આજે મધરાતથી બદલાશે આ રાશિના લોકોના દિવસો, થશે છપ્પરફાડ ધનવર્ષા…

આજે આસો મહિનાની પૂનમ છે અને આ દિવસને શરદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રમા સોળે કળાએ ખિલી ઉઠે છે અને આ દિવસે માતા લક્ષ્મીજી અને ચંદ્રમાને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવામાં આવે છે. આજે છઠ્ઠી ઓક્ટોબરની શરદ પૂર્ણિમાનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. આજનો આ દિવસ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ સારો રહેવાનો છે.
શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર રાતે 12.45 કલાક ચંદ્ર ગોચર કરશે. આજે ચંગ્ર કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. ચંદ્રમા દર અઢી દિવસે ગોચર કરે છે અને 8મી ઓક્ટોબરના ચંદ્રમા ગોચર મેષ રાશિમાં ગોચર કરશે. ચંદ્રમાનું આ રાશિ પરિવર્તન બે રાશિ માટે શુકનિયાળ રહેવાનો છે. આ બે રાશિઓના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે અને પૈસાનો વરસાદ થશે… ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે શરદ પૂર્ણિમા ખૂબ જ લાભદાયી રહેવાનો છે. ચંદ્ર રાશિ પરિવર્તનને કારણે વૃષભ રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. માતા લક્ષ્મીની કૃપા વરસશે અને અઢળક ધનલાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકો જીવનમાં ઉંચો મુકામ હાંસિલ કરશે. માતા લક્ષ્મીને ખીરનો ભોગ ચડાવો. આ સમયે સફળતા તમારા કદમ ચૂમશે.

શરદ પૂર્ણિમાથી કુંભ રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ કહ્યા છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે. શેર-બજાર કે દાગિનામાં રોકાણ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે. શરદ પૂનમ પર માતા લક્ષ્મી અને ચંદ્રમાની કૃપા મેળવવા માટે ગંગાજળનું અર્ધ્ય આપો.
આપણ વાંચો: આજનું રાશિફળ (06/10/2025): જાણો, મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ?