ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આવતીકાલથી સૂર્ય બદલશે ચાલ, આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. દર મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ બંનેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. અગાઉ કહ્યું એમ સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે એ જ રીતે દર 15 દિવસે તે નક્ષત્ર પરિવર્તન કરે છે. હવે આવતીકાલે એટલે કે 22મી જૂનના સૂર્ય પોતાની ચાલ બદલીને બીજા નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય 22મી જૂનના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પાંચમી જૂલાઈ સુધી તે આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. આને કારણે આવતીકાલથી પાંચમી જૂલાઈ સુધી ત્રણ રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. આવો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ-


મેષ રાશિના જાતકોને સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનનો વિશેષ લાભ મળી રહ્યો છે. આ રાશિના જાતકોને પૈસા કમાવવાની નવી નવી તક મળશે. ટૂંકમાં કહીએ જો મેષ રાશિના જાતકો માટે આગામી પંદર દિવસ બંપર બોનાન્ઝા લાભ લઈને આવી રહ્યા છે.

After eight days, a powerful Raja Yoga
સૂર્યની બદલાઈ રહેલી ચાલને કારણે મિથુન રાશિના જાતકોને અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે. આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરી અને વેપારમાં પણ નવી તક મળશે. આ ઉપરાંત તમે જે પણ કામ હાથ ધરશો આ સમયગાળામાં તેમાં ગેરેન્ટેડ સક્સેસ મળશે.

meen
કન્યા રાશિના નોકરી શોધી રહેલાં લોકોને સારી નોકરી મળી રહી છે. આ દરમિયાન પારિવારિક સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોને ધનલાભ થઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button