સાતમી ડિસેમ્બરના શનિ અને સૂર્ય બનાવશે યુતિ, ત્રણ રાશિના જાતકોને થશે લાભ જ લાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. પરિણામે શનિના ગોચરની દરેક રાશિ પર લાંબા સમય સુધી અસર જોવા મળે છે. હાલમાં ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં માર્ગી થયા છે અને તેની વિવિધ ગ્રહો સાથે યુતિ થઈ રહી છે. શનિ અને સૂર્ય બંને ખાસ યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેની અમુક રાશિના જાતકો પર ખાસ અસર જોવા મળશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શનિ અને સૂર્ય સાતમી ડિસેમ્બરના રોજ એકબીજાથી 100 ડિગ્રી પર રહેશે, જેને કારણે શતાંક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે, પરંતુ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ યોગની ખાસ અસર જોવા મળશે. આ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને જીવનમાં ખુશહાલીનું આગમન થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
આ પણ વાંચો : આજનું રાશિફળ (03-12-25): આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

કન્યા રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની યુતિથી બની રહેલાં શતાંક યોગથી લાભ થઈ રહ્યો છે. આ સમયે તમે પૈસા બચાવવામાં સફળ થશો. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. પ્રમોશનની સાથે સાથે તમારા કામની પ્રશંસા થશે. લીડરશિપ ક્વોલિટીમાં સુધારો થશે. બેંક બેલેન્સમાં ઝડપથી વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આ સમયે માન-સન્માનની પ્રાપ્તિ થશે.

મીન રાશિના જાતકો માટે શતાંક યોગની અનુકૂળ અસર જોવા મળશે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. લાંબા અંતરની યાત્રાના યોગ બની રહ્યા છે. જીવનમાં સફળતા મળશે. અધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધી રહ્યો છે. ધાર્મિક કાર્યમાં સામેલ થશો. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓને આ સમયે સફળતા મળશે. પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકોને વેપાર, શિક્ષત્ર અને આર્થિક ક્ષેત્રે લાભ કરાવી રહી છે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. આવકમાં વધારો થશે. તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. લગ્નજીવન સારું રહેશે. નોકરી કરી રહેલાં જાતકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે, કારણ કે પગાર વધારો અને પ્રમોશન બંને મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે.


