ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સૂર્ય કરશે મકર રાશિમાં ગોચર, આ રાશિઓના જાતકોએ રહેવું પડશે વધારે Carefull…

જયોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્ક્સ નિર્ધારિત સમયે ગોચર કરે છે અને તેની આખા રાશિચક્ર પર સારી નરસી અસર જોવા મળે છે. અગાઉ પણ કહ્યું છે એમ 2024નું વર્ષ જયોતિષશાસ્ત્ર માટે ખૂબ જ મહતત્વપૂર્ણ સાબિત થવાનું છે.

2024ના વર્ષમાં ગ્રહોના રાજા સૂર્ય પહેલી જ વખત તેની રાશિ બદલી રહ્યું છે. સૂર્ય હાલમાં ધન રાશિમાં સ્થિત છે અને હવે સોમવારે એટલે કે 15મી જાન્યુઆરી, 2024ના રોજ મકર સંક્રાંતિના સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ શુભ અને સારા કાર્યોની શરૂઆત થશે.


તમારી જાણ માટે કે મકર રાશિ એ ન્યાયના દેવતા શનિની રાશિ છે અને સૂર્યનો શનિની રાશિમાં પ્રવેશ અમુક રાશિના જાતકો માટે શુભ પરિણામ આપી રહ્યો છે તો એ જ રીતે કેટલીક રાશિઓ માટે સૂર્યનું આ ગોચર જોખમી સાબિત થવા જઈ રહ્યું છે. પરિણામે આ રાશિના લોકોને ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ કે જેના માટે સુર્યનું ગોચર જોખમી સાબિત થવા જઈ રહ્યું છે…


મિથુન રાશિના લોકો સૂર્યનું આ ગોચર અશુભ સાબિત થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન અમુક એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે કે જેને કારણે આ રાશિના જાતકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન વેપારીઓને વધુ નફો થઈ રહ્યું છે પણ આર્થિક નુકસાનથી બચવા માટે બજેટનું ખાસ ધ્યાન રાખો. તમારા જીવનસાથી સાથે ગૂંચવણો ઊભી થઈ શકે છે અને કોઈને કોઈ મુદ્દાને લઈને જીવનસાથી બોલાચાલી થવાની પૂરેપૂરી શક્યતા છે.


આ રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન પોતાના કામ પર વધારે ધ્યાન આપવું પડશે. આ સમયગાળા દરમિયાન બિઝનેસ હેન્ડલ કરવા માટે કોઈ પ્લાનિંગ કરવું પડશે. બિઝનેસમાં પાર્ટનર્સ વિવિધ પ્રકારના અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરશે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના લોકોને ધીરજથી કામ લેવાની જરૂર છે. આ સમયગાળામાં પગમાં દુખાવો અથવા સાંધા જકડાઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.


કન્યા રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર અશુભ સાબિત થઈ રહ્યું છે. આ સમયગાળામાં આ રાશિના લોકોને ધંધા કે નોકરીમાં ના તો કોઈ લાભ થઈ કે ન કોઈ નફો થઈ રહ્યો છે. આ રાશિના લોકો માટે આ ગોચર સામાન્ય રહેશે. આ સમયગાળા દરમિયાન પારિવારિક જીવન થોડા ઘણે અંશે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. જીવનસાથી તરફથી તણાવ અને અસુરક્ષાની લાગણી અનુભવાશે અને સંતાનના સ્વાસ્થ્યને લઈને પૈસાનું ખર્ચ કરવો પડી શકે છે.


તુલા રાશિના લોકો માટે આ ગોચર અશુભ ફળ આપનારૂ સાબિત થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને આ સમયે અસંતોષની લાગણી અનુભવાઈ રહ્યું છે. જીવનમાં સુખ-સુવિધાઓ અને લક્ઝરીની પ્રાપ્તિ થઈ રહી છે. આ ઉપરાંત તમારે આ સમયે તમારી ઇચ્છાઓને દબાવી રાખવી પડશે. આ સમયગાળા દરમિયાન તમને વધુ વળતર મળી શકે છે. એટલું જ નહીં કેટલીક નવી ડીલ્સ પણ મળી શકે છે. ધ્યાનથી કામ કરો. તમારી યોજનાઓ વિશે કોઈને અગાઉથી જણાવશો નહીં.


મકર રાશિના લોકો માટે પણ આ સૂર્યનું ગોચર ખાસ કંઈ સારું નથી રહેવાનું અને એમાં પણ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં જ ગોચર કરી રહ્યો છે. આ રાશિના લોકોને કોઈ બાબતને કારણે અસુરક્ષાની લાગણી પેદા થશે. પ્રગતિમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. આ સમયે અચાનક ધનલાભ થવાની સંભાવના છે. તે જ સમયે, નોકરિયાત લોકો અને વેપારીઓને વ્યવસાયમાં અણધાર્યા સંજોગોનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button