રાશિફળ

આઠ દિવસ બાદ સૂર્ય અને ચંદ્રની થશે યુતિ, ત્રણ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ…

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્રની યુતિ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને અઠવાડિયા બાદ એટલે કે 18મી જાન્યુઆરીના રોજ મૌની અમાસના દિવસે સૂર્ય અને ચંદ્રની યુતિ થઈ રહી છે. સૂર્ય અને ચંદ્રની યુતિ શનિની રાશિ મકરમાં થઈ રહી છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 18મી જાન્યુઆરીની સાંજે 04.41 કલાકે મકર રાશિમાં સૂર્ય અને ચંદ્રની યુતિ થઈ રહી છે. સૂર્ય અને ચંદ્રની યુતિની અસર 20મી જાન્યુઆરીની મોડી રાત સુધી કેટલીક રાશિના જાતકો પર જોવા મળશે. ટૂંકમાં ત્રણ રાશિના જાતકો માટે મકર રાશિમાં થનારી આ યુતિ કરિયર, આર્થિક સ્થિતિ અને પારિવારિક સુખની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી સાબિત થવાની છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-


વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને ચંદ્રની યુતિથી ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આ સમયે તમને તમામ કામમાં સફળતા લઈને આવશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. જો તમે ક્યાંક રોકાણ કર્યું છે, તો તેમાંથી ઉત્તમ વળતર મળવાની શક્યતા છે. બિઝનેસમાં મોટો નફો થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમના માટે નવી અને સારી તકોના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી અટકેલા કામો આ સમયગાળામાં પૂર્ણ થશે.


કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો કરિયર અને કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે, જેનાથી પ્રમોશન અથવા સેલરી વધવાની પ્રબળ શક્યતા છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય આર્થિક લાભ અપાવનારો રહેશે. જે જાતકો વિદેશ સાથે જોડાયેલા વ્યવસાયમાં છે, તેમના માટે આ યુતિ વિશેષ લાભદાયી સાબિત થશે. અટવાયેલા નાણાં પાછા મળી શકે છે.

Today's Horoscope (15-03-2025)
મકર રાશિના જાતકો માટે સૂર્ય-ચંદ્રની આ યુતિ ખાસ રહેવાની છે કારણ આ યુતિ મકર રાશિમાં જ થઈ રહી છે, જેને કારણે આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ સકારાત્મક અસર પડશે. બિઝનેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે અને મોટો ધન લાભ થવાના આસાર છે. આ સમયગાળામાં તમે નવી મિલકત અથવા વાહન ખરીદવાની યોજના બનાવી શકો છો. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને તમારી લીડરશિપ ક્વોલિટીમાં સુધારો થશે. લોકો તમારા નિર્ણયોની પ્રશંસા કરશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button