સૂર્ય ગુરુના નક્ષત્રમાં કરશે ગોચર, આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, કરિયરમાં મળશે સફળતા…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરશે. આવું જ એક મહત્ત્વનું ગોચર છઠ્ઠી જુલાઈના થશે. છઠ્ઠી જુલાઈના રવિવારે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે અને સૂર્ય મિથુન રાશિમાં બિરાજમાન રહેશે. આ જ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ પણ થઈ રહી છે અને મહત્ત્વની વાત તો એ છે કે ગુરુ જ પુનર્વસુ નક્ષત્રના સ્વામી પણ છે.
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર મિથુન રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ અને સૂર્યનું ગુરુના જ નક્ષત્રમાં થઈ રહેલું ગોચર કેટલીક રાશિના જાતકો માટે પારાવાર લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ અને પ્રગતિ થશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ સમય ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશે. તમારી વિચારેલી તમામ યોજનાઓ સફળ થઈ રહ્યા છે. પારિવારિક સંબંધો વધારે મજબૂત બનશે. આ સમય નવો બિઝનેસ કરવા માટે અનુકૂળ છે. સંતાન તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. તમારા વિચારોને આત્મવિશ્વાસ સાથે રજૂ કરશો.

મિથુન રાશિના જાતકો માટે આ સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે. આ સમયે આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. લોકો તમારાથી આકર્ષાશે. કારકિર્દીમાં પણ આ સમયે મનચાહી સફળતા મળશે. નવી શરૂઆત કરવા માટે આ સમયગાળો એકદમ અનુકૂળ છે. તમારી બુદ્ધિમત્તાનો પૂરેપૂરો લાભ ઉઠાવશો.

સિંહ રાશિના જાતકો માટે આ સમય આર્થિક દ્રષ્ટિએ લાભ કરાવનારો રહેશે. આવકના નવા નવા સ્ત્રોત ઉભા થશે. સામાજિક સંબંધોમાં મજબૂતી આવશે. આ રાશિના જાતકોની મહત્વાકાંક્ષાઓ પણ આ સમયે પૂરી થશે. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. સંતાનો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

આ રાશિના જાતકોને આ સમયે કરિયરમાં પ્રગતિ મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ લઈને આવશે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારીઓ, બિઝનેસમાં સફળતા મળશે. અહંકાર કરવાનું ટાળવું જોઈએ. આ સમયનો સંપૂર્ણ રીતે લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશો. લોકો સાથે તાલમેલ જાળવીને આગળ વધશો તો સારું રહેશે.

તુલા રાશિના જાતકોને પણ સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી લાભ જ લાભ થઈ રહ્યો છે. આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. લાંબી યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. વિદેશયાત્રાની તક મળી રહી છે. આ સમયે તમારામાં આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જીવનમાં નક્કી કરેલા લક્ષ્યોની પ્રાપ્તિ થશે.

ધન રાશિના જાતકો માટે આ સમયે બિઝનેસમાં પાર્ટનરશિપ અને વૈવાહિક જીવનમાં અનુકૂળ રહેશે. પાર્ટનરશિપથી ચાલી રહેલાં બિઝનેસમાં સફળતા મળશે. તમારા સંબંધોમાં સુધારો જોવા મળશે. લગ્નજીવનમાં ખુશીઓનું આગમન થશે. વિદ્યાર્થીઓને આ સમયે અભ્યાસમાં સફળતા મળશે.

મકર રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો સાથ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. શત્રુઓને પરાસ્ત કરશો. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમયગાળો સારો રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. કામના સ્થળે સ્થિરતાનો અહેસાસ આવશે. પડકારોને ખૂબ જ સહજતાથી પાર કરીને આવશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે.