24 કલાક બાદ સૂર્ય અને ચંદ્રની યુતિથી બનશે અશુભ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ…

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્રની યુતિથી બનતા ‘વ્યતિપાત યોગ’ ને સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે, પરંતુ ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે આ યોગ કેટલીક રાશિઓ માટે ‘ગોલ્ડન ટાઇમ’ સાબિત થઈ શકે છે. આમ તો આ યોગ ખૂબ જ અશુભ અને જોખમી હોય છે, પરંતુ તેમ છતાં આ યોગ ત્રણ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે.
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે ગ્રહોના રાજા સૂર્ય અને ચંદ્ર આકાશમાં એક નિશ્ચિત ક્રાંતિ સામ્ય ધરાવતા હોય ત્યારે વ્યતિપાત યોગ બને છે. 14 કલાક બાદ એટલે કે 13મી જાન્યુઆરીના રોજ આ યોગ બની રહ્યો છે. આ યોગને તણાવ અને પડકારોનો કારક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં તો આ યોગને ખૂબ જ જોખમી માનવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં આ યોગ કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

વૃષભ રાશિના જાતકો માટે આ યોગ અત્યંત મંગળકારી સાબિત થશે. જેઓ સિંગલ છે તેમને લગ્ન કે પ્રેમ પ્રપોઝલ મળી શકે છે. પરિણીત લોકોના જીવનમાં મધુરતા અને ખુશીઓ આવશે. આવકમાં વધારો થવાના યોગ છે. વ્યવસાયમાં જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગતા હોવ, તો નિષ્ણાતોની સલાહથી લેવામાં આવેલું તમારા માટે પગલું ફાયદાકારક રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

સિંહ રાશિના સ્વામી સૂર્ય હોવાથી આ યોગ તેમના માટે ખાસ છે. નોકરીમાં તમારું પ્રદર્શન સુધરશે અને બોસ તરફથી પ્રશંસા કે નવી મોટી જવાબદારી મળી શકે છે. કોઈ જૂના વ્યવસાયિક સોદામાંથી અચાનક લાભ થવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાંથી મુક્તિ મળશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. જીવનસાથી કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના જીવનમાં સ્થિરતા લઈને આવશે. નોકરી કરી રહેલાં લોકો માટે પ્રગતિના દ્વાર ખુલશે. જો તમે ભૂતકાળમાં કોઈ રોકાણ કર્યું હોય, તો તેમાંથી અપેક્ષિત વળતર મળી શકે છે. અટકેલા પ્રોજેક્ટ્સને વેગ મળશે અને ભાગીદારો સાથેના સંબંધો મજબૂત થશે. જો કોઈ આર્થિક સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી પણ રાહત મળી રહી છે. આર્થિક સ્થિતિમાં સુધીરો થતાં મન પ્રસન્ન રહેશે.

