24 કલાક બાદ શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, ભાગ્ય પટલાઈ જશે આ રાશિના જાતકોનું, થશે ધનવર્ષા…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સુખ, વૈભવ, પ્રેમ અને સંપત્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે. પરિણામે જ્યારે પણ શુક્ર રાશિ કે નક્ષત્ર બદલે છે, ત્યારે તેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. હાલમાં શુક્ર ધન રાશિમાં બિરાજમાન છે, પણ 24 કલાક બાદ શુક્ર નક્ષત્ર પરિવર્તન કરીને સૂર્યના નક્ષત્ર ઉત્તરાષાઢામાં પ્રવેશ કરશે.
વૈદિક જ્યોતિષ મુજબ, શુક્ર 10મી જાન્યુઆરીએ બપોરે 12.26 કલાકે ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 21મી જાન્યુઆરી સુધી અહીં રહેશે. આ સમયગાળા દરમિયાન, 13મી જાન્યુઆરીએ શુક્ર મકર રાશિમાં પણ પ્રવેશ કરશે, જ્યાં તે સૂર્ય અને બુધ સાથે યુતિ કરશે. ઉત્તરાષાઢા નક્ષત્રના સ્વામી સૂર્ય છે અને તે વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
શુક્રનું નક્ષત્રક્ષ પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે આ રાશિના જાતકોને ધનલાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના જાતકો માટે પારાવાર લાભદાયી રહેવાનું છે-

મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર અત્યંત ફળદાયી રહેશે. આ સમયગાળામાં તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પૂર્ણ થશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય શ્રેષ્ઠ છે. કામ અર્થે કરેલી મુસાફરી આર્થિક રીતે લાભદાયી નીવડશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે અને વેપારમાં મોટો નફો થતાં તમારું મન પ્રસન્ન રહેશે.

સિંહ રાશિના જાતકોના પાંચમા અને છઠ્ઠા ભાવમાં શુક્ર ભ્રમણ કરશે, જે જીવનમાં હકારાત્મકતા લાવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. આત્મવિશ્વાસ વધવાને કારણે તમે મુશ્કેલ નિર્ણયો સરળતાથી લઈ શકશો. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. તમે માનસિક રીતે વધુ ઉર્જાવાન અને પ્રસન્ન અનુભવશો. વેપારીઓ માટે આ સમયગાળો આર્થિક વૃદ્ધિ કરાવનારો રહેશે.

મકર રાશિમાં શુક્રનું આગમન અને સૂર્ય-બુધ સાથેની યુતિ આ રાશિના જાતકો માટે સુવર્ણ તકો લાવશે. ધન કમાવવાની નવી તકો પ્રાપ્ત થશે. આ સમયે તમે માત્ર કમાણી જ નહીં, પણ સારી એવી બચત પણ કરી શકશો. સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે અને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની યોજના બની શકે છે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. લવ લાઈફમાં મધુરતા આવશે.

