આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…

વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સાતમી સપ્ટેમ્બરના લાગશે અને જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ ગ્રહણ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં કુંભ રાશિમાં થવાનું છે. ગ્રહણ દરમિયાન કુંભ રાશિમાં ચંદ્ર અને સૂર્યની યુતિ થઈ રહી છે. ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે અને તેન 12-12 રાશિના જાતકો પર અસર જોવા મળશે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ ગ્રહણની સકારાત્મક અસર જોવા મળશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે ધનલાભ પણ થઈ રહ્યો છે. વાહન, પ્રોપર્ટી વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ જેમના માટે ચંદ્રગ્રહણ લાભદાયી સાબિત થવાનું છે-

મિથુન રાશિના જાતકો માટે વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્ર ગ્રહણ ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે કોઈ જગ્યાએ એટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી પણ રાહત મળશે. આ સમયે કોઈ જગ્યાએ રોકાણ કરશો તો સારું વળતર મળશે, જેને કારણે મન પ્રસન્ન રહેશે.

મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ ચંદ્રગ્રહણને કારણે આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. બિઝનેસમાં પણ લાભ જ લાભ થઈ રહ્યો છે. રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય પણ પહેલાં કરતાં વધારે સારું રહેશે. પારિવારિક સમસ્યાઓ સતાવી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે.

કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યો છે. આ સમયે તમે સરળતાથી શત્રુઓ પર વિજય મેળવશો. કોર્ટ-કચેરીના કેસમાં ચૂકાદો તમારી તરફેણમાં આવી શકે છે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. આ સમયે સંતાનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને આ સમયે પ્રમોશન મળતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

ધન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ ફળદાયી રહેવાનો છે. આ સમયે તમારા ધન-વૈભવમાં વૃદ્ધિ થશે. ભાઈ-બહેનના સંબંધોમાં પણ મજબૂતી જોવા મળશે. નોકરી કરી રહેલાં લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયે સમયગાળો હસી-ખુશી અને ધનલાભ લઈને આવી રહ્યો છે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. પ્રોપર્ટી, વાહન વગેરે ખરીદવાના યોગ બની રહ્યા છે. કામમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે. કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો. પરિવારમાં સુખ-શાંતિનું આગમન થશે.
આ પણ વાંચો…શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ, જાણો શું કરવુ જોઈએ?