ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (27-02-24): મિથુન, કર્ક અને કન્યા રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ…


મેષ રાશિના નોકરી કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમે તમારા કામને પ્રાથમિકતા આપશો, જેને કારણે તમારા કામ સમયસર પૂરા કરી રહ્યા છે. તમારે યોજનાના નીતિ નિયમો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી મહેનત ફળ આપશે. તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે. તમારે તમારી આવક અને ખર્ચ પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો નહીંતર તેમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે. આજે તમારે તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધવું પડશે.



વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મોટા મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. લોહીના સંબંધો સુધરી રહ્યા છે. આજે નકામી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને શક્તિ અને સમય બંનેનો વેડફાટ ના કરવો જોઈએ. આજે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, જેને તમે તમારી ચતુરાઈથી સરળતાથી હરાવી શકશો. કેટલીક બિઝનેસ યોજનાઓને વેગ મળશે અને જો વિદ્યાર્થીઓ કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તો તેઓ અરજી કરી શકે છે. રક્ત સંબંધી સંબંધોમાં ચાલી રહેલા વિખવાદનો ઉકેલ આવશે. પ્રવાસ દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી રહી છે.



મિથુન રાશિના લોકો માટેસ આજનો દિવસ સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમારે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળવું પડશે. આજે તમારું આખું ધ્યાન અંગત બાબત પર રહેશે. પરિવારના સભ્યો સાથે તમારી નિકટતા વધશે. તમને જરૂરી ચીજવસ્તુઓની ખરીદી પર તમે સારી એવી રકમ ખર્ચ કરશો. વડીલોની સલાહને અનુસરવું તમારા માટે સારું રહેશે. કોઈની સાથે વાદ-વિવાદ ન કરો નહીંતર તમારી વાત ખરાબ લાગી શકે છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને માન-સન્માન મળી રહ્યું છે. વિદેશથી વેપાર કરી રહેલાં લોકોને આજે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.



કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ કેટલીક ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેનો દિવસ રહેશે. તમારે તમારી આળસ છોડીને આગળ વધવું પડશે. વિદ્યાર્થીઓ આજે ઉચ્ચ શિક્ષણમાં સારી સફળતા પ્રાપ્ત કરશે. સરકારી યોજનાઓનો લાભ મળશે. ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને સારો લાભ મળશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તમારે કોઈને કોઈ વચન ખૂબ જ સાવધાનીથી કરવું જોઈએ, નહીં તો તમને તેને પૂરા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.



સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદની પળો માણશો. આજે તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે. તમારા પરિવારના સભ્યોની શીખ અને સલાહથી આગળ વધવું તમારા માટે હિતાવહ રહેશે. તમને દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારી દિનચર્યામાં ફેરફાર કરશો નહીં, નહીંતર સમસ્યાઓ આવી શકે છે. જો તમારી કોઈ પ્રિય અથવા કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય, તો તમને તે પણ પાછી મળશે. કોઈને પણ તમારું વાહન ચલાવવા માટે કહો નહીં, અન્યથા વાહન અચાનક બગડી જવાથી તમારો આર્થિક ખર્ચ વધી શકે છે. સંતાનના મનમાં ચાલી રહેલી મૂંઝવણને સમજવા અને ઉકેલવાનો પ્રયાસ કરવો પડશે.


કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. વેપાક કરી રહેલાં લોકોને આજે સારો એવો ફાયદો થઈ રહ્યો છે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોની લોકપ્રિયતામાં આજે વૃદ્ધિ થઈ રહી છે. આજે તમારે તમારો કોઈ પણ નિર્ણય પરિવારના કોઈ સભ્ય પર ના થોપવો જોઈએ અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે તમને માતા-પિતા તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે. લેવડ-દેવડના મામલામાં આજે સાવધાની રાખવી પડશે.



તુલા રાશિના લોકો માટે આજનો દિવસ બજેટને વળગી રહેવાનો રહેશે. આર્થિક બાબતોમાં આજે આગળ રહેશો. બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પર આજે તમે સારી એવી રકમ ખર્ચ કરશો. પરોપકારની પ્રવૃત્તિમાં આજે તમારો રસ જોવા મળશે. તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળશે. પણ એની સાથે સાથે ખર્ચ વધતાં તમે પરેશાન થઈ ઉઠશો. નોકરી શોધી રહેલાં લોકોને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે લેવડ-દેવડ સંબંધિત મામલામાં ખૂબ જ સમજી વિચારીને આગળો વધવું પડશે.



વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મળી રહેલી ઉપલબ્ધિથી ખુશ થવાનો રહેશે, આજે તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. લેવડદેવડની બાબતમાં નિર્ણય આજે તમારી તરફેણમાં રહેશે. તમારી અંદર સ્પર્ધાની ભાવના જોવા મળશે. કામના સ્થળે આજે તમે તમારી સારી વિચારસરણીનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. અપરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં. વિરોધીઓ આજે તમને પરેશાન કરવામાં કોઈ કમી બાકી નહીં રાખે.



ધન રાશિના લોકો માટે આજનો દિવસ જવાબદારીપૂર્વક કામ કરવાનો રહેશે. આજે તમે સત્તા અને શાસનનો પૂરેપૂરો લાભ ઉઠાવશો. આજે તમારું સંપૂર્ણ ધ્યાન આરામ અને સુવિધાઓ પર રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારમાં દિવસ આનંદમય રહેશે. આજે તમારે અંગત બાબતમાં ઝડપ દેખાડવી પડશે. વરિષ્ઠ સભ્યોની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારા લેવડદેવડના મામલાનો ઉકેલ આવી રહ્યો છે.



મકર રાશિના લોકો માટે આજનો દિવસ ભાગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે. આજે તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. આજે તમારું સંપૂર્ણ ધ્યાન ધાર્મિક કાર્યક્રમો પર જ રહેશે. વિદ્યાર્થીઓ જો કોઈ રમતગમતમાં ભાગ લેશે તો આજે તેમાં ચોક્કસ જિત મળશે. ઊર્જાથી ભરપૂર હોવાને કારણે તમે કોઈ પણ કામ કરવા માટે તત્પર રહેશો. આજે તમે કેટલાક નવા લોકોને મળશો. તમારું કામ આજે તમને નવી નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો.



કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આકસ્મિક લાભ કરાવનારો સાબિત થઈ રહ્યો છે. પ્રવાસ પર જવું તમારા માટે ફાયદાકારક રહેશે. ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થશે. આજે તમારે તમારા વાણી અને વર્તન પર ખાસ કન્ટ્રોલ રાખવું પડશે. સમાજસેવા કરી રહેલાં લોકોને આજે કોઈ સારું અને મહત્ત્વનું સ્થાન મળી શકે છે. ઘરે મહેમાનોની અવરજવર રહેશે, જેને કારણે તમારા ખર્ચો વધશે. આજે કોઈ પણ પ્રોપર્ટી કે નાણાંકીય વ્યવહાર કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લો. નહીં તો મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.



મીન રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માનમાં વૃદ્ધિ કરનારો છે. આજે તમારી અંદર પરસ્પર સહકારની ભાવના જોવા મળશે. આજે તમે કોઈ મહત્ત્વની ચર્ચામાં ભાગ લેશો. તમારા પ્રયાસોમાં તમારે ઝડપ કરવી પડશે. આજે તમે પાર્ટનરશિપમાં કામ કરવા માટે તૈયાર થશો. તમારા સર્જનાત્મક પ્રયાસોમાં સુધારો જોવા મળશે. તમે કોઈ નવા કામની યોજના બનાવી શકો છો. આજે તમારે તમારા શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે, નહીં તો તેઓ તમારા કામમાં અવરોધ ઊભો કરી શકે છે. સંતાનના કરિયરને લઈને તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button