સૂર્ય અને મંગળની યુતિથી ધનતેરસ બાદ ઉઘડશે આ રાશિના જાતકોનું ભાગ્ય, માતા લક્ષ્મીના રહેશે ચાર હાથ…

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ વખતની દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ સમયમાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જેને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થઈ રહી છે. ધનતેરસ પર સૂર્ય અને મંગળની યુતિ થઈ રહી છે અને એને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ 17મી ઓક્ટોબરના સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે અને મંગળ પહેલાંથી જ આ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં તુલા રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ થશે. 18મી ઓક્ટોબરના રોજ શનિવારે ધનતેરસનો તહેવાર છે. આવી સ્થિતિમાં સૂર્ય અને મંગળની યુતિ ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહી છે અને આ યુતિથી કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકોને આ સમયે ધનપ્રાપ્તિ થઈ રહી છે. રોકાણથી પણ આ સમયે સારો એવો લાભ થઈ રહ્યો છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે અનુકૂળ છે. નવું ઘર, વાહન કે સોના-ચાંદીની ખરીદીના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી કોઈ મોટી ચિંતા સતાવી રહી હોય તો તે પણ પૂરી થઈ રહી છે.

સિંહ રાશિના જાતકોની તકદીર પણ ધનતેરસથી સુધરી રહી છે. માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની વિશેષ કૃપા રહેશે. વેપારમાં આકસ્મિક લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પણ આ સમયે ફાયદો થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. વિરોધીઓના ષડયંત્રમાં ફસાવવાથી બચવું પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિમાં જ સૂર્ય અને મંગળની યુતિ થઈ રહી છે અને એટલે જ આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ઘર-પરિવારમાં ખુશહાલી આવશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. દેવામાંથી મુક્તિ મળી રહી છે. પૈતૃક સંપત્તિ કે કોઈ જૂના ઉધારના માધ્યમથી આર્થિક લાભ થઈ રહ્યો છે. આર્થિત સ્થિતિ મજબૂત બની રહી છે.

કુંભ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં આ સમયે વધારો થઈ રહ્યો છે. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકોને પણ આ સમયે પારાવાર લાભ થઈ રહ્યો છે. માતા-પિતાના સહયોગથી કોઈ મહત્ત્વપૂર્ણ કામ પૂરું થશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમારા ખર્ચ પર નિયંત્રણ આવશે અને એને કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે.
આ પણ વાંચો…ધન તેરસ પર બનશે બે શુભ યોગ, આ ચાર રાશિના જાતકો પર થશે ધન વર્ષા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?