સૂર્ય અને ગુરુની યુતિથી બનશે નવપંચમ યોગ, ચાર રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહો દર થોડાક સમયે ગોચર કરીને કે નક્ષત્ર પરિવર્તન કરીને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરે છે. ગ્રહોની આ યુતિને કારણે શુભાશુભ યોગોનું નિર્માણ થાય છે. પાંચ દિવસ બાદ એટલે કે 17મી નવેમ્બરના સૂર્ય અને ગુરુ વચ્ચે આવી જ એક યુતિ થઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 17મી નવેમ્બપના ગ્રહોના રાજા સૂર્ય અને દેવગુરુ એવા ગુરુની યુતિ થઈને નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
આપણ વાચો: આજનું રાશિફળ (12-11-25): ચાર રાશિના જાતકોને આજે થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
સૂર્યને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સફળતાનો કારક માનવામાં આવે છે. જ્યારે ગુરુને જ્ઞાન, સૌભાગ્ય અને ધર્મનો કારક માનવામાં આવે છે. આ બંને ગ્રહોની જ્યારે શુભ દ્રષ્ટિએ પડે છે ત્યારે જાતકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, માન-સન્માન અને નવી નવી તક આવી રહી છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ…
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો અનુકૂળ રહેશે. લાંબા સમયથી કોઈ જગ્યાએ અટવાઈ પડેલાં પૈસા પાછા મળી શકે છે. રોકાણ ક્ષેત્રમાં લાભ થઈ રહ્યો છે. વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ શુભ રહેશે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટમાં આ સમયે ભરપૂર લાભ થશે.
મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો પરિવર્તન લઈને આવશે. સૂર્ય અને ગુરુની યુતિથી બની રહેલાં નવપંચમ યોગને કારણે નોકરી કરી રહેલાં લોકોની લીડરશિપ ક્વોલિટી ખીલી ઉઠશે. અટકી પડેલાં કામ પૂરા થશે. અધિકારીએ તરફથી સાથ-સહકાર મળશે. નવી નોકરી મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. સરકારી કામકાજમાં સફળતા મળશે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ સમય ભાગ્યના દરવાજા ખોલનારો રહેશે. સૂર્ય આ રાશિનો સ્વામી છે અને એને કારણે જ આ યોગની વિશેષ આ રાશિના જાતકો પર જોવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ અને લીડરશિપ ક્વોલિટીમાં સુધારો લઈને આવશે. કામના સ્થળે અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. વિદ્યાર્થીઓને આ સમયે સફળતા મળશે.
ધનઃ

ધન રાશિના જાતકોનો સ્વામી ગુરુ છે અને એમના પર પણ આ યોગની ખાસ અસર જોવા મળશે. આ સમયે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. વિદેશમાં વેપાર કરી રહેલાં લોકોને આ સમયે સફળતા મળશે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં ખુશહાલીઓ આવશે. વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષા આપી હશે કે સ્પર્ધામાં ભાગ લીધો હશે તો તેમાં સફળતા મળશે.

