Solar Eclips 2025: સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?

ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્ત્વ તેને વધારે ખાસ બનાવે છે. ખગોળીય ઘટનામાં રસ ધરાવનારાઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં 15 દિવસમાં બે ગ્રહણ લાગવા જઈ રહ્યા છે. આ જ મહિનામાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ બંને લાગવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ આ વખતે ક્યારે લાગશે અને ભારતમાં આ ગ્રહણ જોવા મળશે કે નહીં?
કેમ લાગે છે સૂર્ય ગ્રહણ?
સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની જેમ જ ચંદ્ર પણ સૂર્યની આસપાસ ફરે છે. જોકે, ચંદ્ર સૂર્યની સાથે સાથે પૃથ્વીની આસપાસ પણ ફરે છે. અનેક વખત એવું થાય છે કે ચંદ્ર ફરતાં ફરતાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને થોડાક સમય માટે સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, જેને આપણે બધા સૂર્ય ગ્રહણ તરીકે ઓળખીએ છીએ. આ સમયે પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે.
ક્યારે છે બીજું સૂર્ય ગ્રહણ?
અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 21મી સપ્ટેમ્બર, 2025ના વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે 4 કલાક 24 મિનિટનું હશે. ભારતીય સમય અનુસાર રાતે 10.59 કલાકથી 22મી સપ્ટેમ્બર મધરાતે 1.11 કલાકે તે પોતાની ચરમ સીમા પર હશે અને 3.23 કલાકે પૂરું થશે.
શું છે આંશિક સૂર્ય ગ્રહણ?
ગ્રહણ ત્રણ પ્રકારના હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ, વલયાકાર સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ. 21મી સપ્ટેમ્બરનું આ આંશિક સૂર્યગ્રહણ હશે. આંશિક સૂર્ય ગ્રહણ ત્યારે જોવા મળે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી ચંદ્રમા પસાર થાય છે અને સૂર્યનો એક ભાગ ઢંકાઈ ડાય છે. આંશિક સૂર્ય ગ્રહણને ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્યાં દેખાશે ગ્રહણ?
વાત કરીએ આ સૂર્ય ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે તો ન્યુઝી લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં આ ગ્રહણ સારી રીતે જોવા મળશે, પણ આ ગ્રહણ સમયે ભારતમાં રાત હશે, એટલે તે ભારતમાં નહીં દેખાય. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય એટલે સ્વાભાવિક છે કે અહીં સૂતક કાળ નહીં માન્ય હોય.
આ પણ વાંચો…આ દિવસે લાગશે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ…