રાશિફળ

ટૂંક સમયમાં લાગશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વર્ષ 2026નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ખગોળશાસ્ત્રીઓ માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે, કારણ કે આ વખતે અનેક મહત્ત્વની હિલચાલ જોવા મળશે. ટૂંક સમયમાં જ 2026નું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને આ ચંદ્રગ્રહણ એ એક અત્યંત મહત્વપૂર્ણ ખગોળીય અને જ્યોતિષીય ઘટના બની રહેશે. આ ગ્રહણની કેટલીક રાશિના જાતકો પર પોઝિટીવ અસર જોવા મળશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે પહેલું ચંદ્રગ્રહણ ત્રીજી માર્ચના લાગી રહ્યું છે. આ જ દિવસે હોળીનો તહેવાર પણ છે એટલે એવું કહી શકાય કે હોળી પર વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. ત્રીજી માર્ચ, 2026ના પૂર્ણ ચંદ્રગ્રહણ બપોરે 2.17 કલાકે શરૂ થઈ સાંજે 7.53 કલાકે પૂર્ણ થશે. કુંભ રાશિમાં સર્જાનારા આ ગ્રહણની અસર 12-12 રાશિઓ પર ડોલા મળશે, પરંતુ ૩ ભાગ્યશાળી રાશિઓ માટે તે પ્રગતિના નવા દ્વાર ખોલશે.

જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ચંદ્રગ્રહણ જ્યારે શુભ સ્થિતિમાં હોય ત્યારે તે અચાનક ધનલાભ અને કરિયરમાં ઉછાળો લાવે છે. ચાલો જોઈએ કઈ રાશિના જાતકો માટે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાભ કરાવી રહ્યું છે…

ધનુ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનું છે. આ સમય દરમિયાન તમે નવું વાહન કે મિલકત ખરીદવાનું મન બનાવી શકો છો અને તેમાં તમને સફળતા મળશે. જો તમે લાંબા ગાળાનું રોકાણ કર્યું હોય, તો તેમાંથી મોટો નફો મળવાની શક્યતા છે. પરિવારમાં શાંતિ અને સાહસમાં વૃદ્ધિ થવાથી તમે મોટા લક્ષ્યો હાંસલ કરી શકશો.

મકર રાશિના જાતકો માટે આ ગ્રહણ કરિયરમાં મોટું પરિવર્તન લાવી શકે છે. નોકરી શોધી રહેલા જાતકોને પ્રતિષ્ઠિત સંસ્થામાં નવી તક મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. તમે વૈભવી વસ્તુઓની ખરીદી પાછળ ખર્ચ કરશો. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને સમાજમાં તમારું માન-સન્માન તેમજ પ્રતિષ્ઠા વધશે. દેશ-વિદેશની યાત્રાના પણ યોગ છે.

સિંહ રાશિના જાતકો માટે ચંદ્રગ્રહણ સાનુકૂળ પરિણામો લઈને આવશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને ઈચ્છિત સફળતા મળી શકે છે. વેપારીઓ માટે કોઈ નવી અને મોટી વ્યવસાયિક ડીલ ફાઈનલ થઈ શકે છે, જે આર્થિક લાભ કરાવશે. ખાસ કરીને રાજનીતિ અને સરકારી સેવા સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો ગોલ્ડન ટાઈમ સાબિત થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button