તમે તમારી મોજશોખની વસ્તુ પર સારી એવી રકમ ખર્ચ કરશો. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. કોઈ પૈતૃક સંપત્તિને લઈને આજે તમારે સાવધાની રાખવી પડશે. આજે તમને તમારા કોઈ જૂની લેવડ દેવડથી મુક્તિ મળશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ ઉતારથી પરેશાન કરનારો રહેશે. આજે તમને તમારા કામમાં કેટલાક અવરોધનો સામનો કરવો પડશે. આજે તમારા કામ થતાં થતાં અટકી રહ્યા છે, બોસની વઢ પણ ખાવી પડી શકે છે. આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાથી બચવું પડશે. આજે તમારે તમારી કોઈ જૂની ભૂલ પરથી બોધપાઠ લેવો પડશે. સંતાનને નોકરી માટે કોઈ જગ્યાએ બહાર જવું પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જરૂરિયાત પૂરી કરવાનો રહેશે. આજે તમારે કોઈની કહેલી કે સાંભળેલી વાત પર ભરોસો કરવાથી બચવાનો રહેશે. આજે સંતાનને નિયંત્રણાં રાખો. આજે તમે કોઈની વાતમાં આવીને રોકાણ કરી શકો છો. વાહનમાં અચાનક આવી પડેલાં ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે છે. વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણ માર્ગ પણ આજે મોકળો થઈ રહ્યો છે. લાંબા સમય બાદ આજે મિત્ર સાથે મુલાકાત થશે અને એને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.
આ પણ વાંચો: ચાર દિવસ બાદ બુધ બનાવશે ખાસ યોગ, ઈચ્છા પૂરી કરવાની સાથે સાથે થશે અપરંપાર ધનલાભ…