પાકિસ્તાનના ભૂક્કા બોલાવી દે એવી છે ગ્રહોની સ્થિતિ, ભારત-પાક યુદ્ધ થાય તો…

જમ્મુ-કાશ્મીરમાં 22મી એપ્રિલના પહલગામ ખાતે થયેલાં આંતકવાદી હુમલાના જવાબમાં ભારતીય સૈન્યએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતાં ઠેકાણાઓને નેસ્ત નાબુદ કર્યા હતા.
ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર યુદ્ધ નહોતું, પણ પાકિસ્તાન બાદ થયેલાં હુમલા બાદ સ્થિતિ વધુને વધુ વણસી રહી છે, ત્યારે હાલમાં ગ્રહોની સ્થિતુ શું છે, જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ જાય તો કોનું પલડું ભારે રહેશે અને શું છે એ જાણી લેવું જરૂરી રહેશે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (10/05/2025): આજે આટલી રાશિના જાતકોનો દિવસ રહેશે ગોલ્ડન, જોઈ લો તમારી રાશિ તો નથી ને…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના અનુસાર વર્ષની શરુઆતમાં છ મોટા ગ્રહોની યુતિ દેશની સુરક્ષા અને સીમા પર તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થવા તરફ ઈશારો કરી રહી છે. આવનારા સમયમાં ગ્રહોના ગોચર પર નજર કરીએ તણાવની સ્થિતિ થોડા સમય સુધી યથાવત્ રહી શકે છે. પણ ખાસ કરીને મંગળની સ્થિતિ અને ગુરુનું અતિચારી ગોચર આવનારા સમયને વધુ મુશ્કેલ બનાવશે.
આ સિવાય શુક્ર, શનિ અને રાહુની યુતિથી પાકિસ્તાનને ભારત તરફથી ભારે નુકસાન સહન કરવાનો વારો આવશે. આવી સ્થિતિમાં પારિસ્તાનને જાન-માલનો નુકસાન ઉઠાવવું પડશે અને એની અસર લાંબા સમય સુધી રહેશે. જો આ સ્થિતિમાં પાકિસ્તાન ભારત સામે કોઈ મોટું પગલું લેશે તો તેને ખૂંવાર થવાનો વારો આવશે. પાકિસ્તાનની અત્યારે માઠી દશા ચાલી રહી છે અને આવનારા સમયમાં પણ તેને એના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાન અંતકવાદી ગતિવિધિઓ કરશે તો ભારત ચોક્કસ જ જેનો મૂંહ તોડ જવાબ આપશે.
ટૂંકમાં કહીએ તો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ચોક્કસ જ પાકિસ્તાનને ખૂંવારીનો સામનો કરવો પડી શકે છે અને પારાવાર નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે.



