ધર્મતેજનેશનલરાશિફળ

થઈ રહી છે ગ્રહોની મોટી હિલચાલ, 6 રાશિના જાતકોને જલસા જ જલસા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહોની ચાલમાં આવતા પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર સારી-નરસી અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને આવી જ એક ગ્રહોની મોટી હિલચાલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસમાં શુક્ર, મંગળ, બુધ અને ગુરુ જેવા ચાર મહત્ત્વના ગણાતા ગ્રહની ચાલ બદલાઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે આખરે કયા ગ્રહ ક્યારે દિવસે ગોચર કરવા જઈ રહ્યા છે અને તેની કઈ કઈ રાશિ પર કેવી કેવી અસર જોવા મળશે.

મળી રહેલી માહિતી પ્રમાણે 25મી ડિસેમ્બરના શુક્ર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યારે મંગળ 27મી ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે. 28મી ડિસેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 31મી ડિસેમ્બરે ગુરુ મેષ રાશિમાં માર્ગી ગતિએ ભ્રમણ કરી રહ્યો છે. આ ચારેય મહત્ત્વના ગ્રહો મંગળ, બુધ, ગુરુ અને શુક્રના ગોચરની તમામ રાશિઓ પર અસર જોવા મળશે.

આગળ વધીએ અને જોઈએ કે આખરે મંગળ, બુધ, ગુરુ અને શુક્રની ચાલમાં પરિવર્તનને કારણે કઈ રાશિ પર કેવી અસર જોવા મળશે, પરંતુ એમાં પણ છ રાશિઓ પર તો આ ગોચરની ખૂબ જ સારી અસર જોવા મળી રહી છે.

Raashi

મેષ રાશિના જાતકોનું મન આ સમયગાળા દરમિયાન એકદમ પ્રસન્ન રહેશે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. વેપારમાં સુધારો થશે. આકસ્મિક ધનલાભની તકો ઊભી થઈ રહી છે. નોકરી કરી રહેલાં લોકોને વિદેશ પ્રવાસની તક મળશે. આ રાશિના લોકોનેપ્રશાસન તરફથી મદદ મળશે.

Horoscope

આ રાશિના મનમાં વિચારોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. ગમે એટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ છે. વધુ મહેનત કરવી પડશે. આ સમયગાળા દરમિયાન પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા મળી શકે છે.

મિથુન રાશિના લોકોની માનસિક સ્થિતિ આ સમયગાળા દરમિયાન શાંત રહેશે. સંયમ રાખવાનો પ્રયાસ કરો. વેપારમાં લાભની નવી તક મળી શકે છે. ડિસેમ્બર પછી માતા તરફથી પૈસા મળવાની સંભાવના છે.

આ રાશિના લોકો ગ્રહોની આ મોટી હિલચાલને કારણે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે, પરંતુ તેમ છતાં વધુ પડતો ઉત્સાહ બતાવવાનું ટાળો. આત્મસંયમ રાખો. ક્રોધ અને જુસ્સાનો અતિરેક કરવાનું ટાળો, નહીંતર તમને જ નુકસાન પહોંચી શકે છે. પરિવાર તરફથી સહયોગ મળશે. તમને તમારા પિતા તરફથી આર્થિક સહયોગ મળતો જણાઈ રહ્યો છે.

સિંહ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, પરંતુ શાંત રહો. તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. પિતાનો સંગાથ મળશે. મનમાં નકારાત્મક વિચારો ટાળો. મિત્રની મદદથી તમને રોજગારની તકો મળશે.

આ રાશિના જાતકો પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. પ્રવાસ ખર્ચમાં વધારો થશે. તમારા બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારમાં વૃદ્ધિ થશે. વેપારમાં તમને જૂના કોઈ મિત્રની મદદ મળી શકે છે.

તુલા રાશિના જાતકોનું મન આ સમય દરમિયાન પ્રસન્ન રહી શકે છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ પણ રહેશે. શૈક્ષણિક અને સંશોધન કાર્યમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તમને કોઈ મિત્રનો સહયોગ મળશે. આસપાસમાં ખૂબ જ દોડધામ અને ધમાલ જોવા મળશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે વાણીમાં નમ્રતા જોવા મળશે પણ ધૈર્યનો સદંતર અભાવ જોવા મળશે. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. વાહનની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે. સારી સ્થિતિમાં રહો.

ધન રાશિના જાતકોનું મન પરેશાન રહેશે. ધીરજનો અભાવ રહેશે. પરિવારમાં બિનજરૂરી ગુસ્સાથી બચો. તમારા બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. તમને મિત્રોનો સહયોગ મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે.

આ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમને તમારા માતા-પિતા તરફથી સહયોગ મળશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. વાહન વગેરે ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે.

કુંભ રાશિના લોકો આ સમયગાળામમાં આત્મવિશ્વાસથી એકદમ ભરપૂર રહેશે, પરંતુ તેમ છતાં તમારે શાંત રહેવાની જરૂર છે. તમારે વધારે પડતા ગુસ્સાથી બચવું પડશે. સંતાનના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. વેપારમાં સુધારો થશે. આવક વધારવાનું કોઈ નવું માધ્યમ મળી શકે છે.

મીનઃ
મીન રાશિના લોકો મન પ્રસન્ન રહેશે, પરંતુ મન પર નકારાત્મક વિચારોની અસર પણ થઈ શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમને તમારા માતા-પિતા તરફથી સહયોગ મળશે. તમને મિત્રોનો સહયોગ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button