આજનું રાશિફળ (03-10-25): શુક્રવારનો દિવસ આજે આ રાશિના જાતકોના માન-સન્માનમાં થશે વૃદ્ધિ, નવી નોકરી મળશે…


મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘર-પરિવારમાં હસી-ખુશી લઈને આવશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. આજે કોઈ બીજી જગ્યાએથી પણ તમને પૈસા મળી શકે છે. સંતાનની કોઈ ઈચ્છા પૂરી કરશો. વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરો. નાની નાની વાતે આજે જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે અને તમારે સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરવો પડશે. શેરબજારમાં પૈસા રોકવાથી આજે તમને સારો એવો ફાયદો થશે. તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે.

વૃષભ રાશિના જાતકોનું મન આજે ધાર્મિક કાર્યમાં અને સામાજિક કાર્યમાં લાગશે. જો તમને આજે કોઈ જરૂરિયાતંદ વ્યક્તિને મળવાનો મોકો મળે તો ચોક્કસ કરો. દાનમાં પણ તમારું મન લાગશે. આજે પૈતૃક સંપત્તિ સંબંધિત મામલામાં તણાવ વધી શકે છે, એટલે તમારે આંખ અને કાન ખુલ્લા રાખો. કોઈ અજાણી વ્યક્તિ પર આજે ભરોસો ના કરો. કોઈને આજે તમે પૈસા ઉધાર આપ્યા હશે તો એ પણ પાછા મળી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરની સાથે સાથે બહારના કામ પર પણ ધ્યાન આપવાનો રહેશે. આજે તમારા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે અને તમે તમારી માનસિક સ્થિતિને પણ સુધારી રહ્યા છો. સંતાન સાથે આજે કોઈ મામલે બોલાચાલી થઈ શકે છે. તમારી પ્રગતિમાં જો કોઈ અવરોધ આવી રહ્યા હતા તો આજે એ દૂર થશે. માતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં આજે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. પાર્ટનરશિપમાં આજે કોઈ કામ કરશો તો એમાં તમને ફાયદો થઈ રહ્યો છે. આજે તમને તમારી કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. બિઝનેસમાં આજે તમે સારી એવી રકમ રોકવાનો પ્રયાસ કરશો. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમારી શારીરિક સમસ્યાને બિલકુલ ના અવગણશો, નહીં તો મુસીબત વધી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના કામમાં વરિષ્ઠો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે ઈલેક્ટ્રિક ગેજેટ્સથી ખૂબ જ સાવધાની રાખવાનો પહેશે. આજે તમારે પોતાના કામ માટે કોઈ બીજા પર આધાર રાખવાનું ટાળવું પડશે. સાસરિયામાંતી આજે કોઈ વ્યક્તિ સાથે મેળ-મિલાપ થઈ શકે છે. પારિવારિક બાબતોનો સાથે મળીને ઉકેલ લાવવો પડશે. સમાજસેવાથી આજે તમને એક નવી ઓળખ મળશે, તમારી જવાબદારીઓ વધી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની આસપાસ રહેલા શત્રુઓથી બચવાનો રહેશે. સ્વાસ્થ્યમાં આજે ગડબડ જોવા મળી શકે છે. કામમાં સતર્કતા જાળવી રાખવી પડશે અને વાણી પર સંયમ રાખો. વૈવાહિક જીવનમાં આજે સમન્વય જળવાઈ રહેશે. આજે તમારા મનમાં હરિફાઈની લાગણી જોવા મળશે. કોઈ જગ્યાએ હરવા ફરવાનું પ્લાનિંગ કરી શકો છો. જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોએ આજે થોડી સાવધાની રાખવી પડશે.

આજનો દિવસ તુલા રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. પરિવારમાં કોઈ સદસ્યના વિવાહ માટે પ્રસ્તાવ આવી શકે છે. જો તમને કોઈ કામમાં સમસ્યા સતાવી રહી હશે તો તેને ઉકેલવા માટે પ્રયાસ કરવો પડશે. આજે વિના કારણ ગુસ્સો કરવાની તમારી આદત પરેશાનીનું કારણ બની શકે છે. આળસ છોડીને કામમાં આગળ વધશો. હરવા-ફરવા દરમિયાન આજે તમને કોઈ મહત્વની માહિતી મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ખુશહાલ રહેવાનો છે. આજે તમે તમારી મૌજ-મસ્તીમાં રહેશો. કામના સ્થળે આજે કેટલીક ટેક્લનકલ સમસ્યા સતાવી શકે છે. ભાઈ-બહેન સાથે કામને લઈને આજે ચર્ચા વિચારણા કરશો. આજે તમે નવું વાહન ખરીદી શકો છો. કુંવારા લોકો આજે પોતાના સાથીને મળી શકે છે. નોકરીને લઈને પરેશાન લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ જોખમી કામ કરવાથી બચવાનો રહેશે. જીવનસાથીનો સાથ-સહકાર મળશે. આજે તમને કોઈ ધાર્મિક કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશે. આજે તમે સારી ખાણી-પીણીનો આનંદ ઉઠાવશો. આજે વધારે પૈસા ખર્ચ થતાં તમારી આર્થિક સ્થિતિ ડગમગવા લાગશે. કિંમતી સામાનનું ધ્યાન રાખો. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તમારી આવક અને જાવક બંને વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. સંતાનની સોબત પર આજે તમારે ખૂબ જ ધ્યાન આપવું પડશે. સુખ-સમૃદ્ધિમાં વધારો થશે અને કંઈક નવું કરવાની તમારી ઈચ્છા જાગૃત થશે. જીવનસાથી તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના વધી રહેલાં ખર્ચને કન્ટ્રોલ કરવાનો રહેશે. રાજકીય અને સામાજિક કામમાં આગળ વધી રહેલાં લોકો આજે તેમના કામમાં સફળ થશે. આજે તમને કોઈ મિત્રની મદદ કરવાનો મોકો મળશે અને તમે એના માટે આગળ આવશો. બીજી જગ્યાએ નોકરી મળવાની ઓફર આવી શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે મુલાકાત થઈ શકે છે. પિતાજી જો કોઈ જવાબદારી સોંપે તો તમારે એને પૂરી કરવી પડશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શત્રુઓને મ્હાત આપવાનો પ્રયાસ કરશો. વિદ્યાર્થીઓ આજે અભ્યાસને લઈને ચિંતિત રહેશે. આજે તમારે કોઈના બહેકાવામાં ના આવવું જોઈએ. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. પૈસા સંબંધિત તમામ કામ પૂરા કરશો અને દેવું પણ ચૂકતે કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશો. શારીરિક સમસ્યા આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે, એટલે કોઈ સારા ડોક્ટરની મુલાકાત લો.
આ પણ વાંચો: 72 કલાક બાદ બુધ અને શનિ બનાવશે અશુભ યોગ પણ આ રાશિના જાતકો માટે રહેશે શુભ જ શુભ…