લગ્ન પછી સોનાક્ષી સિંહાને થયો મોટો ફાયદો, જાણો કઈ રીતે?
મુંબઈ: બોલીવુડમાં લગ્ન પછી સૌથી વધુ વિવાદમાં રહેનારી અભિનેત્રી સોનાક્ષી સિંહા અત્યારે ચર્ચામાં છે. લગ્ન પછી સતત હરતીફરતી રહીને સોનાક્ષી સિંહા ચર્ચામાં રહે છે ત્યારે મુંબઈમાં ઘર વેચીને લાઈમલાઈટમાં આવી છે, તેમાંય વળી લગ્ન પછી એક ઘર વેચીને મોટો ફાયદો કર્યો છે.
અભિનેત્રી સોનાક્ષી સિંહાએ બાંદ્રા (પશ્ચિમ) સ્થિત પોતાનો મુંબઇ ફ્લેટ 22 કરોડ 50 લાખ રૂપિયામાં વેચી દેતા તેને 61 ટકા નફો થયો હતો. 4 હજાર 211 ચોરસ ફૂટનો એરિયા ધરાવતો ભવ્ય ફ્લેટ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં છે.
આ પણ વાંચો: ઝહીર ઇકબાલે કર્યો કરિશ્મા કપૂર સાથે ધમાકેદાર ડાન્સ તો સોનાક્ષી સિંહા….
સોનાક્ષી સિંહાએ માર્ચ 2020માં આ ફ્લેટ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પાંચ વર્ષના ફ્લેટના મૂલ્યમાં મૂલ્યમાં 61%નો વધારો થયો છે. અભિનેત્રી પાસે બીકેસીમાં બીજો એક ફ્લેટ પણ છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશનની વેબસાઇટ પર રજૂ કરાયેલા મિલકત નોંધણી દસ્તાવેજો અનુસાર આ વ્યવહાર જાન્યુઆરી 2025માં નોંધવામાં આવ્યો હતો.
ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (આઇજીઆર)ના અહેવાલ અનુસાર એમ જે શાહ ગ્રુપ પ્રોજેક્ટની અભિનેત્રી દ્વારા વેચવામાં આવેલી પ્રોપર્ટી 4.40 એકરમાં ફેલાયેલી છે અને તેમાં 4 બીએચકે એપાર્ટમેન્ટ્સ છે.
આ પણ વાંચો: સોનાક્ષી સિંહાને લઇને આ શું બોલી ગયા કુમાર વિશ્વાસ, વીડિયો જોઇ લોકો થયા….
‘સ્ક્વેર યાર્ડ્સ’ દ્વારા સમીક્ષા કરવામાં આવેલા આઇજીઆર પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 391.2 ચોરસ મીટર (4 હજાર 211 ચોરસ ફૂટ) અને બિલ્ટ-અપ એરિયા 430.32 ચોરસ મીટર (4 હજાર 632 ચોરસ ફૂટ) છે. આ ફ્લેટ સાથે 3 કાર પાર્કિંગ સ્પેસ પણ ફાળવવામાં આવે છે.
આ કરારમાં 1 કરોડ 35 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી અને 30 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન પેટે ચૂકવવામાં આવ્યા હતા. અત્યારે આ પ્રોજેક્ટમાં 4 બીએચકેનું માસિક ભાડું સાડા આઠ લાખ રૂપિયા છે, જ્યારે રિસેલ પ્રોપર્ટીનો સરેરાશ ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂપિયા 51 હજાર 636 છે.